દેશ અને દુનિયામાં 04 ઓગસ્ટનો દિવસ અનેક મહત્વપૂર્ણ રાજકીય, સામાજિક અને રમતગમતની ઘટનાઓથી ભરેલો રહેશે. આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, ભાજપની બેઠક, રાજ્યોમાં વરસાદની ચેતવણી, યોગી સરકારનું બજેટ, અરવિંદ કેજરીવાલની માર્ચ સહિતની ઘટનાઓ બનશે
નિપુણ ગુજરાત અભિયાનની શરૂઆત
નિપુણ ગુજરાત અભિયાનની આવતી કાલથી ગુજરાતમાં શરૂઆત થઈ રહી છે.આ અભિયાન અંતર્ગત બાલવાટિકાથી ધોરણ ૫ સુધીના સરકારી શાળામાં ભણતાં તમામ બાળકોનો બેઝ લાઈન સર્વે હાથ ધરવામાં આવશે.
વરસાદી વિરામ વચ્ચે વેધર વોચ ગ્રુપની બેઠક
રાજ્યમાં ત્રણથી ચાર દિવસ સુધી વરસાદનો વિરામ હોવાની હવામાન વિભાગની આગાહી છે. આ વચ્ચે રાજ્યમાં વેધર વોચ ગ્રુપની હાઇ લેવલ બેઠક સાંજે 4 વાગ્યે યોજાશે જેમાં વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. રાજ્યની પરિસ્થિતિ તથા બચાવ કામગીરી સહિતની બાબતો પર ચર્ચા આ બેઠકમાં થશે.
રાજ્ય સરકાર હાઈકોર્ટમાં જવાબ રજૂ કરશે
અમદાવાદ શહેરમાં રોડ રસ્તા ટ્રાફિક અને રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો અરજી પર રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવશે
બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી
બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની આવતીકાલે ચૂંટણી યોજાશે.ભાજપ દ્વારા મેન્ડેટ મોકલવામાં આવશે. જો અગાઉ ભાજપે મોકલેલ મેન્ડેટ નો વિરોધ થયો હતો તેમ ન થાય તો સર્વ સંમતિ થી ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટાશે નહિ તો 13 ડિરેકટરો આંતરિક મત આપી નક્કી કરશે જેનાથી વિવાદ થવાની શક્યતા
તમામ કેન્દ્રીય વિદ્યાલયનો કલા ઉત્સવ યોજાશે
સાબરકાંઠાના હિંમતનગરમાં આવતીકાલે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યની તમામ કેન્દ્રીય વિદ્યાલયનો કલા ઉત્સવ યોજાશે તેમજ વિવિધ રમતોનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાંથી પ્રથમ ક્રમાંકિત રમતવીરો સહિત અન્ય કલા સંગીત માં નંબર મેળવનાર રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે.
આવતીકાલે NDAના સંસદીય દળની બેઠક
આવતીકાલે NDAના સંસદીય દળની બેઠક યોજાશે જેને વડાપ્રધાન સંબોધિત કરશે. આ બેઠક સવારે 9.30 વાગ્યે સંસદના બાલયોગી ભવન ખાતે યોજાશે.
E20ના મુદ્દાને લઈને અરવિંદ કેજરીવાલની માર્ચ
આવતીકાલે E20ના મુદ્દાને લઈને અરવિંદ કેજરીવાલની માર્ચ. કેજરીવાલ બપોરે 12 વાગ્યે વડાપ્રધાન આવાસ પર જઈને પોતાનો વિરોધ નોંધાવશે.આ માર્ચમાં 100 લોકોનું પ્રતિનિધિમંડળ સામેલ થશે.
આસારામની વચગાળાની જામીન અરજી પર સુનાવણી
સુપ્રીમ કોર્ટ 4 ઓગસ્ટે જાતીય સતામણીના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામની વચગાળાની જામીન અરજી પર સુનાવણી કરશે.આ પહેલાં અદાલતે AIIMS ને મેડિકલ બોર્ડની રચના કરીને આસારામની આરોગ્ય તપાસ કરી રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.
યોગી સરકાર બજેટ રજૂ કરશે
યોગી સરકાર 4 ઓગસ્ટે આ વર્ષનું પ્રથમ અતિરિક્ત (સપ્લીમેન્ટરી) બજેટ રજૂ કરશે, જેમાં લોકપ્રિય યોજનાઓ અને પ્રોજેક્ટો તથા નવા એક્સપ્રેસ-વેને વેગ આપવા પર ભાર મૂકવામાં આવશે.
સુપ્રીમ કોર્ટમાં ગેરકાયદેસર ઇમારતો પર કાર્યવાહીને લઈને સુનાવણી
આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં ગેરકાયદેસર અને અસુરક્ષિત ઇમારતો પર કાર્યવાહીને લઈને સુનાવણી હાથ ધરાશે.પૂર્વ સુનાવણીમાં કોર્ટે દિલ્હી, ગુરુગ્રામ, લખનૌ, પટના અને તમિળનાડુના મહાનગરપાલિકાના અધિકારીઓને કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા.
ઐતિહાસિક ઘટનાઓ
1914 (પ્રથમ વિશ્વયુદ્ધ): પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટને જર્મની સામે યુદ્ધની ઘોષણા કરી હતી અને યુનાઇટેડ સ્ટેટ્સે (USA) તટસ્થ રહેવાની જાહેરાત કરી હતી.
1947(પરમાણુ ઉર્જા): ભારતના પ્રથમ પરમાણુ રિએક્ટર 'અપ્સરા'એ કામ કરવાનું શરૂ કર્યું હતું.
1944 (બીજું વિશ્વયુદ્ધ): બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પ્રખ્યાત ડાયરી લેખિકા એના ફ્રેન્ક અને તેના પરિવારને નાઝી ગુપ્ત પોલીસે એમ્સ્ટરડમથી પકડી પાડ્યા હતા.
2007 (અંતરીક્ષ મિશન): નાસાએ મંગળ ગ્રહના રહસ્યો શોધવા માટે પોતાનું સ્પેસક્રાફ્ટ 'ફિનિક્સ' (Phoenix) લોન્ચ કર્યું હતું.
હસ્તીઓનો જન્મ અને મૃત્યુ
1792: પ્રખ્યાત અંગ્રેજી કવિ પર્સી બાઇશી શેલી (Percy Bysshe Shelley) નો જન્મ થયો હતો.
1929: ભારતીય સિનેમાના મહાન ગાયક, અભિનેતા અને સંગીતકાર કિશોર કુમાર નો જન્મ થયો હતો.
1961: યુનાઇટેડ સ્ટેટ્સના ૪૪મા રાષ્ટ્રપતિ અને નોબેલ પુરસ્કાર વિજેતા બરાક ઓબામા નો જન્મ થયો હતો.
1875: બાળકોની પ્રખ્યાત વાર્તાઓના લેખક હેન્સ ક્રિશ્ચિયન એન્ડરસન (Hans Christian Andersen) નું નિધન થયું હતું.
2006: ભારતીય સિનેમાના પ્રખ્યાત નૃત્ય નિર્દેશક (કોરિયોગ્રાફર) નંદીપાલ સિંહ (જીવણ) નું અવસાન થયું હતું.
