મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આણંદ પ્રવાસ
આણંદ જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. દાદા ભગવાનનો ૧૧૯મો જન્મજ્યંતી મહોત્સવમાં સવારે 8 વાગે ઉપસ્થિત રહેશે. વલાસણ ખાતે મેલડી માતા મંદિરમાં સવારે 10:30 કલાકે મુખ્યમંત્રી દર્શન કરશે. ધોલેરાધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે સ્વામિનારાયણ મંદિર વડતાલધામ આયોજીત કાર્તિકી સમૈયાનો કાર્યક્રમ છે.
સંવિધાન ગૌરવ દિવસ અંતર્ગત ભાજપની પ્રેસ
સંવિધાન ગૌરવ દિવસ અંતર્ગત ભાજપની ગાંધીનગર મા પ્રેસ કોન્ફરન્સ.. પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ કે જાડેજા ગાંધીનગર શહેર ભાજપ કાર્યાલય પર પ્રેસ કરશે
ભારત-નેપાળ વચ્ચે આવતીકાલે દ્વિપક્ષીય મંત્રણા
આવતીકાલે દિલ્હીમાં ભારત અને નેપાળ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા યોજાશે.આ બેઠકમાં વેપાર, ઊર્જા, જળસંપત્તિ, ભૌતિક અને ડિજિટલ કનેક્ટિવિટી સહિત પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. મંત્રણા બાદ બંને દેશના નેતાઓ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેપાળના વડાપ્રધાન અને તેમના પ્રતિનિધિમંડળના સન્માનમાં સત્તાવાર લંચનું આયોજન પણ કરશે.
નેપાળના જનકપુર ધામ વચ્ચે દોડનારી નવી પેસેન્જર ટ્રેનને લીલીઝંડી
આ ઉપરાંત, ભારત અને નેપાળના વડાપ્રધાન દિલ્હીમાં રહીને વર્ચ્યુઅલ માધ્યમથી અયોધ્યા ધામ અને નેપાળના જનકપુર ધામ વચ્ચે દોડનારી નવી પેસેન્જર ટ્રેનને સંયુક્ત રીતે લીલી ઝંડી બતાવશે.
રાહુલ ગાંધીના કાર્યક્રમ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીના માર્ચ દરમિયાન થયેલા કથિત હોબાળા અને એક મહિલાને ધક્કો મારવાના મામલે 23 નવેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અખિલેશ યાદવ સહિત સંબંધિત પક્ષકારો પાસેથી જવાબ માગ્યો હતો. હવે આ મામલે કોર્ટમાં સુનાવણી યોજાશે.
કોંગ્રેસ-SP વચ્ચે બેઠકોની વહેંચણી મુદ્દે આવતીકાલે બેઠક
ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (SP) વચ્ચે બેઠકોની વહેંચણી અંગે આવતીકાલે દિલ્હીમાં બેઠક યોજાશે. આ બેઠક કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીના નિવાસસ્થાને મળશે. 23 અને 24 નવેમ્બર એમ બે દિવસ સુધી બેઠક ચાલવાની શક્યતા છે. બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી અને ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા થઈ શકે છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન તેલંગાણાના પ્રવાસે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન આવતીકાલે તેલંગાણાના કરીમનગરની મુલાકાત લેશે. ભાજપના દેશવ્યાપી અભિયાન 'લોકતંત્ર બચાઓ, અરાજકતા હટાઓ'ના ભાગરૂપે આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન તેઓ પક્ષના અભિયાન સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેશે.
આવતીકાલે દેશના 18 રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા
દેશભરમાં 23 નવેમ્બરથી હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, સોમવારે દેશનાં કુલ 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ભારતથી લઈને પૂર્વોત્તર ભારત સુધી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.
23 નવેમ્બરે બનેલી દેશ વિદેશની ઐતિહાસિક ઘટનાઓ
1857: સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન બ્રિટિશ દળોએ લખનૌ પર ફરીથી નિયંત્રણ મેળવ્યું
1919: પ્રથમ ખિલાફત પરિષદનું આયોજન થયું
1983: નવી દિલ્હીમાં પ્રથમ વખત રાષ્ટ્રમંડળ શિખર સંમેલન યોજાયું
1924: ખગોળશાસ્ત્રી એડવિન હબલની એન્ડ્રોમેડા એક અલગ આકાશગંગા હોવાની શોધ પ્રથમ વખત અખબારમાં પ્રકાશિત થઈ
1936: પ્રસિદ્ધ ફોટો-જર્નાલિઝમ મેગેઝિન Life નો પ્રથમ અંક પ્રકાશિત થયો
1963: બીબીસી (BBC) પર વિશ્વના સૌથી લાંબા સમય સુધી ચાલેલા સાયન્સ-ફિક્શન ટીવી શો Doctor Who નો પ્રથમ એપિસોડ પ્રસારિત થયો
1971: ચીનના પ્રતિનિધિઓએ પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સહિત સંયુક્ત રાષ્ટ્રમાં હાજરી આપી.
1992: લાસ વેગાસમાં IBM Simon રજૂ કરવામાં આવ્યો, જેને વિશ્વનો પ્રથમ સ્માર્ટફોન માનવામાં આવે છે.
2005: એલેન જૉનસન સરલીફ લાઇબેરિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા અને આફ્રિકાના કોઈ દેશનું નેતૃત્વ કરનાર પ્રથમ ચૂંટાયેલી મહિલા બન્યા.
2015: બ્લુ ઓરિજિનનું 'ન્યુ શેફર્ડ' (New Shepard) રોકેટ અવકાશમાં ગયા બાદ પૃથ્વી પર સીધું પાછું ઉતરવામાં સફળ રહ્યું
23 નવેમ્બરે જન્મેલી દેશ વિદેશની મોટી હસ્તીઓ
સત્ય સાંઈબાબા (1926)
વિશ્વભરમાં જાણીતા આધ્યાત્મિક ગુરુ અને સમાજસેવક (પુટ્ટપર્થી).
ગીતા દત્ત (1930)
હિન્દી અને બંગાળી સિનેમાના સુવર્ણ યુગના પ્રસિદ્ધ પાર્શ્વગાયિકા
નીરદ સી. ચૌધરી (1897)
પ્રખ્યાત અંગ્રેજી લેખક, વિદ્વાન અને ઇતિહાસકાર
સાજિદ ખાન (1970)
બોલિવૂડ ફિલ્મ નિર્દેશક, અભિનેતા અને ટીવી પ્રેઝન્ટર
બાબા કલ્યાણી (1949)
ભારતીય ઉદ્યોગપતિ અને 'ભારત ફોર્જ'ના ચેરમેન
બોરિસ કાર્લોફ (1887)
બ્રિટિશ અભિનેતા, જેઓ 1931ની ક્લાસિક હોરર ફિલ્મ Frankenstein માં રાક્ષસની ભૂમિકા માટે અમર બન્યા
રોસ બ્રોન (1954)
ફોર્મ્યુલા વન (F1) ના પ્રખ્યાત મોટરસ્પોર્ટ એન્જિનિયર અને ટીમ પ્રિન્સિપાલ
