30 જૂનથી શરૂ થયેલી કૈલાસ માનસરોવરની યાત્રામાં અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પહોંચ્યા છે. ત્યારે ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માનસરોવર પહોંચ્યા છે. હાલમાં સમાચાર મળી રહ્યા છે કે કૈલાસ માનસરોવર યાત્રામાં કેટલાક શ્રદ્ધાળુઓ ફસાયા છે. ચીન તરફથી આવેલા ભારે પૂર અને સરોવરમાં પાણીના પ્રવાહ એકાએક વધતા અનેક યાત્રાઓ ફસાઈ ગયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી 45 લોકો કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયા છે. જેઓ સલામત હોવાની જાણકારી મળી રહી છે.


[[$googlead]]

પાણીનો પ્રવાહ એકાએક વધતા યાત્રિકો ફસાયા

તમને જણાવી દઈએ કે પાણીનો પ્રવાહ અચાનક જ વધી જતા યાત્રિકો ફસાયા છે. સૌરાષ્ટ્રના અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ભારે પૂર અને સરોવરમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. જેમાં અનેક મુસાફરો ફસાયા છે, જો કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી 45 યાત્રિકો યાત્રાએ ગયા છે, તે તમામ લોકો સલામત હોવાની પુષ્ટી થઈ છે. અચાનક ઈમિગ્રેશન પુલ તૂટ્યા પહેલા સલામત રીતે તમામ ગુજરાતીઓ ત્યાંથી નીકળી ગયા હતા. રાજકોટના ડોક્ટર અને ઉદ્યોગકારો પણ આ યાત્રામાં સામેલ છે.

[[$alsoread]]

6 વર્ષ બાદ કૈલાશ માનસરોવર યાત્રા થઈ શરૂ

લગભગ 6 વર્ષ બાદ 30 જૂનથી કૈલાસ માનસરોવર યાત્રા શરૂ થઈ ગઈ છે. પહેલા કોરોનાને કારણે, ત્યારબાદ ગલવાન ઘાટી પર ભારત અને ચીન વચ્ચેના સંઘર્ષને કારણે યાત્રા બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ આ વર્ષે સંબંધો સુધર્યા અને શિવભકતોને યાત્રાની મંજૂરી મળી ગઇ. આ વર્ષે 750 યાત્રાળુઓને આ માટે પરવાનગી આપવામાં આવી છે. વિદેશ મંત્રાલય દ્વારા બે અલગ અલગ રૂટ નક્કી કરાયા છે. એક છે લિપુલેખ અને બીજો રૂટ નાથુ લા થઇનેજાય છે. જેમાં યાત્રીને બેમાંથી એક રૂટની પસંદગી કરવાની હોય છે. આ યાત્રા ધાર્મિક મૂલ્ય અને સાંસ્કૃતિક મહત્વ માટે જાણીતી છે. ભગવાન શિવના નિવાસના રૂપમાં હિંદુઓ માટે મહત્વપૂર્ણ છે જ પરંતુ અહીં જૈન અને બૌદ્ધ લોકો માટે પણ ધાર્મિક મહત્વ ધરાવે છે.


  • Follow us on: