કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET-UG 2026) પરીક્ષા 30 મે એટલે કે આજે દેશભરના અલગ-અલગ સેન્ટર્સ પર શરૂ થઈ પરંતુ ટેકનિકલ ખામીના કારણે નક્કી કરેલા સમય પર શરૂ થઈ શકી નથી. આ અંગે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ સત્તાવાર નોટિસ જાહેર કરીને જણાવ્યું છે કે પરીક્ષાના સંચાલન સાથે જોડાયેલી કંપની TCS તરફથી ટેકનિકલ ઇશ્યુની માહિતી આપવામાં આવી હતી, જેના કારણે કેટલાક કેન્દ્રો પર પરીક્ષા સમયસર શરૂ થઈ શકી નથી. હવે ઉમેદવારો માટે પેપરનો અપડેટેડ સમય અને હેલ્પલાઇન નંબર્સ તથા વિગતો જાહેર કરવામાં આવી છે.
NTA એ આપી માહિતી
NTA એ માહિતી આપતા જણાવ્યું કે ટેકનિકલ એરરને દૂર કરી દેવામાં આવી છે અને એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે કોઈ પણ વિદ્યાર્થીને નુકસાન ન થાય. એજન્સીએ જણાવ્યું છે કે પ્રભાવિત વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર ઉકેલવા માટે પૂરો નિર્ધારિત સમય આપવામાં આવશે. આ માટે પરીક્ષાના કાર્યક્રમમાં જરૂરી ફેરફારો પણ કરવામાં આવ્યા છે.
જુઓ અપડેટેડ સમય
TCS એ જણાવ્યું કે તેમના તરફથી આવેલી એક ટેકનિકલ ખામીના કારણે 30.05.2026 ના રોજ કેટલાક કેન્દ્રો પર CUET (UG) 2026 ની શરૂઆતમાં વિલંબ થયો હતો. આ સમસ્યાને હવે સુધારી લેવામાં આવી છે, અને પરીક્ષા પૂરા એક્સ્ટ્રા ટાઈમ (compensatory time) સાથે આયોજિત કરવામાં આવી રહી છે, જેથી કોઈ પણ ઉમેદવારને કોઈ નુકસાન ન થાય.
બપોરની શિફ્ટનો અપડેટેડ સમય (સુધારેલો):
• રિપોર્ટિંગ/પ્રવેશ: બપોરે 2:30 વાગ્યાથી
• પરીક્ષા શરૂ: સાંજે 4:00 વાગ્યે (બપોરે 3:00 વાગ્યાની જગ્યાએ)
ઉમેદવારો માટે હેલ્પલાઇન જાહેર
એજન્સીએ માહિતી આપી કે મોર્નિંગ સેશનના ઉમેદવારોને પેપર પૂરું કરવા માટે પૂરો સમય આપવામાં આવી રહ્યો છે, અને તેઓ પેપર પૂરું કર્યા પછી જ બહાર નીકળી શકે છે. NTA એ વિદ્યાર્થીઓ અને વાલીઓને પડેલી અસુવિધા માટે ઊંડો ખેદ વ્યક્ત કર્યો છે. સાથે જ ઉમેદવારો માટે હેલ્પલાઇન (+91-11-40759000 | [email protected] | https://cuet.nta.ac.in) પણ જાહેર કરવામાં આવી છે.
શું હોય છે CUET UG પરીક્ષા?
CUET UG દેશની સૌથી મોટી યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા (University Entrance Test) છે, જેના દ્વારા લાખો વિદ્યાર્થીઓ દિલ્હી યુનિવર્સિટી, BHU, JNU સહિત સેંકડો યુનિવર્સિટીઓમાં ગ્રેજ્યુએશન કોોર્સિસમાં એડમિશન મેળવે છે.
આ પણ વાંચો-Plastic Notes : કાગળની નોટો ભૂલી જાઓ, હવે આવશે પ્લાસ્ટિક કરન્સી! એક નોટ છાપવા પાછળ કેટલો ખર્ચ થાય?