ગંગા એક્સપ્રેસવે પર છેલ્લા કેટલાક દિવસોમાં સતત માર્ગ અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. આજે સવારે ફરી એક ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં લુધિયાણાથી હરદોઈ જઈ રહેલી એક ડબલ ડેકર બસ એક ઉભેલા ટ્રક સાથે જોરદાર અથડાઈ ગઈ. આ અકસ્માતમાં લગભગ 30થી 35 મુસાફરો ઘાયલ થયા છે. હાલમાં તમામ ઘાયલોને તાત્કાલિક સંભલ જિલ્લાના બહુજોઈ સીએચસીમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. ગંભીર રીતે ઘાયલ થયેલા દર્દીઓને વધુ સારવાર માટે બદાયૂં જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે.
અકસ્માત બાદ સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો
સ્થાનિક માહિતી મુજબ કેટલાક ઘાયલોની હાલત નાજુક હોવાનું જણાવવામાં આવ્યું છે અને હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ તેમની સારવારમાં લાગેલી છે. અકસ્માત બાદ સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ અને રાહત ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત, ગંગા એક્સપ્રેસવે પર અગાઉ પણ બે અલગ-અલગ ઘટનાઓ બની ચૂકી છે.
