કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ અઠવાડિયામાં વિશ્વની કેટલીક અગ્રણી ટેકનોલોજી કંપનીઓ સામે વિવિધ મુદ્દાઓને લઈને કડક કાર્યવાહી હાથ ધરી છે. NEET-UGની પુનઃપરીક્ષા દરમિયાન ટેલીગ્રામને થોડા સમય માટે બ્લોક કરવામાં આવ્યું હતું તેમજ પ્લેટફોર્મ પર પહેલેથી કરવામાં આવેલી પોસ્ટમાં ફેરફાર કરવાની સુવિધા પણ અસ્થાયી રીતે બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

સરકારે ફીચર્સ અંગે પણ સ્પષ્ટતા માગી

આ ઉપરાંત Metaને WhatsApp પર Username સુવિધા શરૂ ન કરવાની સૂચના આપવામાં આવી છે. સરકારે Signal અને Telegram પાસેથી તેમના anonymity સંબંધિત ફીચર્સ અંગે પણ સ્પષ્ટતા માગી છે. બીજી તરફ, માહિતી અને પ્રસારણ મંત્રાલયે Telegramને એન્ટી-પાયરેસી મુદ્દે અલગથી નોટિસ પાઠવી છે. Meta સામે પણ Instagram પર બાળકો સાથે સંબંધિત અશ્લીલ કન્ટેન્ટ ધરાવતી જાહેરાતો પ્રસારિત કરવાના આરોપોને લઈને તપાસ ચાલી રહી છે.

જાહેર હિત સાથે જોડાયેલી ચિંતાઓ જવાબદાર 

મળતી માહિતી મુજબ ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY)ના સચિવ એસ. કૃષ્ણને જણાવ્યું કે સરકારની ચિંતાઓ કોઈ એકલદોકલ ઘટના સાથે નહીં પરંતુ પ્લેટફોર્મના માળખાકીય ડિઝાઈન સાથે જોડાયેલી છે. WhatsAppના Username ફીચર અંગે તેમણે જણાવ્યું કે તે ઓળખના દુરુપયોગ, ખોટી ઓળખ બનાવી છેતરપિંડી (Impersonation) અને Identity Spoofing જેવા સાયબર ગુનાઓને પ્રોત્સાહન આપી શકે છે.

તેમણે જણાવ્યું કે સરકારે WhatsApp પાસે આ સુવિધાની જરૂરિયાત અને તેના સુરક્ષા પાસાઓ અંગે સ્પષ્ટતા માગી છે. સાથે જ અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સ પાસેથી પણ સમાન મુદ્દાઓ પર જવાબ માગવામાં આવ્યો છે. સરકાર દ્વારા લેવામાં આવેલા દરેક પગલાં પાછળ અલગ-અલગ નિયમનકારી અને જાહેર હિત સાથે જોડાયેલી ચિંતાઓ જવાબદાર છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ સાયબર સુરક્ષા મજબૂત બનાવવાનો, ડિજિટલ છેતરપિંડી રોકવાની અને ઑનલાઇન પ્લેટફોર્મ્સને વધુ જવાબદાર બનાવવાનો છે.

આ પણ વાંચો : Arunachal: આ 3 ભૂલકાંઓએ તો ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી, આ સોન્ગ ગાઇને મચાવ્યો તહેલકો, VIDEO