અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના કથિત પન્ટર મોહમ્મદ સલીમ સોહેલ શેખની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ પૂછપરછ દરમિયાન તેણે અનેક સેલિબ્રિટીઝના નામ લીધા. સિદ્ધાંત કપૂર તેમના વકીલ સાથે આ કેસના સંદર્ભમાં આજે એન્ટી-નાર્કોટિક્સ સેલ પહોંચ્યા હતા.
ડ્રગ્સ કેસમાં પૂછપરછ
બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરને એન્ટી-નાર્કોટિક્સ સેલના ઘાટકોપર યુનિટમાં પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યું છે.252 કરોડના ડ્રગ કેસમાં સિદ્ધાંત તેમના વકીલ સાથે એન્ટી-નાર્કોટિક્સ સેલ પહોંચ્યા છે.













