ઓડિશાના સીએમ મોહન ચરણ માજીએ શિક્ષકોની ભરતીને લઇને મોટી જાહેરાત કરી છે. આશરે 44,000થી પણ વધારે પદો પર શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ સવિાય એડ-હોક શિક્ષકોને નિયમિત કરવાની પણ જાહેરાત કરી છે.

44,000 પદ પર કરાશે ભરતી 
મળતી માહિતી પ્રમાણે શિક્ષકોની ભરતીને લઇને ઓડિશા સરકારે મોટી જાહેરાત કરી છે. ખાલી પડેલા પદો પર શિક્ષકોની ભરતી કરાશે. ઓડિશા સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ઓડિશામાં 44,000થી પણ વધારે પદો પર શિક્ષકોની ભરતી કરવામાં આવશે, આ સિવાય જે એડ-હોક શિક્ષકો છે તેમને નિયમિત કરવામાં આવશે.સીએમ મોહન ચરણ માજીએ ગુરૂવારે જાહેરાત કરતા કહ્યુ કે ઓડિશા સરકાર આવનારા ત્રણ વર્ષોમાં પ્રાથમિક વિદ્યાલયોમાં 44,000 હજારથી પણ વધારે શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવશે, તેમણે એમ પણ કહ્યુ કે આ સમય દરમિયાન લગભગ 40,000 નવી જગ્યાઓ બનાવવામાં આવશે.

દર વર્ષે થશે 15 હજાર શિક્ષકોની ભરતી
મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા એક પરિપત્રમાં કહેવામાં આવ્યુ છે કે મુખ્યમંત્રી આગામી ત્રણ વર્ષોમાં 44,433 પદો ભરવાનો નિર્દેશ કર્યો છે. દર વર્ષે લગભગ 15,000 પ્રાથમિક શિક્ષકોના પદ ભરવામાં આવશે. શિક્ષકોની ભરતીને વેગ આપવા સિવાય સીએમ માજીએ અધિકારીઓને રાજ્યની નિશુલ્ક પાઠ્યપુસ્તકના યોજનાનો વિસ્તાર ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ સુધી કરવાનો નિર્દેશ કર્યો છે. હાલ આ યોજનાનો લાભ ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓજ કરી શકે છે. પરંતુ હવે ધોરણ 10 સુધી કરવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય છાત્રાલયોમાં રહેતા વિદ્યાર્થીઓને વધુ સારી રીતે આરોગ્ય સહાય પૂરી પાડવા માટે સહાયક નર્સ મિડવાઇફ્સ (ANMs) ની નિમણૂક કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.

31 ઓગસ્ટે થનારી વિશેષ ઓડિશા શિક્ષક પાત્રતા પરીક્ષાને સ્થગિત કરવામાં આવી છે. હાલ તે પરીક્ષા નહી યોજાય. આ વિશે માધ્યમિક બોર્ડે નોટિફિકેશન પણ જાહેર કરી છે. આ પરીક્ષાની નવી ડેટ જલ્દી જ બહાર પાડવામાં આવશે.

  • Follow us on: