આવતીકાલે 20 નવેમ્બરે અકવાન વાવાઝોડું ત્રાટકશે, ગુજરાતના મુખ્યમંત્રીનો દાહોદ પ્રવાસનો ત્રીજો દિવસ, બુલેટ ટ્રેન માટે વીજ પુરવઠો શરૂ થશે સહિતની ઘટનાઓ ચર્ચામાં રહેશે
વાવાઝોડું અક્વાન આવતીકાલે દરિયાકાંઠે ત્રાટકશે
બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું અક્વાન આવતીકાલે દરિયાકાંઠે ત્રાટકશે. તેની ગતિ 110 કિમી/કલાક સુધી પહોંચી શકે છે.આંધ્રપ્રદેશ અને ઓડિશા વચ્ચે ગોપાલપુર નજીક લેન્ડફોલ થવાની સંભાવના છે.આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ૨૧ સેમી સુધી વરસાદ પડી શકે છે.બંગાળ પણ પ્રભાવિત થશે.IMD એ ચેતવણી જારી કરી છે.
મુખ્યમંત્રીનો દાહોદ પ્રવાસનો ત્રીજો દિવસ
આવતીકાલે મુખ્યમંત્રીનો દાહોદ પ્રવાસનો ત્રીજો દિવસ છે. મુખ્યમંત્રી આદિવાસીઓના ઘરે મુલાકાત કરશે અન્ય સમાજના લોકો સાથે મુલાકાત કરશે વેપારીઓ અને મહિલાઓ સાથે સંવાદ કરશે. બપોરે આદિવાસીના ઘરે ભોજન લેશે, સાધુ-સંતો સાથે મુલાકાત કરશે, અંદાજે બપોરે 4 વાગ્યે દાહોદથી રવાના થશે.
SCOનો પ્રથમ સભ્યતાગત સંવાદ ફોરમ
આવતીકાલથી દિલ્હીમાં SCOનો પ્રથમ સભ્યતાગત સંવાદ ફોરમ શરૂ થઈ રહ્યો છે.પીએમ મોદી સાંજે 5:30 વાગ્યે તેનું ઉદ્ઘાટન કરશે.પુરાના કિલ્લામાં 20 થી 22 નવેમ્બર સુધી આ સંમેલન ચાલશે.પાકિસ્તાનના જળવાયુ પરિવર્તન મંત્રી ડૉ.મુસાદિક મસૂદ મલિક પણ તેમાં હાજરી આપશે.આ દરમિયાન પીએમ મોદીનું સંબોધન પણ થશે.તેનો ઉદ્દેશ્ય સભ્યતાગત વારસાને પ્રદર્શિત કરવાનો,પરસ્પર સંબંધોને મજબૂત કરવાનો તથા વિવિધ દેશોના વિદ્વાનો,શિક્ષણવિદો અને સાંસ્કૃતિક પ્રતિનિધિઓ વચ્ચે સંવાદને પ્રોત્સાહન આપવાનો છે.
બુલેટ ટ્રેન માટે વીજ પુરવઠો શરૂ થશે
આવતીકાલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ખાસ દિવસ છે.ગુજરાતના સુરત-બિલીમોરા વચ્ચે 25,000 વોલ્ટ વીજ પુરવઠો શરૂ થશે.લગભગ 50 કિલોમીટર સુધી વીજળીનું સંચાલન રહેશે.આનાથી આ રૂટ પર ટ્રાયલ રનની તૈયારીઓને વેગ મળશે.NHSRCL દ્વારા સુરક્ષા ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઓવરહેડ તારમાં સતત કરંટ રહેશે. સ્થાનિક લોકો, મુસાફરો અને બાંધકામ કાર્યમાં રોકાયેલા શ્રમિકોને તારની નજીક ન જવા, તેને ન અડવા અને અનધિકૃત કામ ન કરવાની કડક સલાહ આપવામાં આવી છે.
પ્રથમ સ્વદેશી બર્ડ ફ્લૂ વેક્સિન લોન્ચ થશે
આવતીકાલે દેશની પ્રથમ સ્વદેશી બર્ડ ફ્લૂ વેક્સિન લોન્ચ થશે. કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તેને રાષ્ટ્રને સમર્પિત કરશે. ભોપાલના ICAR-NIHSAD ખાતે તેનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાશે. દેશની પ્રથમ સ્વદેશી H5N1 બર્ડ ફ્લૂ વેક્સિનથી મરઘીઓને સુરક્ષા અને પોલ્ટ્રી ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી રાહત મળવાની અપેક્ષા છે.
એન્ટી-ટેરર કોન્ફરન્સનો અંતિમ દિવસ
આવતીકાલે દિલ્હીમાં ચાલી રહેલી એન્ટી-ટેરર કોન્ફરન્સનો અંતિમ દિવસ છે.સરહદ પારના આતંકવાદ પર મંથન ચાલી રહ્યું છે.કોન્ફરન્સના સમાપન બાદ NIA ની મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાશે.સાંજે 6:15 વાગ્યે DRDO ખાતે આ પ્રેસ કોન્ફરન્સ થશે. NIA, ATS, IB અને પોલીસ અધિકારીઓ આ બેઠકમાં મંથન કરી રહ્યા છે.પ્રથમ દિવસે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મંથન થયું હતું.
અમિત શાહ બે દિવસીય અરુણાચલ પ્રદેશના પ્રવાસે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 20 નવેમ્બરથી બે દિવસીય અરુણાચલ પ્રદેશના પ્રવાસે રહેશે.આ દરમિયાન તેઓ પોલીસકર્મીઓને સન્માનિત કરશે અને વિવિધ જાહેર કાર્યક્રમોમાં ભાગ લેશે.સાથે જ,તેઓ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરીને રાજ્યના વિકાસ કાર્યો,સુરક્ષા વ્યવસ્થા અને સરહદી પડકારોની સમીક્ષા કરશે.
મનસુખ માંડવિયા ગ્લોબલ સ્પોર્ટ્સ સમિટને સંબોધન કરશે
આવતીકાલે રમતગમત મંત્રી મનસુખ માંડવિયા દિલ્હીમાં FICCIના 16મા ગ્લોબલ સ્પોર્ટ્સ સમિટ 'TURF 2026'ને સંબોધિત કરશે. ફેડરેશન હાઉસમાં સવારે 10:30 વાગ્યે આયોજિત આ સંમેલનની થીમ ભારતીય રમતગમત અર્થવ્યવસ્થા,ભાગીદારી,નવીનતા અને વૈશ્વિક નેતૃત્વને પ્રોત્સાહન આપવાની છે.
આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
ઇટાલિયન રાજકારણી દ્વારા લગાવવામાં આવેલા 'વોટ ચોર-ગદ્દી છોડ' નારાને સોશિયલ મીડિયા પરથી હટાવવાની માંગ કરતી અરજી પર આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.હૈદરાબાદમાં કોંગ્રેસના સંમેલનમાં ઇટાલીના નેતા જિયાકોમો ફિલિબેકે આ નારો લગાવ્યો હતો અને તેનો અંગ્રેજી અનુવાદ પણ વિદેશી પ્રતિનિધિઓને સંભળાવવામાં આવ્યો હતો.
જંતર-મંતર પ્રોટેસ્ટ
AISAના રાષ્ટ્રીય અધ્યક્ષ નેહા બોરાએ ચોથી વખત શાંતિ જાળવવા માટે પીસ બોન્ડ ભરવા અને સહી કરવાનો ઇનકાર કર્યા બાદ,SEM કોર્ટે તેમને 20 નવેમ્બરે ફરીથી હાજર થવાનો આદેશ આપ્યો છે.નેહા અને સંગઠને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનને પોતાનો લોકશાહી અધિકાર ગણાવ્યો છે.
20 નવેમ્બરની દેશ અને વિદેશની ઐતિહાસિક ઘટનાઓ
1789 – અમેરિકામાં બિલ ઓફ રાઇટ્સને મંજૂરી1910 – મેક્સિકન ક્રાંતિની શરૂઆત
1917 – કેમ્બ્રાઈનું યુદ્ધ શરૂ થયું
1943 – તારાવાનું યુદ્ધ શરૂ થયું
1945 – ન્યુરેમબર્ગ ટ્રાયલ શરૂ થઈ
1947 – મહારાણી એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપનાં લગ્ન
1959 – સંયુક્ત રાષ્ટ્રે બાળ અધિકારોની ઘોષણા સ્વીકારી
1962 – ક્યુબન મિસાઇલ સંકટનો અંતિમ તબક્કો
1962 – ભારત-ચીન યુદ્ધનો અંતિમ તબક્કો
2003 – ઇસ્તંબુલમાં આતંકવાદી હુમલા
20 નવેમ્બરે જન્મેલી પ્રમુખ હસ્તીઓ
ટીપુ સુલતાન (1750)
મૈસુરના શાસક, અંગ્રેજો સામેની લડાઈ માટે જાણીતા છે.
બબીતા ફોગાટ (1989)
ભારતના જાણીતા મહિલા કુસ્તીબાજ અને કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડાલિસ્ટ
રાજકુમાર હિરાણી (1962)
બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક અને નિર્માતા
તુષાર કપૂર (1976)
બોલિવૂડ અભિનેતા અને નિર્માતા
મીલખા સિંહ (1929)
ભારતના મહાન દોડવીર ફ્લાઈંગ શીખ
જો બાઈડન (1942)
અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ
એડવિન હબલ (1889)
વિશ્વના પ્રખ્યાત અમેરિકન ખગોળશાસ્ત્રી
રોબર્ટ એફ.કેનેડી (1925)
અમેરિકાના ભૂતપૂર્વ એટર્ની જનરલ અને સેનેટર
સેલ્મા લેગરલોફ (1858)
સાહિત્યમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિશ્વની પ્રથમ મહિલા લેખિકા
નાદિન ગોર્ડિમર (1923)
દક્ષિણ આફ્રિકાના નોબેલ પુરસ્કાર વિજેતા લેખિકા અને રંગભેદ વિરોધી કાર્યકર્તા
20 નવેમ્બરે મુખ્ય હસ્તીઓની પુણ્યતિથિ
સંત જ્ઞાનેશ્વર (1296)
મહારાષ્ટ્રના મહાન સંત, કવિ અને દાર્શનિક, જેમણે 'જ્ઞાનેશ્વરી' ગ્રંથની રચના કરી હતી
શ્યામ સુંદર દાસ (1945)
હિન્દી સાહિત્યના પ્રખ્યાત વિદ્વાન અને 'નાગરી પ્રચારિણી સભા'ના સ્થાપક
મણિલાલ નભુભાઈ દ્વિવેદી (1898):
ગુજરાતી સાહિત્યના પ્રખર વિદ્વાન, નિબંધકાર, કવિ અને ચિંતક
લિયો ટોલ્સટોય (1910)
વિશ્વના મહાન રશિયન લેખક અને ચિંતક
ફ્રાન્સિસ્કો ફ્રાન્કો (1975)
સ્પેનના સરમુખત્યાર અને જનરલ
ફૈઝ અહમદ ફૈઝ (1984)
ઉર્દૂના વિશ્વપ્રસિદ્ધ ક્રાંતિકારી શાયર અને કવિ (પાકિસ્તાન).
રોબર્ટ ઓલ્ટમેન (2006)
ઓસ્કાર વિજેતા પ્રખ્યાત અમેરિકન ફિલ્મ નિર્દેશક.
