આ વખતે ચર્ચા કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન સાથેના તેના સંબંધોની છે, જેના પર તેઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.

કંગના-ચિરાગ ફરી ચર્ચામાં

જ્યારે પણ કંગના અને ચિરાગ બંને સંસદીય કે પાર્ટીના કાર્ય માટે મળે છે. ત્યારે તેમના ફોટા વાયરલ થાય છે. ક્યારેક તેઓ તાળીઓ પાડતા અને હસતા જોવા મળે છે. તો ક્યારેક એકબીજાને બોલાવતા અને ગળે લગાવતા જોવા મળે છે. બંને વચ્ચે અફેરની અફવાઓ ઘણા સમયથી ફેલાઈ રહી છે. પરંતુ હવે કંગનાએ આ બધી અટકળો પર પૂર્ણવિરામ લગાવી દીધું છે. તેણીએ સ્પષ્ટપણે કહ્યું કે ચિરાગ પાસવાન ફક્ત એક સારો મિત્ર છે. તેનાથી વધુ કંઈ નહીં.

કંગનાની પ્રતિક્રિયા આવી સામે

મુલાકાત દરમિયાન જ્યારે રોમેન્ટિક દ્રષ્ટિકોણ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે કંગનાએ હસીને કહ્યું હતુ કે, ના, ચિરાગ ફક્ત એક મિત્ર છે. જ્યારે પણ હું તેના વિશે વિચારું છું, ત્યારે હું તેને મિત્ર તરીકે જોઉં છું. જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેમની વચ્ચે ક્યારેય કોઈ રોમાંસ હતો, ત્યારે તેણીએ સ્પષ્ટપણે જવાબ આપ્યો હતો કે, કોઈ રોમાંસ નથી. અમે ઘણા વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ. તેણીએ મજાકમાં આગળ કહ્યું હતુ કે, અમે બંનેએ લગભગ 10 વર્ષ પહેલાં સાથે એક ફિલ્મ કરી હતી. જો અમારી વચ્ચે કંઈક થયું હોત, તો અમને અત્યાર સુધીમાં બાળકો થઈ ગયા હોત. જો રોમાંસ થવાનો હોત, તો તે અત્યાર સુધીમાં થઈ ગયું હોત.

કંગના સાથે ચિરાગનું બોલીવુડમાં હતુ ડેબ્યૂ

કંગના અને ચિરાગ પાસવાને 2011 માં આવેલી ફિલ્મ 'મિલે ના મિલે હમ'માં સાથે કામ કર્યું હતું. ચિરાગે આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મનું નિર્દેશન તનવીર ખાન દ્વારા કરવામાં આવ્યું હતું. કંગના અને ચિરાગ ઉપરાંત, તેમાં નીરુ બાજવા અને સાગરિકા ઘાટગે પણ હતા. ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી ન હતી, પરંતુ તે મિત્રતાની શરૂઆત હતી જે આજે પણ ચાલુ છે. કંગનાની છેલ્લી રિલીઝ ફિલ્મ 'ઇમરજન્સી' હતી, જેનું નિર્દેશન તેણીએ કર્યું હતું અને તેમાં ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી હતી. કંગના ટૂંક સમયમાં 'ક્વીન-2' અને 'તનુ વેડ્સ મનુ-3' માં જોવા મળશે.

આ પણ વાંચોઃ Iranની Americaને તેની 'ઈઝરાયલ ફર્સ્ટ' નીતિ છોડવા અને કરારનું પાલન કરવા આપી કડક ચેતવણી


  • Follow us on: