દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈ ફ્લાઇટ FZ1073 માં ફ્લાઇટ દરમિયાન કોકપીટમાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર અને તેમના ઓમાની સહ-પાયલટ વચ્ચે વિવાદ થયો હતો. ઇઝરાયલી અધિકારીઓના જણાવ્યા મુજબ, કો-પાયલટે કેપ્ટન સ્મિત પર છરી વડે હુમલો કરી તેમને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. ઇજા છતાં સ્મિત મચ્છર વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરાવી 180 મુસાફરોના જીવ બચાવ્યા.
ઇજા છતાં ગુજ્જ સ્મિત મચ્છરે બતાવ્યું સાહસ
ઈજાઓ હોવા છતાં, કેપ્ટન સ્મિત મચ્છરે વિમાન પરનો કાબૂ છોડ્યો ન હતો. પરિસ્થિતિ વણસતાં મુસાફરો અને ક્રૂ કોકપીટ તરફ દોડી ગયા હતા, જ્યાં ઈજાગ્રસ્ત કેપ્ટને દરવાજો ખોલીને મુસાફરોને પ્રવેશ આપ્યો અને હુમલાખોરને કાબૂમાં લેવામાં મદદ કરી. ત્યારબાદ વિમાનમાં સવાર બે ઓફ-ડ્યુટી પાઇલટ્સે નિયંત્રણ મેળવી સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ પર ફ્લાઇટનું સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.
કોકપીટમાં ઘાયલ સ્મિત મચ્છર કયા સારવાર લઈ રહ્યા છે
ઘટના બાદ ગંભીર રીતે ઘાયલ કેપ્ટન સ્મિત મચ્છરને સાઉદી અરેબિયાના તાબુકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભારતીય દૂતાવાસ તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને સાઉદી અધિકારીઓ તેમજ કેપ્ટનના પરિવાર સાથે સંપર્કમાં છે. દૂતાવાસે માહિતી આપી છે કે હાલ તેમની સ્થિતિ સ્થિર છે.
પીએમ મોદી અને નેતન્યાહૂએ કરી બહાદુરીની પ્રશંસા
ભારતીય પાયલટની અદમ્ય સાહસિકતાની વૈશ્વિક સ્તરે પ્રશંસા થઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેપ્ટન સ્મિતને સાચા હીરો ગણાવતા કહ્યું કે ગંભીર ઈજાઓ છતાં તેમણે બતાવેલી હિંમતથી સેંકડો મુસાફરોના જીવ બચ્યા છે. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ તેમની બહાદુરી અને સમયસૂચકતાના વખાણ કર્યા હતા.
કેપ્ટન સ્મિત મચ્છરનો પરિચય અને તપાસ
ગુજરાતી મૂળના ભારતીય કેપ્ટન સ્મિત માછરને વાણિજ્યિક ઉડ્ડયનનો 10 વર્ષથી વધુનો અનુભવ છે. 2022માં ફ્લાયદુબઈમાં જોડાતા પહેલા તેમણે 11 વર્ષ સુધી સ્પાઇસજેટમાં સેવા આપી હતી. બોઇંગ 737 વિમાન ઉડાવતા સ્મિત અન્ય પાઇલટ્સને માર્ગદર્શન આપવાનો પણ અનુભવ ધરાવે છે. હાલમાં ફ્લાયદુબઈ અને અન્ય તપાસ એજન્સીઓએ આ ઘટનાની સંપૂર્ણ તપાસ શરૂ કરી દીધી છે. 18 વર્ષથી વધુ સમય સુધી બોઇંગ 737 ઉડાવ્યા પછી, આ ઘટના એક પાયલોટ તરીકે તેમના જીવનમાં એક મહત્વનો વળાંક બની છે.
આ પણ વાંચો : PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત, વેપાર-રક્ષા અને ટેક્નોલોજી સહિત અનેક મુદ્દે ચર્ચા