ચીફ જસ્ટિસ પર હુમલાનો પ્રયત્ન કર્યા બાદ ચારેબાજુ દરેક લોકો ચર્ચાઓ કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીએ સીધા જ ચીફ જસ્ટિસ સાથે આ અંગે વાત કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે મેં ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર.ગવઈ સાથે વાતચીત કરી. આજે સુપ્રીમ કોર્ટ પરિસરમાં તેમની પર થયેલા હુમલાથી દરેક ભારતીય રોષે ભરાયેલો છે. આપણા સમાજમાં આવા નિંદનીય કૃત્યો માટે કોઈ જગ્યા નથી. આ ખુબ જ શરમજનક છે.


શું છે સમગ્ર ઘટના?

વડાપ્રધાન મોદીએ કહ્યું કે 'હું ચીફ જસ્ટિસ ગવઈ દ્વારા આવી સ્થિતિમાં જાળવી રાખેલી શાંતિ અને સંયમની સરાહના કરૂ છું. આ ન્યાયના મૂલ્યો અને આપણા બંધારણની ભાવનાને મજબૂત કરવા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. જણાવી દઈએ કે ચીફ જસ્ટિસ બીઆર ગવઈની સામે કોર્ટમાં આજે એક વકીલે હંગામો કરવાનો પ્રયત્ન કર્યો. આરોપ છે કે વકીલે CJIની તરફ ચંપલ ફેંકવાનો પ્રયત્ન પણ કર્યો. ઘટનાના તરત બાદ પોલીસે આરોપી વકીલને કસ્ટડીમાં લઈ લીધો હતો. તેની વચ્ચે સમગ્ર ઘટનાક્રમ દરમિયાન જસ્ટિસ ગવઈ શાંત રહ્યા અને કોર્ટમાં સુનાવણી યથાવત રાખી. તેમને કહ્યું કે આ વસ્તુઓથી મને કોઈ ફરક નથી પડતો.

વકીલ ડેસ્કની પાસે ગયો અને ચંપલ કાઢીને જજની તરફ ફેંકવાનો પ્રયત્ન કર્યો

મળતી માહિતી મુજબ વકીલ ડેસ્કની પાસે ગયો અને ચંપલ કાઢીને જજની તરફ ફેંકવાનો પ્રયત્ન કર્યો પણ કોર્ટમાં હાજર સુરક્ષાકર્મીઓએ સમય રહેતા હસ્તક્ષેપ કર્યો અને વકીલને બહાર લઈ ગયા. બહાર જતા સમયે વકીલે કહ્યું કે સનાતનનું અપમાન સહન નહીં કરીએ. આરોપી વકીલનું નામ રાકેશ કિશોર છે. સુપ્રીમ કોર્ટમાં તેમનું રજિસ્ટ્રેશન 2011માં થયું હતું. CJI આ ઘટનાથી પ્રભાવિત ના થયા અને કોર્ટમાં હાજર અન્ય વકીલોને કહ્યું કે પોતાનો તર્ક ચાલુ રાખો. તેમને કહ્યું કે આ વસ્તુઓ પર ધ્યાન ના આપો, આપણે પ્રભાવિત નથી. જો કે થોડીવાર બાદ પોલીસે વકીલને છોડી દીધા. કેસની ગંભીરતાને જોતા તાત્કાલિક કાર્યવાહી કરી અને કોર્ટ પરિસરમાં સુરક્ષા વધારી દીધી છે.

વકીલનું લાઈસન્સ થયું કેન્સલ

ઉલ્લેખનીય છે કે હુમલાનો પ્રયત્ન કરનારા વકીલ રાકેશ કિશોરને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્શન દરમિયાન તેમને કોઈ કોર્ટ, ટ્રિબ્યુનલમાં હાજર થવા કે વકીલાત કરવા માટે પરવાનગી મળશે નહીં. BCIએ આરોપી વકીલનું લાઈસન્સ કેન્સલ કરી દીધું છે. આ સાથે જ BCIએ કહ્યું કે આ કેસમાં વકીલની વિરૂદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવશે.


  • Follow us on: