આ અથડામણમાં કોર્ડન-એન્ડ-સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવ્યું છે. આ વિસ્તારમાં બે થી ત્રણ જૈશ આતંકવાદીઓ હાજર છે.

આતંકવાદીઓને ઘેરી લેવાયા

ભારતીય સેના જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે સતત કાર્યવાહી કરી રહી છે. દરમિયાન, જમ્મુ વિભાગના કિશ્તવાડ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. સેનાએ બે થી ત્રણ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને ઘેરી લીધા છે અને સમગ્ર વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. કિશ્તવાડ જિલ્લાના છત્રુ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ છે. આતંકવાદીઓ કોઈપણ ભોગે ભાગી ન જાય તે માટે સેનાના જવાનો નજીકથી નજર રાખી રહ્યા છે.

ઉધમપુર જિલ્લામાં આતંકવાદીઓ ઠાર

ઉધમપુર જિલ્લામાં સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી હતી. એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ આતંકવાદીઓ બસંતગઢની ગુફામાં છુપાયેલા હતા અને સેના દ્વારા તેમને ઠાર મરાયા હતા. સેના, પોલીસ અને CRPFની સંયુક્ત ટીમો આતંકવાદીઓનો પીછો કરી રહી હતી. આ એન્કાઉન્ટર રામનગરના જાફર વિસ્તારમાં થયું હતું, જ્યાં આતંકવાદીઓ છુપાયેલા હતા. સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી શસ્ત્રો જપ્ત કર્યા હતા.

આતંકવાદીઓ હતા ભાગવાના પ્રયાસમાં

સેનાના અધિકારીએ જણાવ્યું હતું કે, એન્કાઉન્ટરમાં જૈશના ટોચના કમાન્ડર સહિત બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ અંધારાનો લાભ લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ વિસ્તારમાં ફરીથી ગોળીબાર અને જોરદાર વિસ્ફોટ થયા. તેમણે કહ્યું કે આ પછી, ઘેરાબંધીને વધુ મજબૂત બનાવવા માટે પેરાટ્રૂપર્સ અને ડોગ સ્ક્વોડ સહિત વધારાના સૈન્ય દળોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ  ફ્રેન્ચ પોલીસના Xની પેરિસ ઓફિસ પર દરોડા, Elon Muskએ ગણાવ્યો રાજકીય હુમલો