બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે ગોવામાં નિધન થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે તેઓ ગોવામાં ડોના પાઉલા સ્થિત ઘરમાં બેભાન અવસ્થામાં હતાં. સારવાર માટે તેમને ઘરેથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતાં. તેમને હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો. 45 મિનિટ સુધી સીપીઆર આપવામાં આવ્યો હોવાની વિગતો પણ સામે આવી છે. 
તેમનો અભિનય સદાય યાદગાર રહેશે

અભિનેતા નાના પાટેકર પોતાના જીવનના છેલ્લા પડાવમાં પણ પોતાની દમદાર અભિનયશૈલીથી દર્શકોના દિલ પર રાજ કરતા રહ્યા,કારણ કે તેઓ 'હાઉસફુલ ૫', શાહિદ કપૂર અભિનીત 'ઓ'રોમિયો' અને 'સૂબેદાર' જેવી ચર્ચિત ફિલ્મોમાં અનોખા અંદાજ અને શાનદાર ડાયલોગ ડિલિવરી સાથે નજરે પડ્યા હતા, અને તેમની દરેક ભૂમિકામાં ઊંડાણ રેડનાર આ મહાન કલાકારે સિનેમા પ્રેમીઓ માટે છોડેલી આ ખાલીપો હંમેશાં અપૂરણીય ક્ષતિ સમાન રહેશે તથા તેમના અભિનયનો કલાત્મક વારસો સદાય યાદગાર રહેશે.

ત્રણ પ્રતિષ્ઠિત નેશનલ ફિલ્મ એવોર્ડ

નાના પાટેકર હિન્દી અને મરાઠી સિનેમાના એક અત્યંત લોકપ્રિય અને જાણીતા અભિનેતા હતા, જેમણે પોતાની શાનદાર અભિનય પ્રતિભાના જોરે સિનેજગત પર અમીટ છાપ છોડી છે અને ઉત્કૃષ્ટ કલાકાર તરીકે તેમને ત્રણ પ્રતિષ્ઠિત નેશનલ ફિલ્મ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા, તેમજ કલા ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન બદલ ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૩માં તેમને 'પદ્મશ્રી' સન્માનથી પણ વિભૂષિત કરવામાં આવ્યા હતા.

ફિલ્મોમાં દમદાર પાત્રો ભજવ્યા હતા

નાના પાટેકરનો જન્મ 1જાન્યુઆરી 1951ના રોજ મહારાષ્ટ્રના મુરુ઼ડ જંજીરા ખાતે થયો હતો અને તેમણે મુંબઈની સર જે.જે.ઇન્સ્ટિટ્યૂટ ઓફ અપ્લાઇડ આર્ટમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ હિન્દી તથા મરાઠી સિનેમામાં અભિનેતા,લેખક અને દિગ્દર્શક તરીકે આગવી ઓળખ બનાવનાર નાનાને 1978ની ફિલ્મ 'ગમન'થી ડેબ્યૂ કર્યા બાદ 'અંકુશ', 'પ્રતિઘાત' અને 'પરિંદા' જેવી ફિલ્મોથી લોકપ્રિયતા મેળવી હતી.1989ની ફિલ્મ 'પરિંદા' માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો,જ્યારે ફિલ્મ 'ક્રાંતિવીર' અને 'અગ્નિસાક્ષી' માટે પણ તેમને રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમણે 'પ્રહાર: ધ ફાઇનલ અટેક'નું દિગ્દર્શન કરવાની સાથે 'તિરંગા', 'ખામોશી', 'અબ તક છપ્પન', 'અપહરણ', 'રાજનીતિ' અને 'નટસમ્રાટ' જેવી ફિલ્મોમાં દમદાર પાત્રો ભજવ્યા હતા અને સુપરહિટ ફિલ્મ 'વેલકમ'ના 'ઉદય શેટ્ટી'ના પાત્ર દ્વારા તેમણે કોમેડી ક્ષેત્રે પણ પોતાની અનોખી ઓળખ બનાવી હતી.
પોતાની ફિટનેસને લઈને પણ ખૂબ ચર્ચામાં રહ્યા

અભિનેતા નાના પાટેકર પોતાની ફિટનેસને લઈને પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા.કારણ કે થોડા સમય પહેલાં જ ફોટોગ્રાફર અને પ્રોડ્યુસર અતુલ કાશબેકરે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પર શેર કરેલા એક વીડિયોમાં તેઓ સતત 15 ટ્રાઇસેપ ડિપ્સ કરતા અને અંતે ચહેરા પર મુસ્કાન સાથે પોતાની શાનદાર ફિટનેસ દર્શાવતા નજરે પડ્યા હતા; જ્યારે તેમની છેલ્લી ફિલ્મી સફરની વાત કરીએ તો તેઓ 'હાઉસફુલ 5', વિશાલ ભારદ્વાજની 'ઓ'રોમિયો' તથા અનિલ કપૂર અને રાધિક મદાન સ્ટારર ફિલ્મ 'સૂબેદાર'માં પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ અને કેમિયોમાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ Veerana : રાતોરાત સ્ટાર બનીને ફિલ્મી દુનિયાને કહી દીધું અલવિદા! હવે ગુમનામીમાં કાપી રહી છે દિવસો!