ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નદીઓ અને ડેમ છલકાઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને અમદાવાદ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. અનેક ગામડાઓ સંપર્કવિહોણા બન્યા છે અને ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થયું છે. રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમોને રાહત અને બચાવ કાર્ય માટે તૈનાત કરવામાં આવી છે.

https://x.com/sandeshnews/status/2080525168041169039

જમ્મુ-કાશ્મીરમાં નદીઓ ભયજનક સપાટી પર 

જમ્મુ-કાશ્મીરમાં પણ ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અહીં છેલ્લા પાંચ દિવસમાં 32 લોકોનાં મોત થયા છે. જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદે ભારે તબાહી મચાવી છે, જ્યારે વૈષ્ણો દેવી દર્શન માટે આવેલા હજારો શ્રદ્ધાળુઓ રસ્તામાં ફસાઈ ગયા છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ નોંધાઈ છે, જેના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. નદીઓમાં જળસ્તર ભયજનક સપાટી વટાવી ગયું છે, જેના કારણે નદી કિનારે આવેલા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.  ભારે વરસાદને કારણે પરિસ્થિતિ બગડી રહી છે. અધિકારીઓ પહેલેથી જ એલર્ટ પર છે. અનંતનાગમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ઝેલમ નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. અધિકારીઓએ સમગ્ર વિસ્તારમાં એલર્ટ જાહેર કરી દીધું છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

https://x.com/ANI/status/2080152353928565207


ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થવાથી યાત્રાળુઓ અટવાયા 

ઉત્તરાખંડમાં પણ ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અલકનંદા અને મંદાકિની નદીઓના જળસ્તરમાં વધારો થયો છે અને બંને નદીઓનું જળસ્તર હવે ખતરાના નિશાનની ખૂબ નજીક પહોંચી ગયું છે. ચારધામ યાત્રાના માર્ગો પર ભૂસ્ખલન થવાથી યાત્રાળુઓ અટવાયા છે. રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 29 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિજ્ઞાન કેન્દ્રે આજે ઉત્તરાખંડના દેહરાદૂન, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર, પિથોરાગઢ અને નૈનીતાલ સહિતના 6 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

car rain

મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં હાહાકાર 

મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકલ ટ્રેન સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. રાજ્યના કોંકણ અને પશ્ચિમ મહારાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદે હાહાકાર મચાવ્યો છે. નદીઓમાં પૂર આવવાથી ખેતી અને રહેણાંક વિસ્તારોને નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. વરસાદના કારણે પવના ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 95% સુધી ભરાઈ ગયો છે.

https://publish.x.com/?url=https://x.com/PTI_News/status/2080488464219595104#


આ ચારેય રાજ્યોમાં હવામાન વિભાગે આગામી 24 કલાકમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા છે. વહીવટીતંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને અનાવશ્યક મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.