આવતીકાલે 25 નવેમ્બરે દેશ વિદેશમાં બનનારી ઘટનાઓની જાણકારી અહીં આપવામાં આવી છે. આવતીકાલે ગુજરાતમાં કોંગ્રેસની માર્ચ યોજાશે. દિલ્હીમાં કેન્દ્રિય કેબિનેટની બેઠક થશે. આ ઉપરાંત કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને બેઠક થશે.

હર્ષ સંઘવી સહિત 15 મંત્રીઓ આદિજાતિ વિસ્તારોમાં જશે

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત 15 મંત્રીઓ પરમદિવસથી 15 આદિવાસી વિધાનસભા બેઠકો પર જશે.. મિશન આદિવાસી હેઠળ બીજા તબક્કામાં મંત્રીઓ 72 કલાક આદિવાસી બેઠક પર જઈને ત્યાંની સ્થિતિની સમીક્ષા રિપોર્ટ તૈયાર કરશે

વડોદરા મનપાની કચેરીને નવું સરનામું મળશે

વડોદરા મનપાની કચેરીને નવું સરનામું મળશે. વસ્તી વધતા વોર્ડ વધશે, નગરસેવકો વધશે, કર્મીઓ વધારવા પડશે. અને હાલની પાલિકા ની ઇમારત ગાયકવાડી છે.અને તેમાં સીમિત જગ્યા છે. તેથી હવે અકોટા વિસ્તાર માં પાલિકા ની વડી કચેરી બનશે જે બહુમાળી, અધતન સભા ગૃહ અને વિવિધ કચેરીઓ એક જ સ્થળે હશે પરંતુ વર્તમાન કચેરી વડોદરા શહેર ના મધ્ય માંથી સીટી થી દૂર જતા લોકો એ દૂર સુધી લાબું થવું પડશે. પરંતુ શહેર માં જગ્યા ના અભાવે અકોટા ની સરકારી જગ્યા પસંદ કરાઈ છે 

અમદાવાદમાં રિક્ષા-ટેક્સી ચાલકોનું આંદોલન

અમદાવાદમાં રિક્ષા-ટેક્સી ચાલકોએ ઓનલાઈન કંપનીઓની મનમાની અને પડતર પ્રશ્નો મુદ્દે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. 'રોજગાર બચાવો આંદોલન' અંતર્ગત 25 નવેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે અમદાવાદ RTO કચેરી ખાતે મોટી સંખ્યામાં ડ્રાઈવરો એકત્ર થઈ ન્યાયની માંગ કરશે. વારંવાર રજૂઆતો છતાં ઉકેલ ન આવતા, 16 સંગઠનોએ આંદોલનને ટેકો આપ્યો છે. 

વિસાવદર માર્કેટ યાર્ડ ખાતે ખેડૂત સંમેલન યોજાશે

સિંહ, દીપડા, ભૂંડ અને રોઝ જેવા જંગલી પ્રાણીઓના વધતા ત્રાસથી ખેડૂતો ભયભીત છે અને માનવ જીવ જોખમાય છે. રબારીકાની ઘટનામાં વન વિભાગની નિષ્ફળતા અને ખેડૂતો પર થતા ખોટા કેસોના વિરોધમાં, ભારતીય કિસાન સંઘ દ્વારા આવતીકાલે વિસાવદર માર્કેટ યાર્ડ ખાતે ખેડૂત સંમેલન યોજાશે

કોંગ્રેસનું સંવિધાન રક્ષા માર્ચનું આયોજન

ભારતીય ચૂંટણી પંચના સંસ્થાકીય કબજાના પ્રતિભાવમાં ચૂંટણી કમિશનરશ્રી જ્ઞાનેશકુમારને હટાવવા તેમના પર કાર્યવાહી કરવા અને ધરપકડ કરવાની માંગણીના અનુસંધાનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા “સંવિધાન રક્ષા માર્ચ”નું આયોજન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને સાંસદ માનનીયશ્રી રણદિપસિંહ સુરજેવાલાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે

પીએમ મોદી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરશે

આવતીકાલે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરશે. આવતીકાલે સવારે 11 વાગ્યે બેઠક કરશે ત્યાર બાદ બપોરે ૩ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજાશે. 

દિલ્હીમાં સપા (SP) અને કોંગ્રેસ વચ્ચે બેઠકો માટે ચર્ચા

આવતીકાલે 25 નવેમ્બરે દિલ્હીમાં સપા (SP) અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી અંગે ચર્ચા થશે. યુપી વિધાનસભા ચૂંટણી માટેની આ ચર્ચાનો આવતીકાલે ત્રીજો દિવસ છે.

રાષ્ટ્રપતિ ઓડિશાના ભુવનેશ્વરની મુલાકાત લેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 25 નવેમ્બરે ઓડિશાના ભુવનેશ્વરની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ હોમિયોપેથી પર આયોજિત રાષ્ટ્રીય વૈજ્ઞાનિક સંમેલનમાં હાજરી આપશે. સંમેલનમાં હોમિયોપેથી ચિકિત્સાના વિકાસ, સંશોધન, આધુનિક ટેકનોલોજી અને સારવારની સંભાવનાઓ પર ચર્ચા કરવામાં આવશે, જેમાં દેશભરના નિષ્ણાતો અને તબીબો ભાગ લેશે.

નવી ચેતના 5.0 અભિયાનની શરૂઆત

આવતી કાલે 25 નવેમ્બરથી દેશભરમાં 'નવી ચેતના 5.0 અભિયાનની શરૂઆત થશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયનું આ અભિયાન 23 ડિસેમ્બર સુધી ચાલશે અને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તેનો શુભારંભ કરાવશે. આ અભિયાનમાં મહિલાઓના આર્થિક સશક્તિકરણ, સુરક્ષા, અધિકારો અને લૈંગિક સમાનતા પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

રાજનાથ સિંહ કર્ણાટકના કલબુર્ગીના પ્રવાસે

રક્ષા મંત્રી રાજનાથ સિંહ 25 નવેમ્બરે કર્ણાટકના કલબુર્ગીના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ 'લોકશાહી બચાવો, અરાજકતા હટાવો' પદયાત્રામાં જોડાશે અને ત્યારબાદ જનસભાને સંબોધીને લોકો સાથે સંવાદ કરશે. રાજનાથ સિંહે આ કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો છે.

25 સપ્ટેમ્બરની દેશ વિદેશની ઐતિહાસિક ઘટનાઓ

ગોવા પર પોર્ટુગીઝોનો કબજો (1510)

પોર્ટુગીઝ નૌકાદળે અફોન્સો ડી અલ્બુકર્કના નેતૃત્વમાં બીજાપુર સલ્તનત પાસેથી ગોવા જીતી લીધું હતું, જેનાથી ભારતમાં ૪૫૧ વર્ષ સુધી ચાલેલા પોર્ટુગીઝ શાસનની શરૂઆત થઈ હતી.

કોરિંગાનું વિનાશક વાવાઝોડું (1839) 

આંધ્રપ્રદેશના કોરિંગા બંદર પર આવેલા ભયાનક વાવાઝોડાએ આખું શહેર તબાહ કરી દીધું હતું. આ કુદરતી આફતમાં અંદાજે ૩ લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

ડાયનામાઈટની પેટન્ટ (1867)

પ્રખ્યાત વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબેલે 'ડાયનામાઈટ'ની શોધ બદલ તેની પેટન્ટ મેળવી હતી.

આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદનો સિદ્ધાંત (1915)

મહાન ભૌતિકશાસ્ત્રી આલ્બર્ટ આઈન્સ્ટાઈને પ્રશિયન એકેડેમી ઓફ સાયન્સ સમક્ષ 'સામાન્ય સાપેક્ષવાદના સમીકરણો રજૂ કર્યા હતા.

નેશનલ કેડેટ કોર્પ્સ (NCC)ની સ્થાપના (1948)

ભારતમાં યુવાનોમાં શિસ્ત અને દેશભક્તિના ગુણો વિકસાવવા માટે નેશનલ કેડેટ કોર્પ્સ' (NCC)ની સ્થાપના કરવામાં આવી હતી.

બંધારણ સભામાં ડૉ. આંબેડકરનું ઐતિહાસિક ભાષણ (1949) 

બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉ. ભીમરાવ આંબેડકરે બંધારણ સભામાં પોતાનું અંતિમ અને ઐતિહાસિક સમાપન ભાષણ આપ્યું હતું. તેના બીજા જ દિવસે (૨૬ નવેમ્બરે) ભારતનું બંધારણ સ્વીકારવામાં આવ્યું હતું.

ભારતમાં પ્રથમ STD કોલનો પ્રયોગ (1960)

ભારતમાં ટેલિફોનિક સંચાર ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવતા કાનપુર અને લખનૌ વચ્ચે પ્રથમ વખત 'સબસ્ક્રાઈબર ટ્રંક ડાયલિંગ' (STD) સેવાનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો હતો.

સૂરીનામની આઝાદી (1975): દક્ષિણ અમેરિકન દેશ સૂરીનામને લગભગ ચાર સદીના શાસન બાદ નેધરલેન્ડ્સ (હોલેન્ડ) પાસેથી સંપૂર્ણ આઝાદી મળી હતી.   

25 નવેમ્બરે જન્મેલી દેશ વિદેશની મહાન હસ્તીઓ

કવિ દુલા ભાયા કાગ (1903)

ગુજરાતી લોકસાહિત્યના સુપ્રસિદ્ધ સંત કવિ, ગીતકાર અને સમાજ સુધારક 'કાગબાપુ'નો જન્મ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સોડવદરી ગામે થયો હતો. 

સાધુ ટી. એલ. વાસવાણી (1879)

ભારતના મહાન શિક્ષણવિદ્, દાર્શનિક અને આધ્યાત્મિક સંત થાનવરદાસ લીલારામ વાસવાણીનો જન્મ હૈદરાબાદ (સિંધ) ખાતે થયો હતો. 

એન્ડ્રુ કાર્નેગી (1835)

સ્કોટિશ-અમેરિકન ઉદ્યોગપતિ અને વિશ્વના સૌથી મોટા દાનવીરોમાંના એક એન્ડ્રુ કાર્નેગીનો જન્મ સ્કોટલેન્ડમાં થયો હતો. 

કાર્લ બેન્ઝ (1844) 

વિશ્વની પ્રથમ પેટ્રોલ સંચાલિત કારના શોધક અને વિખ્યાત 'મર્સિડીઝ-બેન્ઝ' કંપનીના સહ-સ્થાપક કાર્લ બેન્ઝનો જન્મ જર્મનીમાં થયો હતો.   

પોપ જ્હોન 23મા (1881) 

કેથોલિક ચર્ચના 261મા વડા અને ગુડ પોપ તરીકે જાણીતા એન્જેલો રોન્કાલીનો જન્મ ઈટાલીમાં થયો હતો. 

નિકોલાઈ વાવિલોવ (1887)

રશિયાના વિખ્યાત વનસ્પતિશાસ્ત્રી અને કૃષિ વૈજ્ઞાનિક નિકોલાઈ વાવિલોવનો જન્મ મોસ્કોમાં થયો હતો.

ઝુલન ગોસ્વામી (1982)

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીનો જન્મ પશ્ચિમ બંગાળમાં થયો હતો.