11 જુલાઈનો દિવસ વૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનેક મોટી ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. રથયાત્રાને લઈ અમદાવાદ પોલીસ દ્વારા ગ્રાન્ડ રિહર્સલ, ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ, ભોજશાલા કેસમાં મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી, રેલવે સુધારા અંગે મોટી જાહેરાત થશે.

અમદાવાદ પોલીસ દ્વારા આવતીકાલે ગ્રાન્ડ રિહર્સલ

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ દ્વારા આવતીકાલે ગ્રાન્ડ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું જે છે, જેમાં તમામ પોલીસકર્મીઓ ઉપરાંત સુરક્ષા ટુકડીઓ સાથે આ ગ્રાન્ડ રિહર્સલ યોજાશે, ઉપરાંત બપોરના સમયે નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પણ રથયાત્રાના રૂટ પર રિહર્સલ યોજાશે.

આવતીકાલે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ

આવતીકાલે સવારે 7 કલાકે ભગવાન શ્રી જગન્નાથજી , સુભદ્રાજી અને શ્રી બળદેવજીનું ગર્ભગૃહમાં રત્નવેદી પર પ્રતિષ્ઠા, સવારે 8 થી 10.30 નેત્રોત્સવ પૂજન વિધિ યોજાશે. 9 વાગે ધ્વજારોહણ ,મહા આરતી થશે. સવારે 11 થી 12 કલાકે સાધુ સંતો માટેનો ભંડારો અને વસ્ત્રદાન સમારંભ.

વેધર વોચ ગ્રુપની સાંજે 4 વાગ્યે બેઠક 

ગુજરાતમાં એક અઠવાડિયા સુધી વરસાદની નહિવત સંભાવના વચ્ચે વેધર વોચ ગ્રુપની સાંજે 4 વાગ્યે બેઠક યોજાશે. 

ભોજશાલા કેસમાં મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી

સુપ્રીમ કોર્ટ 14 જુલાઈના રોજ ભોજશાલા કેસમાં મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી કરશે. આ મામલે 3 અરજીઓ દાખલ કરવામાં આવી છે. એમપી (મધ્ય પ્રદેશ) હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ આ અરજીઓ દાખલ થઈ છે.

દેશનું પહેલું ઈકોનોમિક બેરોમીટર

સર્વિસ સેક્ટરના દર મહિનાના ધબકારા માપવા માટે સરકાર એક નવો અને અત્યંત સચોટ માપદંડ લાવવા જઈ રહી છે.સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) દેશનો પહેલો 'ઇન્ડેક્સ ઓફ સર્વિસીસ પ્રોડક્શન' (ISP) એટલે કે સેવા ઉત્પાદન સૂચકાંક લોન્ચ કરશે. આ માટે નવું આધાર વર્ષ 2024-25 નક્કી કરવામાં આવ્યું છે.

જ્ઞાનવાપી વિવાદ

સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ 14 જુલાઈથી મધ્યસ્થતા (મેડિએશન) પ્રક્રિયા શરૂ થશે. ઉકેલની શક્યતાઓ શોધવા માટે ૧૪ જુલાઈના રોજ વારાણસીના મેડિએશન સેન્ટરમાં પ્રારંભિક બેઠક બોલાવવામાં આવી છે. બંને પક્ષોને નોટિસ પાઠવીને સંવાદ દ્વારા વિવાદ ઉકેલવાની પ્રક્રિયા શરૂ કરવાનો પ્રયાસ કરવાનો છે. પરંતુ મુસ્લિમ પક્ષે આવવાની ના પાડી દીધી છે.

રેલવે સુધારા અંગે મોટી જાહેરાત થશે

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ 14 જુલાઈના રોજ રેલવે સુધારા અંગે મોટી જાહેરાત કરશે! રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ 14 જુલાઈના રોજ રેલ ભવનના સાકેત હોલમાં સવારે ૧૧:૪૫ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે! આ દરમિયાન મુસાફરોની સુવિધાઓ, ઓપરેશનલ કાર્યક્ષમતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ભારતીય રેલવેના વ્યાપક પરિવર્તન સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ રેલવે સુધારાઓની જાહેરાત કરવામાં આવશે!

અંતરિક્ષ યાત્રાની શારીરિક અસરોનો અભ્યાસ

ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી અનિલ મેનન 14 જુલાઈના રોજ કઝાકિસ્તાનના બૈકોનુરથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે આઠ મહિનાના મિશન પર રવાના થશે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રહીને મેનન લાંબા સમયની અંતરિક્ષ યાત્રાની શારીરિક અસરોનો અભ્યાસ કરવા માટે કેટલાય પ્રયોગો કરશે અને એ જોશે કે માઇક્રોગ્રેવિટી અંતરિક્ષ યાત્રીઓમાં રક્ત પ્રવાહ (બ્લડ સર્ક્યુલેશન), નસોની રચના અને લોહીના બંધારણને કેવી રીતે પ્રભાવિત કરે છે.

વિદેશ મંત્રી એસ.જયશંકર બેલ્જિયમ

વિદેશ મંત્રી એસ. જયશંકર 14 અને 15 જુલાઈના રોજ બ્રુસેલ્સ (બેલ્જિયમ) જશે.ત્યાં તેઓ ત્રીજી ભારત-યુરોપીયન સંઘ (EU) વ્યાપાર અને ટેકનોલોજી પરિષદની બેઠકમાં ભાગ લેશે.

આરોગ્ય સેવા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન 

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયા 14 જુલાઈના રોજ તેલંગાણાથી દેશના સાત કર્મચારી રાજ્ય વીમા (ESI) આરોગ્ય સેવા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ અંતર્ગત ગુજરાતના સુરેન્દ્રનગરમાં ESI દવાખાના અને શાખા કચેરીનું પણ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન થશે.

ભારત ટેક્સ 2026નો શુભારંભ

ભારત ટેક્સ 2026'નો શુભારંભ 14 જુલાઈથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે થશે.કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.4 દિવસીય આ વૈશ્વિક આયોજન કાપડ, ફેશન, ઇનોવેશન, રોકાણ, સસ્ટેનેબિલિટી (સ્થિરતા) અને આંતરરાષ્ટ્રીય વ્યાપારને એક મંચ પર લાવશે.

શિવરાજ સિંહ ચૌહાણનો બંગાળ પ્રવાસ

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ 14 જુલાઈના રોજ કોલકાતામાં બંગાળના સીએમ સાથે બેઠક યોજાશે.આ બેઠકમાં પીએમ-કિસાન, પાક વીમો, એમએસપી (MSP), ગ્રામીણ વિકાસ, આવાસ, રોડ, પંચાયત ફંડ અને કૃષિ યોજનાઓની પ્રગતિ તેમજ રોડમેપ પર ચર્ચા કરવામાં આવશે.

14 જુલાઈનો વૈશ્વિક ઇતિહાસ 

ફ્રાન્સની ક્રાંતિની શરૂઆત (1789): 14 જુલાઈ 1789 ના રોજ ફ્રાન્સની જનતાએ શાહી સત્તાના પ્રતીક ગણાતી 'બાસ્તીલની જેલ' (Bastille Prison) પર હુમલો કરીને તેને તોડી પાડી હતી. આ ઘટનાથી ફ્રેન્ચ ક્રાંતિની સત્તાવાર શરૂઆત થઈ હતી. તેથી જ ફ્રાન્સમાં દર વર્ષે ૧૪ જુલાઈને 'રાષ્ટ્રીય દિવસ' (Bastille Day) તરીકે ધામધૂમથી ઉજવવામાં આવે છે.

પ્રથમ લિક્વિડ-ફ્યુઅલ રોકેટની પેટન્ટ (1934): રોકેટ વિજ્ઞાનના પિતા ગણાતા અમેરિકન વૈજ્ઞાનિક રોબર્ટ એચ. ગોડાર્ડે પ્રવાહી બળતણથી ચાલતા રોકેટની પ્રથમ પેટન્ટ મેળવી હતી, જેણે આધુનિક સ્પેસ સાયન્સનો પાયો નાખ્યો.

ન્યૂ હોરાઈઝન્સ સ્પેસક્રાફ્ટ પ્લુટોની નજીક પહોંચ્યું (2015): નાસા (NASA) નું ન્યૂ હોરાઈઝન્સ સ્પેસક્રાફ્ટ પ્લુટો ગ્રહની સૌથી નજીકથી પસાર થયું હતું અને ઇતિહાસમાં પહેલીવાર આ રહસ્યમય વામન ગ્રહ (Dwarf Planet) ની અત્યંત નજીકની અને સ્પષ્ટ તસવીરો દુનિયાને મળી હતી.

14 જુલાઈની ભારતની ઐતિહાસિક ઘટનાઓ


ચંદ્રયાન-3 નું ઐતિહાસિક લોન્ચિંગ (2023): ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) એ 14 જુલાઈ 2023ના રોજ બપોરે 2.35 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી 'ચંદ્રયાન-3' (Chandrayaan-3) મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. આ મિશને આગળ જતાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ સોફ્ટ લેન્ડિંગ કરીને ભારતનું નામ વિશ્વભરમાં રોશન કર્યું હતું.

મુંબઈ-મહારાષ્ટ્રની શાન 'બેસ્ટ' (BEST) બસની શરૂઆત (1926): મુંબઈની લાઈફલાઈન ગણાતી 'બોમ્બે ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ' (BEST) ની પ્રથમ મોટર બસ સેવા 14 જુલાઈ 1926 ના રોજ અફઘાન ચર્ચથી ક્રોફર્ડ માર્કેટ વચ્ચે શરૂ થઈ હતી.

ક્વિટ ઈન્ડિયા (હિંદ છોડો) ચળવળનો પ્રસ્તાવ (1942): મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ વર્ધામાં મળેલી કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં અંગ્રેજો સામે 'હિંદ છોડો' આંદોલન શરૂ કરવાનો ઐતિહાસિક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.

ભારતીય કલાકાર મધુબાલાનો જન્મદિવસ (1933): ભારતીય સિનેમાના સુવર્ણ યુગના સૌથી સુંદર અને દિગ્ગજ અભિનેત્રી મધુબાલા (મુમતાઝ જેહાન બેગમ દેહલવી) નો જન્મ 14 જુલાઈ 1933 ના રોજ થયો હતો.