પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી પંચે SIR પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓને લઈને રાજ્યના 7 અધિકારીઓ સામે મોટી કાર્યવાહી કરી છે અને કામમાં બેદરકારી બદલના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી બાદ TMC અને ભાજપની વચ્ચે આકરી નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે.


અધિકારીઓની વિરૂદ્ધ તાત્કાલિક વિભાગીય કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ

ચૂંટણી પંચે જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની કલમ 13CC હેઠળ પોતાના અધિકારોનો ઉપયોગ કરતા પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને સંબંધિત અધિકારીઓની વિરૂદ્ધ તાત્કાલિક વિભાગીય કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમાં શમશરેગંજના AERO સાફી ઉર રહમાન, ફરક્કાના AERO નિતિશ દાસ, મૈનાગુડીની AERO ડાલિયા રાય ચૌધરી, સુતીના AERO એસકે મુર્શિદ આલમ, કૈનિંગ પૂર્વના AERO સત્યજીત દાસ અને જોયદીપ કુંડૂ તથા દેબરાના ARO દેબાશીષ બિસ્વાસ સામેલ છે.

ગેરકાયદેસર ઘુસણખોરોના નામ મતદાર યાદીમાં હતા

પંચે સ્પષ્ટ કર્યું કે મતદાર યાદીની પવિત્રતા જાળવી રાખવામાં કોઈ પણ પ્રકારની બેદરકારી કે બંધારણીય તાકાતનો દુરપયોગને સહન કરવામાં આવશે નહીં. બીજી તરફ વિપક્ષના નેતા અને ભાજપ નેતા શુભેન્દુ અધિકારીએ આ કાર્યવાહીનું સ્વાગત કરતા તેને જરૂરી પગલું ગણાવ્યું છે. તેમને આરોપ લગાવ્યો કે રાજ્યના કેટલાક અધિકારી સત્તા પક્ષના પ્રભાવમાં આવીને મૃત મતદાતાઓ અને ગેરકાયદેસર ઘુસણખોરોના નામ મતદાર યાદીમાં હતા.

13 દિશા-નિર્દેશનું ઉલ્લંઘન કર્યું

અધિકારીઓએ દાવો કર્યો કે પ્રથમવાર ચૂંટણી પંચે સીધી જ સસ્પેન્શનની કાર્યવાહી કરી છે અને આગળ જરૂર પડવા પર FIR પણ દાખલ કરવામાં આવી શકે છે. તેમને આરોપ લગાવ્યો છે કે ખોટું સ્કુલ પ્રમાણપત્ર, પાનકાર્ડ અને સોંગદનામાનો સ્વીકાર કરીને પંચે 13 દિશા-નિર્દેશનું ઉલ્લંઘન કર્યું છે. ભાજપનો આરોપ છે કે SIR પ્રક્રિયાનો ઉદ્દેશ્ય ખોટા મતદારોને હટાવીને માત્ર વાસ્તવિક નાગરિકોને મતદાનનો અધિકાર સુનિશ્ચિત કરવાનો છે.   

આ પણ વાંચો : India AI Impact Summit 2026: વિદેશી મહેમાનો માટે 'UPI One World' વોલેટ લોન્ચ, હવે ડિજિટલ પેમેન્ટ બન્યું સરળ


  • Follow us on: