ગ્રેટર નોઈડામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક જ પરિવારના પાંચ સભ્યો માતા-પિતા અને તેમના ત્રણ બાળકો શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામ્યા છે. પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે અને પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘરની આસપાસ ગ્રામજનોની ભીડ એકઠી થઈ ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ફૂડ પોઈઝનિંગનો મામલો હોય તેમ જણાય છે, જોકે હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી.


નોઈડા પોલીસે શું કહ્યું?

નોઈડા પોલીસે જણાવ્યું કે, "17 ઓક્ટોબરે રાબુપુરા પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે નાગલા શ્રી પદમ ગામમાં રહેતા એક પરિવારના પાંચ સભ્યોના મૃત્યુ થયા છે. મૃતકોમાં 17 વર્ષીય મહેશ, 35 વર્ષીય લલિતા, 11 વર્ષીય લાડુ, 7 વર્ષીય મિષ્ટી અને ૩ વર્ષીય સાક્ષાતનો સમાવેશ થાય છે. માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ, વરિષ્ઠ અધિકારીઓ, એમ્બ્યુલન્સ અને ફૂડ સેફ્ટી વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફિલ્ડ યુનિટ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળની ઝીણવટભરી તપાસ કરી રહી છે અને વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરી રહી છે. મૃતદેહો અંગેની જરૂરી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી રહી છે અને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી રહ્યા છે."


અહેવાલો અનુસાર, આ ઘટના નાગલા શ્રી ગોપાલ ગામમાં બની છે, જે રાબુપુરા પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં આવે છે. દંપતી અને તેમના ત્રણ સગીર બાળકો રાત્રિભોજન કર્યા બાદ સૂઈ ગયા હતા. સવારે જ્યારે પરિવારના સભ્યો જાગ્યા નહીં, ત્યારે ચિંતા ઊભી થઈ. તપાસ કરતા, પરિવારના પાંચેય સભ્યોના મૃતદેહ તેમના પલંગ પર મળી આવ્યા હતા.


પ્રાથમિક દ્રષ્ટિએ, આ ફૂડ પોઈઝનિંગનો મામલો હોય તેમ લાગે છે. સ્થાનિક રહેવાસીઓ અને મૃતક મહેશની માતાના જણાવ્યા અનુસાર, પરિવારે આગલી રાત્રે નૂડલ્સ ખાધા હતા. મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય વૈજ્ઞાનિક તપાસના પરિણામોના આધારે આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો: Crime News: પહેલા દીકરીને મોકલી ભારત... પછી અમેરિકામાં પતિએ પત્નીને છરીના ઘા ઝીંક્યા, પત્નીના અન્ય પુરૂષ સાથે હતા આડા સંબંધ