6 જુલાઈનો દિવસ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યંત મહત્વનો છે.એક તરફ જ્યાં હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, ત્યાં બીજી તરફ દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીનો કાલે વિદેશ પ્રવાસનો બીજો દિવસ છે. દિલ્હીમાં ઈ વ્હિકલની શરૂઆત થશે.

વર્ષ 2008 સિરિયલ બ્લાસ્ટ કેસ મામલે 7 જુલાઈએ ગુજરાત હાઇકોર્ટ આપશે ચુકાદો

વર્ષ 2008ના અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં મહત્વના વળાંક સમાન ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો આવતીકાલે ૭ જુલાઈના રોજ આવવાની શક્યતા છે. આ કેસમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા ૩૮ દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી, જેના 'ડેથ સેન્ટેન્સ કન્ફર્મેશન' (સજાની પુષ્ટિ) માટેની અપીલ પર ગુજરાત હાઈકોર્ટમાં લાંબી સુનાવણી ચાલી હતી. આ આતંકવાદી ઘટનાના વર્ષો પછી આજે જ્યારે ન્યાયિક પ્રક્રિયા તેના અંતિમ તબક્કે છે, ત્યારે સૌની નજર હાઈકોર્ટના આ સંવેદનશીલ ચુકાદા પર ટકેલી છે.

વડાપ્રધાન મોદીની ઈન્ડોનેશિયા મુલાકાત

વડાપ્રધાન મોદીની ઈન્ડોનેશિયા મુલાકાતનો આવતીકાલે બીજો દિવસ છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ પ્રબોવો સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે અને ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે.જકાર્તામાં વડાપ્રધાન ભારતીય પ્રવાસી સમુદાયની એક વિશાળ સભાને સંબોધિત કરશે.વડાપ્રધાન ઈન્ડોનેશિયાના એક મુખ્ય યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ,યોગ્યાકાર્તા સ્થિત પ્રમ્બાનન મંદિર પરિસરની પણ મુલાકાત લેશે.

દિલ્હીમાં દોડશે 300 નવી ઈલેક્ટ્રિક બસો

દિલ્હીમાં દોડશે 300નવી ઈલેક્ટ્રિક બસો, ગૃહમંત્રી અમિત શાહ લીલી ઝંડી બતાવશે, લોકોનો પ્રવાસ સરળ બનશે.

કોકરોચ જનતા પાર્ટી અંગે કાલે સુનાવણી

કોકરોચ જનતા પાર્ટીના X હેન્ડલને બ્લોક કરવા સામે દાખલ કરવામાં આવેલી અરજી પર આવતીકાલે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે.

7 જુલાઈએ યુપીના મુખ્યમંત્રીનો પ્રતાપગઢ પ્રવાસ

7 જુલાઈએ યુપીના મુખ્યમંત્રીનો પ્રતાપગઢ પ્રવાસ. તેઓ 380 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.સાથે જ જનસભાને સંબોધિત પણ કરશે.

બ્રિક્સ વિમેન વર્કિંગ ગ્રુપની બેઠક

બ્રિક્સ વિમેન વર્કિંગ ગ્રુપની બેઠકનો આવતીકાલે છેલ્લો દિવસ છે.ભારત અધ્યક્ષતા કરી રહ્યું છે. 11 બ્રિક્સ દેશો ભાગ લઈ રહ્યા છે.બેઠક કોચીમાં ચાલી રહી છે.

અશોક ગેહલોત આવતીકાલે મીડિયાને સંબોધશે

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત આવતીકાલે 07 જુલાઈ 2026ના રોજ બપોરે 12.30 વાગ્યે કોંગ્રેસ કાર્યાલય નવી દિલ્હી ખાતે મીડિયાને સંબોધિત કરશે

શાકભાજીના ભાવમાં વધારો

રાજકોટમાં વરસાદી સીઝન શરૂ શાકભાજીના ભાવમાં વધારો થયો, લીલા શાકભાજી ની શોર્ટેજ અને સપ્લાય ચેન ખોરવાઈ જતા ભાવ વધારો 

રાજ્યપાલ આચાર્ય દેવદ્રત અરવલ્લી જિલ્લાની મુલાકાતે

આવતીકાલે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવદ્રત અરવલ્લી જિલ્લાની મુલાકાતે છે જેમાં જેમાં તેઓ ગઢડા ગામે શાળા ની મુલાકાત લેશે ગામ માં આવતા ખેતરો માં હળ ચલાવી, ગાય નું દૂધ કાઢશે સવારે બાળકો અને ખેડૂતો સાથે યોગ કરશે બીજા દિવસે બીએપીએસ મંદિર હોલ ખાતે ખેડૂતો સાથે સંવાદ કરશે અને પ્રાકૃતિક ખેતી વિશે સમજ આપશે

21 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

આવતીકાલે દેશના 21 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે. 75 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે

7 જુલાઈના રોજ જન્મેલી હસ્તીઓ

મહેન્દ્ર સિંહ ધોની 

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિશ્વના સર્વશ્રેષ્ઠ ફિનિશર તેમજ વિકેટ કીપર-બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મ ૭ જુલાઈ, ૧૯૮૧ના રોજ થયો હતો. તેમની આગેવાનીમાં ભારતે ૨૦૦૭ (T20) અને ૨૦૧૧ (ODI) વર્લ્ડ કપ જીત્યો હતો.

કૈલાશ ખેર 

ભારતીય પ્લેબેક સિંગર અને મ્યુઝિક કમ્પોઝર કૈલાશ ખેરનો જન્મ ૭ જુલાઈ, ૧૯૭૩ના રોજ થયો હતો. તેઓ તેમના અનોખા અને સૂફી અંદાજના ગાયન માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છે.

વી. એસ. નાયપોલ 

નોબેલ પુરસ્કાર વિજેતા પ્રખ્યાત લેખક સર વિદ્યાધર સૂરજપ્રસાદ નાયપોલનો જન્મ ૭ જુલાઈ, ૧૯૩૨ના રોજ થયો હતો. તેઓ ભારતીય મૂળના બ્રિટિશ લેખક હતા, જેમને સાહિત્યમાં તેમના યોગદાન માટે વર્ષ ૨૦૦૧માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો.

સુનીલ ગાવસ્કર 

મહાન ભારતીય ક્રિકેટર 'લિટલ માસ્ટર' સુનીલ ગાવસ્કરનો જન્મ પણ ૭ જુલાઈ, ૧૯૪૯ના રોજ થયો હતો. તેઓ ટેસ્ટ ક્રિકેટમાં ૧૦,૦૦૦ રન બનાવનાર વિશ્વના પ્રથમ બેટ્સમેન હતા.

માહૌમાદ ગુલામ 

જોકે આ યાદીમાં સૌથી વધુ ચર્ચિત હસ્તીઓ ધોની અને ગાવસ્કર છે, પરંતુ ૭ જુલાઈના દિવસે કલા, સાહિત્ય અને રમતગમત જગતના ઘણા અન્ય નાના-મોટા કલાકારોનો પણ જન્મદિવસ હોય છે.

7 જુલાઈના રોજ બનેલી ઐતિહાસિક ઘટનાઓ

1896 ભારતનું પ્રથમ સિનેમા પ્રદર્શન

મુંબઈના વોટસન હોટલમાં લ્યુમિઅર બ્રધર્સે ભારતમાં સિનેમેટોગ્રાફનું સૌપ્રથમ પ્રદર્શન કર્યું હતું.આ ઘટનાએ ભારતમાં સિનેમાના યુગની શરૂઆત કરી હતી

1985 બોરિસ બેકરે ઈતિહાસ રચ્યો

જર્મનીના ટેનિસ ખેલાડી બોરિસ બેકરે માત્ર 17 વર્ષની ઉંમરે વિમ્બલ્ડન જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેઓ વિમ્બલ્ડન જીતનાર સૌથી યુવા ખેલાડી બન્યા હતા

2007 ન્યૂ 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડની જાહેરાત 

પોર્ટુગલની રાજધાની લિસ્બનમાં વિશ્વના નવા સાત અજાયબીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી જેમાં ભારતના તાજમહેલનો પણ સમાવેશ થયો હતો

2005 લંડનમાં બોમ્બ ધડાકા 

લંડનમાં પરિવહન નેટવર્ક (ટ્રેન અને બસ) પર શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલા થયા હતા, જેમાં ૫૨ નિર્દોષ લોકોના મોત થયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. આ દિવસ ઈતિહાસમાં એક દુઃખદ દિવસ તરીકે નોંધાયેલો છે.

2015 ભારતીય સુરક્ષા દળો દ્વારા મોટી કાર્યવાહી 

આ દિવસે જમ્મુ-કાશ્મીરના ગુરદાસપુરના દીનાનગરમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં સુરક્ષા દળોએ સાહસિક રીતે આતંકવાદીઓનો સામનો કરી તેમને ઠાર કર્યા હતા.