આવતીકાલે 26 નવેમ્બરે દેશભરમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવશે.આ પ્રસંગે કોંગ્રેસ દ્વારા તમામ રાજ્યોમાં બંધારણ રક્ષા માર્ચ યોજવામાં આવશે. બીજી તરફ ગુજરાતમાં સરહદ સુરક્ષાને મજબૂત કરવા માટે 10 વરિષ્ઠ IPS અધિકારીઓ કચ્છ,વાવ-થરાદ અને પાટણના 20 સરહદી ગામોમાં રાત્રિ રોકાણ કરશે. આ ઉપરાંત સમાજવાદી પાર્ટી 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પોતાનું ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે.

ગુજરાતના 20 સરહદી ગામોમાં 10 IPS અધિકારીઓ રાત્રિ રોકાણ કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ હેઠળ સરહદી સુરક્ષા મજબૂત કરવા વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે. ગુજરાત પોલીસના 10 વરિષ્ઠ IPS અધિકારીઓ 26 અને 27 નવેમ્બરે કચ્છ, વાવ-થરાદ અને પાટણ જિલ્લાના 20 સરહદી ગામોમાં રાત્રિ રોકાણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સૂચિત 'ફોર-ટિયર સિક્યોરિટી ગ્રિડ' હેઠળ સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાને જમીની સ્તરે મજબૂત બનાવવાના હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.

સમાજવાદી પાર્ટી 2027ની ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે

સમાજવાદી પાર્ટી આવતીકાલે 26 નવેમ્બરે ઉત્તર પ્રદેશમાં 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે.લખનઉમાં બપોરે 3 વાગ્યે આ કાર્યક્રમ યોજાશે.

અમિત શાહ દિલ્હીમાં બંધારણ ગૌરવ દિવસ સમારોહમાં સંબોધન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે દિલ્હીમાં 'બંધારણ ગૌરવ દિવસ સમારોહ'માં સંબોધન કરશે.દિલ્હીના સિવિક સેન્ટરમાં આ કાર્યક્રમ યોજાશે.

બંધારણ દિવસ નિમિત્તે કોંગ્રેસની બંધારણ રક્ષા માર્ચ

26 નવેમ્બરે બંધારણ દિવસ નિમિત્તે કોંગ્રેસ દ્વારા દેશનાં તમામ રાજ્યોમાં 'બંધારણ રક્ષા માર્ચ'નું આયોજન કરવામાં આવશે.કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લખનઉમાં યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે.

બેંગલુરુમાં ISAMનું 65મું વાર્ષિક સંમેલન યોજાશે

રક્ષા મંત્રાલય દ્વારા 26 અને 27 નવેમ્બરે બંગલુરુમાં ISAMનું 65મું વાર્ષિક સંમેલન યોજવામાં આવશે. વાયુસેનાના વડા એર ચીફ માર્શલ આશુતોષ દીક્ષિત સંમેલનનું ઉદ્ઘાટન કરશે.આ સંમેલનની થીમ સૈન્ય, નાગરિક ઉડ્ડયન અને અવકાશ ચિકિત્સા ક્ષેત્રે સહયોગ વધારવાની રહેશે.સંમેલનમાં 250 પ્રતિનિધિઓ ભાગ લેશે અને 100થી વધુ સંશોધન પત્રો રજૂ કરવામાં આવશે.

CJP દ્વારા નાગપુરમાં 'લોકતંત્ર બચાવો, બંધારણ બચાવો' રેલી

CJPના અભિજીત દીપકે બંધારણ દિવસ નિમિત્તે આવતીકાલે નાગપુરમાં 'લોકતંત્ર બચાવો, બંધારણ બચાવો' રેલી યોજવાની જાહેરાત કરી છે.

રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ તમિલનાડુની મુલાકાતે

રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ આવતીકાલે તમિલનાડુના એક દિવસના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ ચેન્નઈ નજીક ગુમ્મિડિપુંડી ખાતે આવેલી આરકેટીઆર ફોર્જ્ડ વ્હીલ ફેક્ટરીની મુલાકાત લેશે. આ ઉપરાંત તેઓ તિરુવલ્લુર જિલ્લાના પોનેરી ખાતે આવેલી ટનલ બોરિંગ મશીન ઉત્પાદન કેન્દ્રની પણ મુલાકાત લેશે.

પટનામાં 'બંધારણ ગૌરવ દિવસ' સમારોહ યોજાશે

26 નવેમ્બરે પટનાના જ્ઞાન ભવન ખાતે 'બંધારણ ગૌરવ દિવસ' સમારોહનું આયોજન કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. સમારોહમાં શિક્ષણ, કાયદા, ઉદ્યોગ, વાણિજ્ય અને રમતગમત ક્ષેત્રની અનેક હસ્તીઓ ભાગ લેશે. આ દરમિયાન વરિષ્ઠ નેતાઓ બંધારણના આદર્શો, મૂલ્યો અને સામાજિક ન્યાય અંગે પોતાના વિચારો રજૂ કરશે.

26 નવેમ્બરે બનેલી ઐતિહાસિક ઘટનાઓ

1949 ભારતીય બંધારણનો સ્વીકાર 

ભારતની બંધારણ સભાએ ડૉ. બી. આર. આંબેડકરની અધ્યક્ષતામાં તૈયાર થયેલા ભારતીય બંધારણને ઔપચારિક રીતે અપનાવ્યું હતું.

2008 મુંબઈ આતંકવાદી હુમલો

પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓએ મુંબઈમાં હુમલો કર્યો હતો. 

1998 ખન્ના રેલવે દુર્ઘટના 

પંજાબના ખન્ના નજીક ફ્રન્ટિયર મેલ અને જમ્મુ તાવી-સિયાલદહ એક્સપ્રેસ ટ્રેનો વચ્ચે થયેલા અકસ્માતમાં 200થી વધુ મુસાફરોના મૃત્યુ થયા હતા.   

1982 9મી એશિયન ગેમ્સનું સમાપન 

નવી દિલ્હી ખાતે આયોજિત નવમી એશિયન રમતોત્સવનું સમાપન થયું હતું.

1789 અમેરિકામાં પ્રથમ રાષ્ટ્રીય થેંક્સગિવિંગ ડે 

અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટને ૨૬ નવેમ્બરને પ્રથમ રાષ્ટ્રીય આભાર દિવસ તરીકે જાહેર કર્યો હતો. 

1885 ઉલ્કાપિંડની પ્રથમ તસવીર 

ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ઉલ્કાપિંડનો ફોટોગ્રાફ લેવામાં આવ્યો હતો.   

1941 લેબેનોનને આઝાદી 

મધ્ય પૂર્વના દેશ લેબેનોનને ફ્રાન્સના શાસનમાંથી સ્વતંત્રતા મળી હતી.

1944 લંડન પર જર્મન V-2 રોકેટ હુમલો

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ છોડેલું V-2 રોકેટ લંડનના ન્યૂ ક્રોસ વિસ્તારમાં આવેલા એક સ્ટોર પર પડતા 168 લોકોના મોત થયા હતા.

26 નવેમ્બરે જન્મેલી દેશ વિદેશની મહાન હસ્તીઓ

ડૉ.વર્ગીસ કુરિયન (1921)

ભારતમાં શ્વેત ક્રાંતિના જનક અને અમૂલ ડેરીના સ્થાપક. 

પ્રો.યશપાલ (1926) 

ભારતના પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી, વૈજ્ઞાનિક અને શિક્ષણવિદ. 

ડૉ.હરિસિંહ ગૌર (1870)

જાણીતા ન્યાયશાસ્ત્રી, શિક્ષણવિદ, સમાજ સુધારક અને દિલ્હી યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર 

રામ શરણ શર્મા (1919)

પ્રાચીન અને પ્રારંભિક મધ્યકાલીન ભારતના જાણીતા ઇતિહાસકાર અને લેખક.

મુનવ્વર રાણા (1952)

ભારતના પ્રખ્યાત ઉર્દૂ શાયર અને સાહિત્યકાર 

વિલિસ કેરિયર (1876)

આધુનિક એર કન્ડિશનર (AC) ના શોધક અમેરિકન એન્જિનિયર.

નોર્બર્ટ વિનર (1894)

અમેરિકન ગણિતશાસ્ત્રી અને ફિલોસોફર જેમને સાયબરનેટિક્સના જનક માનવામાં આવે છે.   

ફર્ડિનાન્ડ ડી સોસુર (1857) 

સ્વિસ ભાષાશાસ્ત્રી, જેમને આધુનિક ભાષાશાસ્ત્રના સ્થાપક માનવામાં આવે છે.

એલિઝાબેથ બ્લેકબર્ન (1948)

ઓસ્ટ્રેલિયન-અમેરિકન બાયોલોજિસ્ટ 

ચાર્લ્સ એમ.શુલ્ઝ (1922) 

વિશ્વવિખ્યાત કોમિક સ્ટ્રીપ પીનટ્સના સર્જક અમેરિકન કાર્ટૂનિસ્ટ