છેલ્લા બે દિવસથી સોના ચાંદીના ભાવમાં ઘટાડો થઇ રહ્યો હતો. પરંતુ 12 જૂને સોના ચાંદીના ભાવમાં ચમક જોવા મળી છે. યુએસ ડોલરની ચાલ, વ્યાજ દરના વલણો, વૈશ્વિક તણાવ અને રોકાણકારોની માંગ સોના અને ચાંદીના ભાવને સીધી અસર કરે છે. બુલિયન બજારમાં તાજેતરની અસ્થિરતા મધ્ય પૂર્વમાં તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટને કારણે પણ થઈ છે.
12 જૂને શું છે સોના ચાંદીના ભાવ
વૈશ્વિક ફુગાવો, વ્યાજ દરમાં વધારાની સંભાવના અને મધ્ય પૂર્વના તણાવને કારણે બુલિયન બજાર દબાણ હેઠળ છે. જોકે, ભાવ હવે થોડો સુધારો દર્શાવે છે. અહેવાલો અનુસાર, ભારતમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1.50 લાખથી ₹1.60 લાખની આસપાસ ટ્રેન્ડિંગમાં છે. દરમિયાન, 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1.35 લાખથી ₹1.45 લાખની આસપાસ છે. ચાંદી પ્રતિ કિલો ₹2.3 લાખથી ₹2.5 લાખની આસપાસ ટ્રેડિંગ કરી રહી છે.










