16 જૂનનો દિવસ દેશ અને દુનિયા સહિત ગુજરાત માટે પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે.PM મોદીનો ફ્રાન્સ પ્રવાસ ચર્ચામાં છે. પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત સંભવ છે. આવો જાણીએ 16 જૂનના રોજ આયોજિત થનારી મુખ્ય રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને ગુજરાતની વિશેષ ઘટનાઓ વિશે.
1.ફ્રાંસમાં મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત સંભવ
આવતીકાલે ફ્રાંસના એવિયેન શહેરમાં G7 શિખર સંમેલન યોજાવાનું છે. જેમાં G7 દેશોના નેતાઓ અને આમંત્રિત દેશો વચ્ચે વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચાઓ થશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી અને અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થાય તેવી સંભાવનાઓ છે.
2.વિકસિત ભારત યુવા સંસદ 2026નું ઉદ્ઘાટન
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આવતીકાલે વિકસિત ભારત યુવા સંસદ 2026નું ઉદ્ઘાટન કરશે. જેમાં સમગ્ર દેશમાંથી પસંદ કરવામાં આવેલા લોકો ભાગ લેશે. સંસદ ભવનમાં કાર્યક્રમ યોજાશે. આ પહેલનો હેતુ લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં યુવાનોની ભાગીદારી ભાર આપવાનો છે.તેમને શાસન અને સંસદિય પ્રણાલીની વ્યવહારિક સમજ પ્રદાન કરવાનો છે.
3. યશ યાદવના એડમિટ કાર્ડ ચુકાદો આવશે
NEET પેપર લીકના આરોપી યશ યાદવના એડમિટ કાર્ડ પર રાઉસ એવેન્યૂ કોર્ટ નિર્ણય આપશે. તે પરીક્ષા આપવાનો છે પણ હાલમાં જેલમાં છે.
4. IRCTC કૌભાંડ મામલે ચુકાદો આવશે
આવતી કાલે રાઉઝ એવેન્યૂ કોર્ટ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર સામે લાગેલા IRCTC કૌભાંડ મામલે ચુકાદો આપશે. દિલ્લીની રાઉસ એવેન્યૂ કોર્ટે આ કૌભાંડ મામલે ચૂકાદો અનામત રાખી 16 જૂને સંભાળવા હુકમ કર્યો હતો.
5.દેશના 19 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલે દિલ્હી-NCR સહિત ઉત્તર અને મધ્ય ભારતના હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના છે.હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન દેશના 19 રાજ્યોમાં 90 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાશે અને ભારે વરસાદ પડશે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.
6. ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડના ઉપયોગ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
ઓળખપત્ર તરીકે ઓળખાતા કાર્ડનો નાગરિકતા, વસવાટ અથવા સરનામાના પુરાવા તરીકે અયોગ્ય ઉપયોગ રોકવા અંગેની એક મહત્વની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. ચીફ જસ્ટિસ સૂર્યા કાંત અને જસ્ટિસ વી. મોહનાની બેંચ એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરાયેલી જનહિત અરજી (PIL) પર સુનાવણી કરશે, જેમાં વિનંતી કરાઈ છે કે આ કાર્ડનો ઉપયોગ ફક્ત ઓળખની ચકાસણી પૂરતો જ મર્યાદિત રાખવામાં આવે. આ સિવાય, રાજકીય મોરચે નાગપુરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે 'કોકરોચ જનતા પાર્ટી' દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
7. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોની શાળાઓ ખુલશે
ઉનાળાના લાંબા વેકેશન પછી આવતીકાલ એટલે કે 16 જૂનથી મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોની શાળાઓમાં ફરીથી રોનક પરત ફરશે.તમામ ખાનગી અને સરકારી શાળાઓ આવતીકાલથી ખૂલી જશે.નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે 'શાલા પ્રવેશોત્સવ' ઉજવવામાં આવશે.આ સાથે જ 'સ્કૂલ ચલેં હમ'અભિયાનના બીજા તબક્કાની શરૂઆત પણ થશે. સ્કૂલ શિક્ષણ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે,આ વખતે વિભાગનું ધ્યાન માત્ર નવા પ્રવેશ પર જ નહીં,પરંતુ શાળા છોડી ચૂકેલા બાળકોને ફરીથી શિક્ષણની મુખ્ય ધારા સાથે જોડવા અને શાળાઓમાં પાયાની સુવિધાઓને વધુ સારી બનાવવા પર રહેશે.
8. રાંચીમાં ડોમેસ્ટિક વર્કર્સ દ્વારા રેલી
આંતરરાષ્ટ્રીય ડોમેસ્ટિક વર્કર્સ ડે નિમિત્તે 16 જૂનના રોજ રાંચીમાં ડોમેસ્ટિક વર્કર્સ દ્વારા રેલી અને જનસભાનું આયોજન કરવામાં આવશે.ડોમેસ્ટિક વર્કર્સ રાષ્ટ્રીય મંચના નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમ દ્વારા કામદારો પોતાની વિવિધ માંગણીઓ સરકાર અને સમાજ સમક્ષ રજૂ કરશે.આ કાર્યક્રમને લઈને સોમવારે પુરુલિયા રોડ પર આવેલા એસડીસી સભાગૃહમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગઠનના હોદ્દેદારોએ આ અંગેની વિગતવાર માહિતી આપી હતી.
9. હિમાચલમાં વસતી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થશે
હિમાચલ પ્રદેશમાં વસ્તીગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થશે. મકાનોની ગણતરીની ઔપચારિક શરૂઆત 16 જૂનથી કરવામાં આવી રહી છે.આ મહત્વપૂર્ણ તબક્કો 15 જુલાઈ સુધી ચલાવવામાં આવશે.રાજ્યના તમામ જિલ્લાઓમાં ગણતરીકારો અને સુપરવાઈઝરોની તાલીમ 13 જૂન સુધી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે. ઓનલાઈન પોર્ટલના માધ્યમથી સ્વગણતરીની અવધિ 15 જૂનની રાત્રે 12 વાગ્યા સુધી નક્કી કરવામાં આવી હતી.










