પીએમ મોદી 5 દિવસ વિદેશ યાત્રાએ જઇને આવ્યા. તેઓ સાઇપ્રસ, કેનેડા અને ક્રોએશિયા દેશોનો પ્રવાસ કરીને ભારત પરત આવ્યા છે. આ દરમિયાન તેમણે આ દેશનો પ્રતિનિધિને ભારત તરફથી ભારતીય સાંસ્કૃતિક ગિફ્ટ ભેટમાં આપી.
પીએમ મોદી જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે કેનેડા ગયા હતા જ્યાં કેનેડાની ગર્વનર જનરલ મેરી સાઇમનને ચાંદીનું ફિલીગ્રા વર્ક ક્લ્ચ પર્સ ભેટમાં આપ્યું. આ ઉપરાંત કેનેડાના પીએમ માર્ક કાર્નીને પિત્તળનું બોધિવૃક્ષ ભેટમાં આપ્યું.
શું છે સિલ્વર ક્લચ પર્સની ખાસિયત
પીએમ મોદીએ ગવર્નર જનરલ મૈરી સાયમનને આપેલી ભેટ ઓડિશાના કટકની ઓળખ છે. આ સિલ્વર ફિલીગ્રી ક્લચ પર્સ તે ક્ષેત્રના પ્રસિદ્ધ પારંપરિક શિલ્પને દર્શાવે છે. આ પર્સ સંપૂર્ણ રીતે હાથથી બનાવેલુ છે. જેમાં બારીક ચાંદીના તારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને નાજુક આકાર આપવામાં આવ્યો છે. આ કળા 500વર્ષ જૂની છે. મુઘલો અને મંદિરોમાંથી લીધેલી ડિઝાઇન તેમાં જોવા મળે છે.
પિત્તળનું બોધિવૃક્ષ
પીએમ મોદીએ કેનેડાના પીએમને એક એવી ગિફ્ટ આપી છે તે જેમાં બિહારની ઝલક જોવા મળે છે. પિત્તળના આ બોધિવૃક્ષમાં મૂર્તિકળાનો એક સુંદર અને સાર્થક નૂમનો છે. આ વૃક્ષ આખુ પિત્તળથી બનાવેલુ છે. આ પવિત્ર બોધિ વૃક્ષ બોધગયાના તે વૃક્ષને દર્શાવે છે જ્યાં ભગવાન બુદ્ધને બોધની પ્રાપ્તિ થઇ હતી. જ્યાં ભગવાન બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ થઇ હતી. તેના ગાઢ પાંદડા અને ડાળીઓ સ્થાનિક કારીગરોની કુશળતા અને સંભાળને પ્રતિબિંબિત કરે છે. બૌદ્ધ ધર્મમાં, બોધિ વૃક્ષ શાણપણ, શાંતિ અને આધ્યાત્મિક જાગૃતિનું પ્રતીક છે. આ પ્રતિમા તેના ચળકતા પૂર્ણાહુતિ અને મજબૂત ડિઝાઇનથી લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે.