પેકેજ્ડ ફૂડના આગળના ભાગમાં મીઠું, ખાંડ, ચરબી અને કૃત્રિમ સ્વીટનર્સ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોય તો ષટ્કોણ લાલ ચેતવણી લેબલ મૂકવા પ્રસ્તાવ રજૂ કર્યો છે.
સુપ્રીમ કોર્ટનો ઠપકો
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે FSSAIએ સુપ્રીમ કોર્ટને જાણ કરી છે કે કેનેડિયન મોડેલ પર આધારિત લાલ ષટ્કોણ ચેતવણી લેબલ, ખાંડ, ચરબી અથવા મીઠાની વધુ માત્રા ધરાવતા પેકેજ્ડ ફૂડ ઉત્પાદનો માટે અપનાવવામાં આવશે. આ લેબલ પેકેજની ઉપર-ડાબી બાજુ મૂકવામાં આવશે. હવે કોઈપણ એક પોષક તત્વોની વધુ માત્રા માટે પણ ચેતવણી જારી કરવામાં આવશે. બિન-કેલરી સ્વીટનર્સ ધરાવતા ઉત્પાદનો માટે પણ એક ખાસ ચેતવણી પ્રસ્તાવિત છે.
વર્તમાન સ્થિતિ
સુપ્રીમ કોર્ટે FSSAI દ્વારા પ્રસ્તાવિત સમયમર્યાદાને અત્યંત ધીમી અને ગેરવાજબી ગણાવી છે. કોર્ટે કેસની સુનાવણી કરતી વખતે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે કોર્ટ પોતે જાહેર હિતમાં કડક સૂચનાઓ જારી કરશે. બીજી તરફ, ખાદ્ય ઉદ્યોગ સંગઠનોએ આ લાલ ચેતવણી ચિહ્ન સામે વાંધો ઉઠાવ્યો છે સઅને કહ્યું છે કે ગ્રાહકો શાકાહારી/માંસાહારી ઓળખ ચિહ્નોથી મૂંઝવણમાં મુકાઈ શકે છે.
ઠપકા બાદ લેવાયુ પગલું
FSSAI એ જણાવ્યું હતું કે, ડ્રાફ્ટ નિયમો ચાર મહિનામાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. ત્યારબાદ 365 દિવસનો વિવેકાધીન સમયગાળો આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટના ઠપકા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. કોર્ટે એક NGO દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર FSSAIની નિષ્ક્રિયતાની ટીકા કરી હતી. જેમાં બાળકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને તેને આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરવા કહ્યું હતું.
આ પણ વાંચોઃ
