CBSE Board Circular :

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ મહત્વનો નિર્ણય લીધો. ભારતની તમામ કેન્દ્રીય શાળાઓમાં 'ઓઈલ બોર્ડ' લગાવવામાં આવશે. CBSE બોર્ડે તમામ શાળાઓ 'ઓઈલ બોર્ડ' ને લઈને સરકયુલર જારી કર્યો છે. દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી ઓબેસીટી એક ગંભીર સમસ્યા બની છે. વયસ્કની સરખામણીએ બાળકોમાં પણ સ્થૂળતાનું પ્રમાણ વધ્યું છે. એટલે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી CBSE બોર્ડ દ્વારા આ સરકયુલર જારી કરવામાં આવ્યો.

સ્થૂળતા સામે સરકારી શાળાઓ મેદાને

CBSE 'ઓઈલ બોર્ડ' લગાવવાને લઈને તમામ સંલગ્ન શાળાઓ માટે એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં શાળાના વડાઓ અને આચાર્યો માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. જે અંતર્ગત તમામ કેન્દ્રીય શાળાઓમાં તમામ સરકારી દસ્તાવેજો, નોટપેડ, લેટરહેડ અને અન્ય દસ્તાવેજો પર સ્વસ્થ જીવનશૈલી સંબંધિત સંદેશાઓની માહિતી આપવાનો નિર્દેશ કરાયો છે. આ 'ઓઈલ બોર્ડ' માં કયા સૂચનોને સામેલ કરવા તેની પણ જાણકારી સરકયુલરમાં આપી છે. 

શાળામાં 'ઓઈલ બોર્ડ' લગાવવાનો ઉદેશ્ય

દેશની કેન્દ્રીય શાળાઓમાં 'ઓઈલ બોર્ડ' લગાવવાનો મુખ્ય હેતુ બાળકોને ખાદ્ય તેલના ઉપયોગની માત્રા વિશે જાગૃત કરવાનો છે. આ  'ઓઈલ બોર્ડ' માં ખાદ્ય તેલના વધુ પડતા વપરાશથી થતા નુકસાનની માહિતી આપવામાં આવશે. સાથે-સાથે સારા સ્વાસ્થ્ય માટે ખાદ્ય તેલની કેટલી માત્રા લેવી તેની જાણકારી પણ અપાશે. આ ઉપરાંત શાળામાં અભ્યાસ કરતાં બાળકોને સીડી ચઢવા અને ચાલવા માટે પ્રોત્સાહિત કરવા તેમજ સ્વસ્થ આહાર અને કસરતને પ્રોત્સાહન આપવા, જંક ફૂડ ઘટાડવા અને પૌષ્ટિક ખોરાકને પ્રોત્સાહન આપવા સંબંધિત બાબતોનો પણ નિર્દેશ કરાયો છે.

  • Follow us on: