દુબઈથી ઇઝરાયલ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 માં ભારતીય પાઇલટ પર થયેલા ઘાતક હુમલા બાદ સર્જાયેલી અંધાધૂંધીનો એક નવો અને ચોંકાવનારો વીડિયો ફૂટેજ સામે આવ્યો છે. આ વીડિયોમાં કોકપીટની બહાર જમીન પર લોહીથી લથપથ હાલતમાં પડેલા કેપ્ટન સ્મિત માછર સ્પષ્ટપણે નજરે પડે છે. ગંભીર ઇજાગ્રસ્ત હોવા છતાં કેપ્ટન માછરે જે બહાદુરી બતાવી અને કોકપીટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી, તેના કારણે જ વિમાનમાં સવાર તમામ 174 મુસાફરોનો જીવ બચી ગયો હતો.
કેબિનની અંદર ભારે ગભરાટનો માહોલ
ઇઝરાયલની ચેનલ 12 પર પ્રસારિત થયેલી આ ક્લિપમાં કેબિનની અંદર ભારે ગભરાટ અને અફરાતફરી જોવા મળે છે. મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ ઓમાની કો-પાઇલટને રોકવા માટે સંઘર્ષ કરતા દેખાય છે, જે આતંકવાદી ઈરાદાથી વિમાનને ક્રેશ કરવા માંગતો હતો. વિમાનમાં હાજર લોકો અંગ્રેજી અને હિબ્રુ ભાષામાં બૂમો પાડતા સાંભળી શકાય છે કે આ તે જ વ્યક્તિ છેણે પાઇલટ પર ચાકુથી હુમલો કર્યો હતો. અંધાધૂંધી વચ્ચે ક્રૂ મેમ્બરે ડૉક્ટરની મદદ માંગી, ત્યારબાદ ઇઝરાયલી દંત ચિકિત્સક ડૉ. શોટા મુસાયેવે આગળ આવીને પ્રાથમિક સારવારમાં મદદ કરી હતી.
https://twitter.com/snnfinalnd/status/2105749806010315017
