આ વીડિયોમાં દાવો કરાયો છે કે, તોફાન દરમિયાન એક યુવાન ટીન શેડને પકડીને હવામાં ઊંચે ઉડ્યો હતો.
તપાસ અને બરેલી પોલીસ સ્પષ્ટતા
સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયો શેર કરી લખી રહ્યા છે કે 'નન્હે' નામનો યુવાન તેની દુકાનના ટીન શેડને તોફાનથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે પવન તેને ટીન શેડ સાથે ઉડાડી ગયો હતો. વીડિયોમાં, તે યુવાન હવામાં એક્રોબેટિક્સ કરતો જોવા મળે છે. મામલાની ગંભીરતાને જોતા બરેલી પોલીસે તપાસ કરી હતી. અને DSP નીતિન કુમારે નિવેદન બહાર પાડીને વીડિયોની સત્યતાની પુષ્ટિ કરી હતી. અધિકારીએ જણાવ્યુ હતુ કે, સોશિયલ મીડિયા પર ફરતો વીડિયો એડીટ કરાયો છે. તેને નાટકીય અને ડરામણો બનાવવા માટે એડિટિંગ ટૂલ્સનો ઉપયોગ કરાયો છે.
પોલીસ અધિકારીની પ્રતિક્રિયા
ડીએસપી નીતિન કુમારે કહ્યુ છે કે, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ હવામાં ઉડતો દેખાય છે. આ સંદર્ભમાં, સ્પષ્ટતા કરવામાં આવે છે કે આ વીડિયો ભામોરા પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા બાબિયાના ગામના રહેવાસી વાહિદ હસનના પુત્ર નન્હેનો છે. જોરદાર વાવાઝોડા દરમિયાન, વ્યક્તિના ઘર સાથે જોડાયેલા ટીન શીટ ઉખડી ગઈ હતી. પવનની ગતિ વધુ હોવાથી અને પરિણામે ગતિ ટ્રાન્સફર થતા ચાદર વિરુદ્ધ દિશામાં પલટી ગઈ હતી.
https://twitter.com/ANI/status/2054887242368524368
ઉત્તર પ્રદેશમાં કેટલાના મોત ?
તોફાન અને વરસાદને લગતા અકસ્માતોને કારણે પ્રયાગરાજમાં સૌથી વધુ વિનાશ થયો છે. અહીં એકવીસ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ભદોહીમાં 17, મિર્ઝાપુરમાં 15, ફતેહપુરમાં 10, બદાયૂંમાં છ અને પ્રતાપગઢ અને બરેલીમાં ચાર-ચાર લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશમાં આવેલા ભયંકર વાવાઝોડા, ભારે વરસાદ અને વીજળી પડવાથી થયેલા વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખી સીએમ યોગી આદિત્યનાથે તાત્કાલિક કાર્યવાહી કરી છે અને તમામ જિલ્લા પ્રભારીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવા માટે નિર્દેશ આપ્યો છે. દરેક જિલ્લાના પ્રભારી મંત્રીને અસરગ્રસ્ત પરિવારોને મળવા, તેમની સમસ્યાઓ સાંભળવા અને રાહત પ્રયાસો પર દેખરેખ રાખવાની જવાબદારી સોંપાઇ છે.
આ પણ વાંચોઃ ભારતના આ રાજ્યના લોકોને આવકવેરા મામલે મળી છે મુક્તિ, જાણો કેમ?
