ગત 21 જુલાઇએ જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદથી અચાનક રાજીનામું આપ્યું હતુ. આની પાછળ તેમણે સ્વાસ્થ્યનું કારણ બતાવ્યું હતુ. જોકે વિપક્ષે તેને સરકાર સાથેનો અણબણાવ તરીકે વર્ણવ્યો. રાજીનામાં બાદ સાર્વજનિક પ્લેટફોર્મથી અચાનક ગુમ થઇ ગયા હતા. વિપક્ષે સતત તેમના સ્વાસ્થ્યનું બહાનું બતાવીને અનેક મુદ્દાઓ વધાર્યા. અનેક સાંસદોએ તેમને મળવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ ધનખડ કોઇને મળ્યા નહીં.કેટલાંક સમય બાદ તેમણે સરકારી આવાસ ખાલી કરી દીધુ હતુ. તે દિલ્હીમાં અભય ચૌટાલાના ફાર્મ હાઉસમાં જઇને રહેવા લાગ્યા.

અભય ચૌટાલાએ  કર્યો છે ખુલાસો

અભય ચૌટાલા નેશનલ લોકદળના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહરાજ્યના હોવાના કારણે ધનખડના ખૂબ જ નજીકી માનવામાં આવે છે. ફાર્મ હાઉસમાં શિફ્ટ થવા પર પણ ધનખડે કોઇ નિવેદન નહોંતુ આપ્યુ. રાજીનામું આપ્યા બાદ ધનખડ સીધા 12 સપ્ટેમ્બરે નજર આવ્યા. નવનિર્વાચિત ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણના શપથ ગ્રહણ કાર્યક્રમમાં. અહિંયા પણ તેઓ સ્વસ્થ જ જોવા મળી રહ્યા હતા, હવે તેમનું હેલ્થ અપડેટ સામે આવ્યુ છે. અભય ચૌટાલાએ ખુલાસો કર્યો છે કે જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યા બાદ ઘણા પરેશાન હતા. પરંતુ તે હવે સ્વસ્થ છે.

કેમ ખાલી કર્યુ હતુ સરકારી આવાસ?

અભય ચૌટાલાએ સ્વાસ્થ્ય પર વાત કરવા સિવાય કહ્યુ હતુ કે રાજીનામાં બાદ તેમને સરકારી આવાસમાં ગભરામણ થતી હતી. ધનખડે ચૌટાલાને કહ્યુ હતુ કે હવે આ ઘરમાં તેમને ગભરામણ થવા લાગી છે. તે હવે અહિંયા રહેવા નથી ઇચ્છતા. આ બાબત પર ચૌટાલાએ તેમને તેમના ફાર્મ હાઉસ પર રહેવાનો આગ્રહ કર્યો. ત્યાર બાદ ધનખડે દિલ્હીના છપરપુરમાં ચૌટાલાના ફાર્મ હાઉસમાં શિફ્ટ થઇ ગયા. જોકે, હવે તે પૂરી રીતે ફિટ થઇ ગયા છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન અભય ચૌટાલાએ આ વાતનો ખુલાસો કર્યો.

કેવા વિતી રહ્યા હતા દિવસો?

દિન ચર્યા વિશે વાત કરતા અભય ચૌટાલાએ જણાવ્યુ કે ધનખડ હાલ પૂરી રીતે સ્વસ્થ્ય છે. તે સવાર-સાંજ ટેનિસ રમીને પોતાનો સમય વિતાવી રહ્યા છે. આ સિવાય તે ફાર્મ હાઉસમાં બનેલા સ્વીમિંગ પુલમાં પણ સમય વિતાવી રહ્યા છે. 
  • Follow us on: