10 ઓગસ્ટનો દિવસ દેશ-વિદેશમાં રાજકીય, આર્થિક, ખેલકૂદ અને પર્યાવરણીય ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓથી ભરેલો રહેશે. રાષ્ટ્રીય સ્તરે ભારતીય સંસદના ચોમાસુ સત્રના અંતિમ સપ્તાહમાં સંસદીય હોબાળો જોવા મળી શકે છે, જ્યાં વિપક્ષી કોંગ્રેસે તેના સાંસદો માટે વ્હીપ જારી કર્યો છે અને સત્ર દરમિયાન મહત્વપૂર્ણ FCRA સુધારા બિલ રજૂ થવાની શક્યતા છે. રાજકીય ક્ષેત્રે શરદ પવાર જૂથના 8 સાંસદો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહારાષ્ટ્રના વિકાસ કાર્યો અંગે મુલાકાત કરશે, જ્યારે રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે યુપી ચૂંટણી વ્યૂહરચના અંગે વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાશે.

સંસદના ચોમાસુ સત્રનો અંતિમ સપ્તાહ અને FCRA બિલ  

સંસદના ચોમાસુ સત્રના અંતિમ સપ્તાહમાં બંને ગૃહમાં ભારે હોબાળાના એંધાણ છે. કોંગ્રેસે તેના સાંસદો માટે 10 થી 12 ઓગસ્ટ સુધી વ્હીપ જાહેર કર્યો છે. જ્યારે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં મહત્વપૂર્ણ FCRA સુધારા બિલ 2026 રજૂ થાય તેવી શક્યતા છે.  

રાંચીમાં વિદ્યાર્થીઓનો વિધાનસભા માર્ચ  

ઝારખંડના રાંચીમાં વિવિધ માંગણીઓને લઈને વિદ્યાર્થીઓ વિધાનસભા તરફ માર્ચ યોજશે. 10 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યા પહેલા જૂની વિધાનસભા પાસે એકઠા થયા બાદ તમામ છાત્રો એકસાથે નવી વિધાનસભા ભવન તરફ પદયાત્રા કરશે.  

શરદ પવાર જૂથના સાંસદોની પીએમ મોદી સાથે બેઠક  

શરદ પવાર જૂથના તમામ 8 સાંસદો 10 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં મહારાષ્ટ્રના વિકાસ કાર્યો અને રાજ્યના પડતર પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા થવાની શક્યતા છે.  

રામમંદિર ચઢાવો ચોરી કેસમાં સુનાવણી  

અયોધ્યા રામમંદિરમાં ચઢાવાની ચોરીના 8 આરોપીઓ સામે 10 ઓગસ્ટના રોજ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. અગાઉની તારીખમાં તમામ આરોપીઓની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ માટે વધારવામાં આવી હતી.  

સીએમ યોગી આદિત્યનાથ દ્વારા કાવડયાત્રાળુઓ પર પુષ્પવર્ષા  

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પવિત્ર શ્રાવણ માસની કાવડ યાત્રા દરમિયાન 10 ઓગસ્ટના રોજ ગાઝિયાબાદની મુલાકાત લેશે. તેઓ હેલિકોપ્ટરથી શિવભક્ત કાવડિયાઓ પર પુષ્પવર્ષા કરશે, જેના માટે પ્રશાસને બે સ્થળો નક્કી કર્યા છે.  

જમ્મુ-કાશ્મીરમાં વસ્તી વિષયક ફેરફારો પર કેન્દ્રની નજર  

જમ્મુ-કાશ્મીરમાં બદલાતા જનસાંખ્યિકીય સ્વરૂપ અને ગેરકાયદે ઘૂસણખોરી અંગે કેન્દ્ર સરકારે તિલસ તપાસ શરૂ કરી છે. આ સંદર્ભે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિ 10 થી 12 ઓગસ્ટ દરમિયાન જમ્મુ વિભાગના 3 દિવસીય પ્રવાસે રહેશે.

યુપી વિધાનસભા ચૂંટણી અંગે રાહુલ ગાંધીની મહત્વની બેઠક  

દિલ્હીમાં રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં 10 ઓગસ્ટના રોજ ઉત્તર પ્રદેશના વરિષ્ઠ પદાધિકારીઓ અને કેન્દ્રીય નિરીક્ષકો સાથે સમીક્ષા બેઠક યોજાશે. જેમાં આગામી ચૂંટણી વ્યૂહરચના અને સંગઠનાત્મક ફેરફારો અંગે મંથન થશે.

નેપાળના પીએમ બાલેન્દ્ર શાહ દ્વિપક્ષીય બેઠકો કરશે  

સત્તા સંભાળ્યાના 100 દિવસથી વધુ સમય બાદ નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ ‘બાલેન’ 10 ઓગસ્ટના રોજ ભારતીય અને ચીની રાજદૂતો સાથે અલગ-અલગ દ્વિપક્ષીય મુલાકાતો કરી સંબંધો સુધારવા અંગે ચર્ચા કરશે. 

મોલબાયો ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડનો IPO ખુલશે  

મોલબાયો ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડનો આઈપીઓ 10 ઓગસ્ટના રોજ રોકાણકારો માટે ખુલશે. આ ઈશ્યુની પ્રાઇસ બેન્ડ રૂ. 768 થી રૂ. 807 નક્કી કરાઈ છે અને રોકાણકારો 12 ઓગસ્ટ સુધી બિડિંગ કરી શકશે.  

રાષ્ટ્રપતિ મુર્મુની તિમોર-લેસ્ટેની મુલાકાત  

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 10મી ઓગસ્ટે તિમોર-લેસ્ટેના પ્રવાસે જશે. જ્યાં તેઓ રાષ્ટ્રપતિ જોસ રામોસ-હોર્ટા સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે.  

ભારત-અમેરિકા વચ્ચે કૌચિનમાં 8મી દ્વિપક્ષીય EOD યુદ્ધાભ્યાસ શરૂ થશે

ભારતીય નૌકાદળ અને યુ.એસ. નેવી દ્વારા 10 થી 14 ઓગસ્ટ દરમિયાન કોચી સ્થિત સધર્ન નેવલ કમાન્ડ ખાતે 8મો દ્વિપક્ષીય એક્સપ્લોસિવ ઓર્ડનન્સ ડિસ્પોઝલ યુદ્ધાભ્યાસ 2026 યોજાઈ રહ્યો છે. પાંચ દિવસ સુધી ચાલનારી આ સંયુક્ત કવાયતમાં સ્પેશિયાલિસ્ટ ડાઇવિંગ કામગીરી, તકનીકી આદાન-પ્રદાન અને દરિયાઈ જોખમો સામે વ્યૂહાત્મક તાલમેલ મજબૂત કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

વિશ્વ સિંહ દિવસ

દર વર્ષે 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવે છે. વનરાજા સિંહના સંરક્ષણ અને જાગૃતિ માટે વર્ષ ૨૦૧૩થી આ દિવસ ઉજવાય છે. એશિયાટીક સિંહ માટે સમગ્ર વિશ્વમાં ગુજરાતનું ગીર જંગલ એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે.  

વર્લ્ડ બાયોફ્યુઅલ ડે

અશ્મિભૂત ઇંધણના વિકલ્પ તરીકે બિન-અશ્મિભૂત ઇંધણના મહત્વને પ્રોત્સાહન આપવા 10 ઓગસ્ટે વિશ્વ જૈવ ઇંધણ દિવસ મનાવાય છે. વર્ષ 1897માં રૂડોલ્ફ ડીઝલે સૌપ્રથમ વેજિટેબલ ઓઇલથી એન્જિન ચલાવવાનો પ્રયોગ કર્યો હતો.  

યુરોપિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2026

યુકેના બર્મિંગહામ ખાતે 10 ઓગસ્ટ 2026થી પ્રતિષ્ઠિત ટ્રેક અને ફિલ્ડ રમતગમત સ્પર્ધા 'યુરોપિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ'નો સત્તાવાર પ્રારંભ થશે, જે 16 ઓગસ્ટ સુધી રમાશે.  

10 ઓગસ્ટની ઐતિહાસિક ઘટનાઓ

  • 1519 - ફર્ડિનાન્ડ મેગેલનના પાંચ જહાજો વિશ્વની પ્રથમ પરિક્રમા કરવા સેવિલેથી રવાના થયા.  
  • 1741 - ત્રાવણકોરના રાજા માર્થાંડા વર્માએ કોલાચેલના યુદ્ધમાં ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને હરાવી ભારતમાં ડચ શાસનનો અંત આણ્યો.  
  • 1792 - ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન ટ્યુઇલરીઝ પેલેસ પર હુમલો કરી રાજા લુઇસ XVI ની ધરપકડ કરવામાં આવી.  
  • 1999 - ચેચન્યામાં ઇસ્લામિક જૂથો દ્વારા દાગેસ્તાનને સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યું.  
  • 2000 - શ્રીલંકાના વડાપ્રધાન પદેથી સિરીમાવો બંદરનાઈકેનું રાજીનામું, આર. વિક્રમનાયકે નવા વડાપ્રધાન બન્યા.  
  • 2001 - અમેરિકન મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને રશિયાનું શરતી સમર્થન મળ્યું.  
  • 2004 - સંયુક્ત રાષ્ટ્ર અને સુદાન વચ્ચે ડાર્ફુર એક્શન પ્લાન પર હસ્તાક્ષર થયા.  
  • 2006 - શ્રીલંકામાં તમિલ વિદ્રોહીઓ પર લશ્કરી કાર્યવાહીમાં 50 નાગરિકોના મોત થયા.  
  • 2008 - અમરનાથ જમીન વિવાદના ઉકેલ માટે સર્વપક્ષીય બેઠકમાં 
  • 2005 - હાઈકોર્ટ આદેશને અમલી બનાવવા સંમતિ બની અને ચેન્નાઈની લેબમાં એઈડ્સ વિરોધી રસીનું સફળ પરીક્ષણ થયું.

10 ઓગસ્ટના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ  

  • 1860 - વિષ્ણુનારાયણ ભાતખંડે - હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના મહાન વિદ્વાન.  
  • 1894 - વી. વી. ગિરી (વરાહગિરી વેંકટ ગિરી) - ભારતના ચોથા રાષ્ટ્રપતિ.  
  • 1916 - પ્રેમ અદીબ - જાણીતા ભારતીય અભિનેતા.  
  • 1963 - ફૂલન દેવી - પૂર્વ મહિલા ડાકુ અને સાંસદ.  
  • 1975 - હેમંત સોરેન - ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના નેતા અને ઝારખંડના મુખ્યમંત્રી.  
  • 1986 - સૌરવ ઘોષાલ - ભારતના અગ્રણી સ્ક્વોશ ખેલાડી.

10 ઓગસ્ટના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

  • 1968 - રાવજી પટેલ - ગુજરાતી ભાષાના આધુનિક યુગના પ્રતિભાશાળી કવિ અને નવલકથાકાર.  
  • 1977 - શ્યામલાલ ગુપ્તા - ભારતીય રાષ્ટ્રધ્વજ ગીત 'વિજયી વિશ્વ તિરંગા પ્યારા'ના રચનાકાર.  
  • 1980 - સરસ્વતી દેવી - ભારતના પ્રથમ મહિલા સંગીતકાર.  
  • 1986 - અરુણ કુમાર શ્રીધર વૈદ્ય - ભારતીય સેનાના 13મા આર્મી ચીફ.  
  • 1995 - હરિશંકર પરસાઈ - હિન્દી સાહિત્યના પ્રખ્યાત લેખક અને વ્યંગકાર.  
  • 2018 - અનંત બજાજ - બજાજ ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડના ભૂતપૂર્વ ડિરેક્ટર.  
  • 2021 - બાલાજી તાંબે - ભારતના પ્રખ્યાત આયુર્વેદાચાર્ય અને આધ્યાત્મિક ગુરુ


આ પણ વાંચો - 9 ઓગસ્ટના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર