ગુજરાતના મહત્વના કાર્યક્રમો

1. ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પર નૂતનવર્ષ સ્નેહમિલન

આવતીકાલે રવિવારે સાંજે 4 વાગ્યે ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર ભાજપ દ્વારા નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપના નેતાઓ વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરશે. નરેન્દ્ર મોદીના જાહેરજીવનનાં 25 વર્ષની ઉજવણી નિમિત્તે યોજાનારા આ કાર્યક્રમમાં તમામ બેઠકો પર મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. કાર્યકર્તાઓને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવશે.

કાર્યક્રમ અને કવરેજ:

- અમદાવાદ: ઓગણજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે 4 વાગ્યે ઉપસ્થિત રહેશે.

- સુરત: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાંજે 4 વાગ્યે ઉપસ્થિત રહેશે.

- તમામ વિધાનસભા બેઠકો પર સ્થાનિક મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોની હાજરી રહેશે.

દેશ-વિદેશના મહત્વના કાર્યક્રમો

1. નેપાળના વડાપ્રધાન બલેન્દ્ર શાહની ભારત મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર નેપાળના વડાપ્રધાન બલેન્દ્ર શાહ 22 અને 23 નવેમ્બર 2026ના રોજ બે દિવસની સત્તાવાર ભારત મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે. બીજી તરફ, નવી દિલ્હીમાં યોજાઈ રહેલા શાંઘાઈ સહકાર સંગઠન (SCO)ના પ્રથમ સભ્યતાગત સંવાદ મંચનું 22 નવેમ્બરે સમાપન થશે.

2. અમિત શાહનો અરુણાચલ પ્રદેશ પ્રવાસ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 22 નવેમ્બર, રવિવારે અરુણાચલ પ્રદેશના પ્રવાસે રહેશે. તેઓ ઈટાનગરમાં વિવિધ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે.

3. રાજનાથ સિંહ લખનઉ પ્રવાસના બીજા દિવસે કાર્યક્રમોમાં જોડાશે

રક્ષા મંત્રી રાજનાથ સિંહ 22 નવેમ્બરે પોતાના બે દિવસીય લખનઉ પ્રવાસના બીજા દિવસે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ તેઓ દેહરાદૂન માટે પ્રસ્થાન કરશે.

4. ગાંધીનગરમાં શ્રમ અને ઉદ્યોગ મંત્રીઓની બેઠક, ભોપાલમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન

કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી 22 નવેમ્બરે બે મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 21 અને 22 નવેમ્બરે દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ અને ઉદ્યોગ મંત્રીઓની બે દિવસીય બેઠક યોજાઈ રહી છે. બીજી તરફ, સાંજે 6 વાગ્યે ભોપાલના નાથુ બરખેડામાં નવનિર્મિત આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના પ્રથમ તબક્કાનું ભવ્ય ઉદ્ઘાટન થશે. આ કાર્યક્રમમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ સાથે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા હાજર રહેશે.

5. ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણનનો મહારાષ્ટ્ર અને તમિલનાડુ પ્રવાસ

ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન 21 અને 22 નવેમ્બર 2026ના રોજ મહારાષ્ટ્ર અને તમિલનાડુના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.

6. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ચંડીગઢના પ્રવાસે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન 22 નવેમ્બરે એક દિવસીય ચંડીગઢ પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ પક્ષના વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમોમાં ભાગ લેશે.

7. પીયૂષ ગોયલ અને બલ્ગેરિયાના વિદેશ મંત્રી વચ્ચે બેઠક

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ 22 નવેમ્બરે દિલ્હીના વાણિજ્ય ભવનમાં બલ્ગેરિયાના વિદેશ મંત્રી વેલિસ્લાવા પેટ્રોવા-ચામોવા સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપાર કરારો અંગે ચર્ચા કરવામાં આવશે.