60 વર્ષથી વધારે સમય સુધી સેવા આપ્યા બાદ આજે ભારતીય વાયુસેનાનુ મિગ-21 ફાઇટર પ્લેન રિટાયર થવા જઇ રહ્યુ છે. શુક્રવારે ચંદીગઢમાં આ માટે એક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. જ્યાં રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત અનેક અધિકારીઓ હાજર રહેશે.


મિગ-21 રિટાયર થશે

દેશનુ પહેલુ સુપરસોનિક ફાઇટર પ્લેન મિગ-21 6 દાયકા કરતા પણ વધારે સમયથી દેશને સેવા આપ્યા બાદ આજે શુક્રવારે 26 સપ્ટેમ્બરે રિટાયર થવા જઇ રહ્યુ છે. મિગ-21 વિદાઇ સમારોહ ચંદીગઢમાં યોજાઇ રહ્યો છે. જ્યાં વાયુસેન પ્રમુખ એરચીફ માર્શલ અમર પ્રીત સિંહ, મિગ-21 વાદળ ફોર્મેશનમાં ફ્લાઇ કરશે. રિટાયર બાદ હવે આ ફાઇટર પ્લેન ઇતિહાસનો એક ભાગ બની જશે.

કયુ ફાઇટર પ્લેન મિગ-21ની લેશે જગ્યા?

ભારતીય વાયુ સેના દાયકાથી પોતાની વાયુ શક્તિનુ પ્રતીક રહેલુ મિગ-21 ફાઇટર પ્લેનને રિટાયર કરી રહી છે. આના પરિણામે ભારતીય વાયુસેનામાં સ્ક્વોડ્રનની સંખ્યામાં કામચલાઉ ઘટાડો થશે. ભારતનું સ્વદેશી તેજસ વિમાન ધીમે ધીમે મિગ-21નું સ્થાન લઈ રહ્યું છે.વાયુસેનામાં તેજસના નંબર 45 સ્ક્વોડ્રન - ફ્લાઇંગ ડેગર્સ અને નંબર 18 સ્ક્વોડ્રન - ફ્લાઇંગ બુલેટ્સ પછી, ત્રીજી સ્ક્વોડ્રન - કોબ્રા ટૂંક સમયમાં વાયુસેનામાં સામેલ થશે.

કોબ્રા સ્ક્વોડ્રન ક્યાં તૈનાત કરવામાં આવશે?

ભારતીય વાયુસેનાનું કોબ્રા સ્ક્વોડ્રન રાજસ્થાનના એક એરબેઝ પર તૈનાત કરવામાં આવશે. તેનું મિશન વાયુસેનાના પશ્ચિમી મોરચાને મજબૂત બનાવવાનું છે. આ ભવિષ્યના ખતરા સામે ઓપરેશનલ તૈયારીઓ સુનિશ્ચિત કરશે.

આવતા મહિને લોન્ચ થશે તેજસ Mk1A

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ તરફથી આવતા મહિને નાસિક ઉત્પાદન કેન્દ્ર પહેલા તેજસ Mk1A વિમાન લોન્ચ કરવામાં આવશે. તેજસ Mk1A, તેજસનું જ અદ્યતન સંસ્કરણ છે જેમાં સારા રડાર, ઇલેક્ટ્રોનિક વોર ફેર સિસ્ટમ અને ઉન્નત લડાકુ ક્ષમતાઓ સામેલ છે. તેજસ Mk1A વિમાનોથી આત્મનિર્ભરતાની મદદ તો મળશે જ સાથે વિદેશી પ્લેટફોર્મ પર નિર્ભરતા ઓછી થશે અને ઉપરાંત, વાયુસેનાના કાફલાનું આધુનિકીકરણ કરવામાં આવશે.

મિગ-21 નો ઇતિહાસ

મિગ-21 ફાઇટર પ્લેનને રશિયાએ 1950ના દાયકામાં બનાવ્યુ હતુ. ભારતે તેને 1963માં ખરીદ્યુ હતુ. મિગ-21ની ખાસિયત તેની હાઇ સ્પીડ છે. આ ધ્વનિની ગતિથી પણ વધુ ઝડપી ઉડી શકે છે અને મેક 2ની સ્પીડ સુધી પહોંચી જાય છે. મિગ-21એ અનેક યુદ્ધમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે અને તેણે 2019માં પાકિસ્તાની F-16ને પણ તોડી પાડ્યુ હતુ. 

  • Follow us on: