શું તમે પણ દિલ્હી અથવા અન્ય કોઇ રાજ્યના શહેરોમાં રહો છો અને ડિસેમ્બરમાં ઉત્તરાખંડની સુંદરતા જોવાનો પણ પ્લાન બનાવી રહ્યા છો તો આ સમાચાર આપના માટે, હકીકતમાં December 2025થી ઉત્તરાખંડમાં પ્રવેશ કરવા વાળા બીજા રાજ્યના વાહનોને ગ્રીન સેસ આપવી પડશે. રાજ્ય સરકાર દ્વારા આ સંબંધમાં આદેશ જાહેર કરી દીધો છે અને તેમાં સ્પષ્ટ પણ કહેવામાં આવ્યુ છે કે બહારી વાહનોએ રાજ્યમાં એન્ટ્રી પર ગ્રીન સેસ અનિવાર્ય હશે.
FasTag દ્વારા કપાશે ગ્રીન સેસ
મળતી માહિતી પ્રમાણે ડિસેમ્બર 2025થી ઉત્તરાખંડમાં પ્રવેશ કરતા જ અન્ય રાજ્યોના વાહનોમાંથી ગ્રીન સેસ વસૂલ થશે. વાહનોમાં લગાવેલા FASTag દ્વારા આ રકમ આપમેળે કાપી લેવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવા માટે રાજ્યની સીમાઓ પર 16 સ્થળોએ Automated Number Plate Recognition (ANPR) કેમેરા લગાવવામાં આવ્યા છે.
સરકારી ખજાનામાં આવશે આટલા પૈસા
ઉત્તરાખંડ સરકારનો અંદાજ છે કે આ ગ્રીન સેસ દ્વારા દર વર્ષે આશરે ₹100થી ₹150 કરોડ સુધીની આવક મળશે.આ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવા માટે પરિવહન વિભાગે એક ખાનગી કંપની સાથે કરાર કર્યો છે.
ANPR કેમેરા ગઢવાલ અને કુમાઉં મંડળની સીમાઓ પર લગાવવામાં આવ્યા છે. જેમાં કુલ્હાલ, આશારોડી, નરસન, ચિડિયાપુર, ખટીમા, કાશીપુર, જસપુર અને રુદ્રપુર જેવા મુખ્ય બોર્ડર પોઇન્ટ્સ સામેલ છે.
આ વાહનો પર નહી લાગે સેસ
જ્યાં સરકારી આદેશમાં બહારના રાજ્યોના વાહનો પર ગ્રીન સેસ લગાડવાની માહિતી સાથે કેટલાક વાહનોને છૂટછાટ પણ આપવામાં આવી છે.જેમ કે, બે પૈડાં વાળાં વાહનો, ઇલેક્ટ્રિક અને CNG વાહનો, સરકારી વાહનો, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ, સાથે જ, જો કોઈ વાહન 24 કલાકની અંદર ફરી રાજ્યમાં પ્રવેશે, તો તેને ફરી ગ્રીન સેસ ચૂકવવો નહીં પડે. પરિવહન વિભાગ અનુસાર ગ્રીન સેસથી એકત્ર થનારી રકમનો ઉપયોગ હવા પ્રદૂષણ નિયંત્રણ, રસ્તા સુરક્ષા સુધારણા અને શહેરી પરિવહન વિકાસ માટે કરવામાં આવશે.
વાહનો મુજબ નક્કી કરાયા દર
કાર: ₹80 પ્રતિ દિવસ, ડિલિવરી વાન: ₹250 પ્રતિ દિવસ, ભારે વાહનો: ₹120 પ્રતિ દિવસ, બસ: ₹140 પ્રતિ દિવસ, ટ્રક: તેના કદ પ્રમાણે ₹140 થી ₹700 પ્રતિ દિવસનો સેસ વસૂલ કરાશે