આવતીકાલે 27 નવેમ્બર 2026ના રોજ દેશના રાજકારણ અને આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી અનેક મહત્વપૂર્ણ બેઠકો અને કાર્યક્રમો યોજાશે.દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બે દિવસીય બેઠક શરૂ થશે.સંસદના આગામી સત્રને લઈને કોંગ્રેસ પોતાની રણનીતિ નક્કી કરશે.આ ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસના ચૂંટણી ચિહ્ન વિવાદ પર ચૂંટણી પંચમાં સુનાવણી થશે.
ગાંધીનગરના અડાલજ ખાતે જંગી સભા યોજાશે
આવતીકાલે ગાંધીનગરના અડાલજ ખાતે જંગી સભા યોજાશે. ગૌ માતાને રાજ્ય સરકાર રાજ્ય માતા અને ભારત સરકાર રાષ્ટ્રીય માતા જાહેર તેવી માંગ સાથે તેના સમર્થનમાં વાવ થરાદ જિલ્લામાં તમામ ધંધા રોજગાર બંધનું એલાન રાખવામાં આવ્યુ છે.
કમલમમાં ઉત્તર અને મધ્ય ઝોનની કાર્યશાળા યોજાશે
ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા ખાતે ભાજપાના સેવા દૂત અભિયાન અંતર્ગત 27 નવેમ્બર શુક્રવારે ઉત્તર અને મધ્ય ઝોનની કાર્યશાળા યોજાશે
દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક
દિલ્હીના પૂસા કેમ્પસમાં 27 અને 28 નવેમ્બરના રોજ ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બે દિવસીય બેઠક યોજાશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નીતિન નવીન સહિત 107 રાષ્ટ્રીય પદાધિકારીઓ, પ્રદેશ પ્રમુખો, પ્રદેશ પ્રભારીઓ અને સંગઠન મહામંત્રીઓ સામેલ થશે. 28 નવેમ્બરે સમાપન સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરે તેવી શક્યતા છે.બેઠકમાં 2027ની વિધાનસભા ચૂંટણીઓની રણનીતિ, સંગઠનને પાયાના સ્તરે મજબૂત બનાવવા, રાજકીય પડકારો અને કાર્યકરોની કામગીરીમાં સંકલન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
સંસદના આગામી સત્રને લઈને કોંગ્રેસની બેઠક
30 નવેમ્બરથી શરૂ થનારા સંસદના સત્રને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે પોતાની સંસદીય રણનીતિ સમિતિની બેઠક બોલાવી છે. આ બેઠક 27 નવેમ્બરે સાંજે 4:30 વાગ્યે નવી દિલ્હીમાં યોજાશે. બેઠકમાં સંસદના આગામી સત્ર દરમિયાન સરકારને ઘેરવા સહિત વિવિધ મુદ્દાઓ પર પાર્ટીની રણનીતિ નક્કી કરવામાં આવશે.
તૃણમૂલ કોંગ્રેસના ચૂંટણી ચિહ્ન વિવાદ પર સુનાવણી
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સત્તાવાર નામ અને ચૂંટણી ચિહ્નને લઈને ચાલી રહેલા વિવાદ પર 27 નવેમ્બરે સુનાવણી થશે.ચૂંટણી પંચે આ મામલે મમતા બેનર્જી અને ઋતબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળના બંને વિરોધી જૂથોને નવી દિલ્હીમાં હાજર રહેવા માટે બોલાવ્યા છે.ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આ મામલે ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો.
સપા-કોંગ્રેસ ગઠબંધનની બેઠક યોજાશે કે નહીં?
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027 માટે બેઠકોની વહેંચણીને લઈને સમાજવાદી પાર્ટી (SP) અને કોંગ્રેસ વચ્ચે 27 નવેમ્બરે યોજાનારી ત્રીજા તબક્કાની બેઠક પર અનિશ્ચિતતા જોવા મળી રહી છે.અહેવાલો અનુસાર, અગાઉની બે બેઠકોમાં સપાએ કોંગ્રેસને કથિત રીતે માત્ર 26 બેઠકોની ઓફર કરી હતી. આ મુદ્દે કોંગ્રેસના અનેક નેતાઓ, જેમાં ઇમરાન મસૂદ અને રાજેન્દ્ર પાલ ગૌતમનો સમાવેશ થાય છે તેઓ નારાજ હોવાનું કહેવાય છે.આ કારણે આવતીકાલે યોજાનારી બેઠક થશે કે નહીં તે અંગે સસ્પેન્સ યથાવત્ છે.
હિંદ મહાસાગરની નીતિઓ પર દિલ્હીમાં મહામંથન
27 નવેમ્બરે દિલ્હીમાં હિંદ મહાસાગર ક્ષેત્રની નીતિઓ અને પડકારો અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાશે.ભારત આ બેઠકની યજમાની કરશે.તેમાં 23 સભ્ય દેશોના મંત્રીઓ ભાગ લેશે.બેઠકમાં હિંદ મહાસાગર ક્ષેત્રના વર્તમાન પડકારો,પ્રાદેશિક સહયોગ અને ભવિષ્યની નીતિઓ અંગે ચર્ચા કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેરળની મુલાકાતે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 નવેમ્બરે કેરળની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ કાલડી સ્થિત આદિ શંકરાચાર્યની જન્મભૂમિની મુલાકાત લેશે. આ ઉપરાંત ત્રિશૂરમાં વૈદ્યરત્નમ આયુર્વેદ કોલેજના સુવર્ણ જયંતી સમાપન સમારોહમાં પણ ભાગ લેશે.
ઉત્તર પ્રદેશમાં 2027ની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027ને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે તૈયારીઓ તેજ કરી છે. ચૂંટણી પંચની ટીમ રાજ્યની મુલાકાત દરમિયાન 27 નવેમ્બરે સમીક્ષા બેઠકો યોજશે.આ બેઠકોમાં ગોરખપુર, વારાણસી, બસ્તી, આઝમગઢ અને વિંધ્યાચલ મંડળના કુલ 17 જિલ્લાઓમાં ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે.ચૂંટણી વ્યવસ્થા અને અન્ય જરૂરી તૈયારીઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે.
27 નવેમ્બરે બનેલી દેશ વિદેશની ઐતિહાસિક ઘટનાઓ
1795: ભારતમાં પ્રથમ બંગાળી નાટકનું મંચન કરવામાં આવ્યું1949: જબલપુર ખાતે કવયિત્રી સુભદ્રા કુમારી ચૌહાણની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ પ્રખ્યાત કવયિત્રી મહાદેવી વર્મા દ્વારા કરવામાં આવ્યું
1992: સચિન તેંડુલકર 19 વર્ષ અને 22 દિવસની ઉંમરે જોહાનિસબર્ગ ખાતે ટેસ્ટ ક્રિકેટમાં 1000 રન પૂરા કરનાર સૌથી યુવા ખેલાડી બન્યા
1993: કોલકાતામાં રમાયેલી 'હીરો કપ'ની ફાઇનલમાં અનિલ કુંબલેની શાનદાર બોલિંગની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડિઝને 102 રનથી હરાવ્યું
2000: ગુજરાતની શાળાઓમાં ત્રણ દાયકા બાદ આગામી શૈક્ષણિક વર્ષથી ધોરણ 5થી અંગ્રેજી વિષય ફરીથી ફરજિયાત બનાવવાનો નિર્ણય લેવાયો
2008: ઉત્તર પ્રદેશ છઠ્ઠું પગાર પંચ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું
1095: પોપ અર્બન દ્વિતીય દ્વારા પ્રથમ ક્રુસેડની ઘોષણા કરવામાં આવી
1815: પોલેન્ડ સામ્રાજ્ય દ્વારા બંધારણ અપનાવવામાં આવ્યું
1895: સ્વીડિશ વૈજ્ઞાનિક અને ડાયનામાઇટના શોધક આલ્ફ્રેડ નોબેલે પેરિસમાં પોતાની અંતિમ વસિયત પર હસ્તાક્ષર કર્યા
1912: અલ્બેનિયાએ પોતાનો રાષ્ટ્રીય ધ્વજ અપનાવ્યો
1924: ન્યૂયોર્ક સિટીમાં પ્રથમ મેસીઝ થેંક્સગિવિંગ ડે પરેડ યોજાઈ
1945: બીજા વિશ્વયુદ્ધ બાદ યુરોપમાં ખોરાક અને રાહત સામગ્રી પહોંચાડવા માટે આંતરરાષ્ટ્રીય સંસ્થા CAREની સ્થાપના થઈ
27 નવેમ્બરે જન્મેલી મહાન હસ્તીઓ
1701: એન્ડર્સ સેલ્સિયસ સ્વીડિશ ખગોળશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી
1870: દામોદર ખુશાલદાસ બોટાદકર પ્રખ્યાત ગુજરાતી કવિ
1888: ગણેશ વાસુદેવ માવળંકર સ્વાતંત્ર્ય સેનાની અને ભારતની લોકસભાના પ્રથમ અધ્યક્ષ
1907: હરિવંશરાય બચ્ચન હિન્દી સાહિત્યના સુપ્રસિદ્ધ કવિ
1940: બ્રુસ લી વિશ્વવિખ્યાત માર્શલ આર્ટ્સ કલાકાર અને અભિનેતા
1942: જીમી હેન્ડ્રિક્સ પ્રખ્યાત અમેરિકન ગિટારવાદક અને સંગીતકાર
1952: બપ્પી લાહિરી ભારતીય સંગીતકાર અને ગાયક
1986: સુરેશ રૈના પૂર્વ ભારતીય ક્રિકેટર
