આવતીકાલે 21 નવેમ્બરે અમદાવાદમાં પંજાબી ગાયક દિલજીત દોસાંજનો કોન્સર્ટ યોજાશે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો અરૂણાચલ પ્રવાસનો છેલ્લો દિવસ છે. વડાપ્રધાન મોદી ત્રણ રાજ્યોની મુલાકાત લેશે સહિતની ઘટનાઓ પર નજર રહેશે.

ગાંધીનગરમાં દેશના રોજગાર મંત્રીઓનું ચિંતન

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસીત પ્રદેશોના શ્રમ રોજગાર મંત્રીઓની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે

આવતીકાલે દિલજીત દોસાંજનો કોન્સર્ટ

આવતીકાલે દિલજીત દોસાંજનો કોન્સર્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાવા જઈ રહ્યો છે.અમદાવાદીઓ માટે આવતીકાલનો દિવસ મુશ્કેલીભર્યો બની રહેશે મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમ ખાતે ઉમટી પડવાની શક્યતા છે

વડાપ્રધાન મોદી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે

વડાપ્રધાન મોદી IIT ખડગપુર પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીમાં ભાગ લેશે અને ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરશે.સંસ્થાના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં તેઓ 75 વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે.

ડુમસ સી ફેસમાં હવેથી ફી વસૂલાશે

સુરતના ડુમસ સી ફેસમાં હવેથી મુલાકાતીઓ પાસેથી ફીસ વસૂલ કરવામાં આવશે. જેમાં ઉમરવાઇઝ ફીસ નક્કી કરવામાં આવશે તથા વાહનો માટે પાર્કિંગ ફીસ પણ વસૂલ કરવામાં આવશે.જે અંગે આવતીકાલે સ્થાઈ સમિતિની બેઠક યોજાશે જેમાં પ્રવેશ ફીસ અને પાર્કિંગ ફીસ નક્કી કરવામાં આવશે.

નાણા મંત્રી કનુભાઈ દેસાઈ આવતીકાલે સુરત જિલ્લાની મુલાકાતે

રાજ્ય નાણા મંત્રી કનુભાઈ દેસાઈ આવતીકાલે સુરત જિલ્લાની મુલાકાતે છે.મંત્રીના હસ્તે DGVCLની ઓલપાડ પેટા વિભાગીય કચેરી અને રાંદેર (ગ્રામ્ય)કચેરીઓનાં નવીન મકાનોનું ભૂમિપૂજન થશે. નવીન કચેરી મકાનોના નિર્માણથી ઓલપાડ અને રાંદેર (ગ્રામ્ય) વિસ્તારના વીજ ગ્રાહકોને વધુ સુવિધા જનક અને ઝડપી વીજ સેવાઓ ઉપલબ્ધ થઈ શકશે.

વડાપ્રધાન આવતીકાલે ત્રણ રાજ્યોનો પ્રવાસ કરશે

વડાપ્રધાન આવતીકાલે દેશના ત્રણ રાજ્યોનો પ્રવાસ કરશે. જેમાં બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. 

કેન્દ્રીય ગૃહમંત્રી અરુણાચલ પ્રદેશના પ્રવાસનો છેલ્લો દિવસ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અરૂણાચલ પ્રદેશનો પ્રવાસનો છેલ્લો દિવસ છે. આ દરમિયાન તેઓ અનેક કાર્યક્રમોમાં શામેલ થશે. રાજ્ય સરકાર સાથે બેઠક કરશે. આ દરમિયાન સીમા સુરક્ષા, આંતરિક સુરક્ષા, બંધ પરિયોજના અને રાજ્યના વિકાસની પરિયોજનાઓ પર ચર્ચાઓ કરશે.  

આવતીકાલે 18 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

દેશના અનેક વિસ્તારોમાં 21 નવેમ્બરે હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર,16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશો સહિત કુલ 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ભારતથી લઈને પૂર્વોત્તર અને મધ્ય ભારત સુધીના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

21 નવેમ્બરે બનેલી દેશ-વિદેશની 10 મુખ્ય ઐતિહાસિક ઘટનાઓ

1. 1676 પ્રકાશની ગતિનું માપન રજૂ થયું 

ડેનમાર્કના ખગોળશાસ્ત્રી ઓલે રોમરે પ્રકાશની ગતિ અંગેના પ્રથમ પરિમાણાત્મક માપ રજૂ કર્યા હતા. આ શોધે વિજ્ઞાનના ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપ્યું.

2. 1783 પ્રથમ માનવસહિત હોટ એર બલૂન ઉડાન

ફ્રાન્સના પેરિસમાં જીન-ફ્રાંસવા પિલાત્ર દ રોઝિયર અને ફ્રાંસવા લોરાં દ'આર્લાંદે હોટ એર બલૂનમાં પ્રથમ વખત મુક્ત ઉડાન ભરી હતી. આ ઘટનાએ હવાઈ મુસાફરીના ઇતિહાસમાં નવો અધ્યાય શરૂ કર્યો.

3. 1877 થોમસ એડિસને ફોનોગ્રાફની જાહેરાત કરી

અમેરિકાના મહાન શોધક થોમસ એડિસને અવાજ રેકોર્ડ કરી ફરીથી સાંભળી શકાય તેવા ફોનોગ્રાફની શોધની જાહેરાત કરી હતી. આ શોધે ઓડિયો ટેક્નોલોજીના વિકાસનો પાયો નાખ્યો.

4. 1920 આયર્લેન્ડમાં 'બ્લડી સન્ડે'ની ઘટના

 આયર્લેન્ડના ડબલિનમાં બ્રિટિશ શાસન સામેના સ્વતંત્રતા સંઘર્ષ દરમિયાન હિંસક ઘટનાઓ બની હતી. આ દિવસે થયેલી હત્યાઓમાં 30થી વધુ લોકોનાં મોત થયાં હતાં.

5. 1921 પ્રિન્સ ઓફ વેલ્સનું મુંબઈ આગમન

 બ્રિટિશ રાજપરિવારના પ્રિન્સ ઓફ વેલ્સ મુંબઈ પહોંચ્યા હતા. તેમના આગમનના વિરોધમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું હતું.

6. 1947 સ્વતંત્ર ભારતની પ્રથમ ટપાલ ટિકિટ જાહેર થઈ 

21 નવેમ્બર, 1947ના રોજ સ્વતંત્ર ભારતની પ્રથમ ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. આ ટિકિટ પર ભારતીય રાષ્ટ્રધ્વજનું ચિત્ર હતું.

7. 1962 ભારત-ચીન યુદ્ધનો અંત આવ્યો 

1962ના ભારત-ચીન યુદ્ધ દરમિયાન ચીને 21 નવેમ્બરે એકતરફી યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. લગભગ એક મહિના સુધી ચાલેલા યુદ્ધનો આ મહત્વપૂર્ણ વળાંક હતો.

8. 1963 ભારતના અવકાશ કાર્યક્રમની શરૂઆત

કેરળના થુમ્બા ખાતે ભારતે પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું પ્રક્ષેપણ કર્યું હતું. આ ઘટનાને ભારતના અવકાશ સંશોધન કાર્યક્રમની શરૂઆત તરીકે યાદ કરવામાં આવે છે.

9. 1964 ન્યૂયોર્કમાં વિશાળ સસ્પેન્શન બ્રિજ ખુલ્લો મુકાયો

અમેરિકામાં સ્ટેટન આઇલેન્ડ અને બ્રુકલિનને જોડતો વેરાઝાનો-નેરોઝ બ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો. તે સમયે આ વિશ્વનો સૌથી લાંબો સસ્પેન્શન બ્રિજ હતો.

10. 1996 વિશ્વ ટેલિવિઝન દિવસની જાહેરાત 

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 21 નવેમ્બરને 'વિશ્વ ટેલિવિઝન દિવસ' તરીકે જાહેર કર્યો હતો. ટેલિવિઝનના મહત્વ અને વૈશ્વિક સંવાદમાં તેની ભૂમિકાને ઉજાગર કરવા આ દિવસની પસંદગી કરવામાં આવી હતી.

21 નવેમ્બરે દેશ-વિદેશમાં જન્મેલી જાણીતી હસ્તીઓ

1. 1872 – કેસરીસિંહ બારહઠ

રાજસ્થાનના સ્વાતંત્ર્ય સેનાની, કવિ અને ક્રાંતિકારી વિચારક. તેમણે દેશની આઝાદીની ચળવળમાં યોગદાન આપ્યું હતું.

2. 1899 – હरेकૃષ્ણ મહતાબ

ઓડિશાના જાણીતા સ્વાતંત્ર્ય સેનાની, લેખક અને રાજકારણી. તેઓ ઓડિશાના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા.

3. 1926 – પ્રેમનાથ

હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા. તેમણે અનેક લોકપ્રિય ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

4. 1938 – હેલન

ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી અને નૃત્યાંગના. 1960 અને 1970ના દાયકામાં તેમના ડાન્સ માટે તેઓ ખાસ લોકપ્રિય રહ્યાં હતાં.

5. 1941 – આનંદીબેન પટેલ

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ. તેઓ ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યાં હતાં.

6. 1694 – વોલ્ટેર

ફ્રાન્સના પ્રસિદ્ધ લેખક, ઇતિહાસકાર અને તત્ત્વચિંતક. તેઓ યુરોપના બૌદ્ધિક અને જ્ઞાનપ્રબોધન યુગના અગ્રણી વિચારકોમાંના એક હતા.

7. 1898 – રેને મેગ્રિટ

બેલ્જિયમના વિશ્વવિખ્યાત ચિત્રકાર. તેઓ સરરિયલિઝમ (અતિવાસ્તવવાદ) ચિત્રકળા માટે જાણીતા હતા.

8. 1903 – આઇઝેક બશેવિસ સિંગર

પોલેન્ડમાં જન્મેલા અમેરિકન લેખક. યિદ્દિશ ભાષાના સાહિત્યમાં તેમના યોગદાન બદલ તેમને 1978માં સાહિત્યનું નોબેલ પારિતોષિક મળ્યું હતું.

9. 1945 – ગોલ્ડી હૉન

અમેરિકાની જાણીતી અભિનેત્રી, નિર્માતા અને ફિલ્મ દિગ્દર્શક. હોલિવૂડની અનેક લોકપ્રિય ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે.

10. 1965 – બ્યોર્ક 

આઇસલેન્ડની જાણીતી ગાયિકા, ગીતકાર અને સંગીતકાર. પ્રયોગાત્મક સંગીત અને અનોખી ગાયકી માટે તેઓ વિશ્વભરમાં જાણીતી છે.