15 જુલાઈનો દિવસ વૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનેક મોટી ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. અમદાવાદમાં ભાગવાન જગન્નાથનો સોનાવેશ, રાહુલ ગાંધી સામેના માનહાની કેસનો ચુકાદો, ગુજરાત અને કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠક, ડાકોરના ઠાકોર 254મી નગરચર્યાએ નીકળશે, ભારત-યુકે મુક્ત વ્યાપાર કરાર 15 જુલાઈથી લાગુ થશે
અમદાવાદમાં ભગવાન જગન્નાથ સોનાવેશ ધારણ કરશે
આવતી કાલે ભગવાન જગન્નાથ સોનાવેશ ધારણ કરશે. આ ઉપરાંત ગજરાજોની પૂજા વિધિ થશે. 7 30 સંધ્યા આરતીમાં સીએમ હાજર રહેશે. કોંગ્રેસના નેતાઓ પણ પૂજા આરતી કરશે.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આવતી કાલે સવારે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.આ બેઠકમાં રાજ્યની સાંપ્રત પરિસ્થિતિ પર ચર્ચા - વિચારણાં થશે. અનેક મુદ્દા ટઓ પૈકી ચોમાસાની પ્રવર્તમાન સ્થિતિ અંતર્ગત સમીક્ષા, સુરતમાં પૂર બાદ વહીવટી કામગીરી અંતર્ગત ચર્ચા ,સ્થળાંતરિત લોકોને કેશ ડોલ્સ વિતરણ પ્રગતિનો ચિત્તાર, વરસાદ અને જળાશયોમાં પાણીની સ્થિતિ પર ચર્ચા, તાજેતરમાં જાહેર થયેલી નિતીના અમલીકરણ અંગે મંથન ,નવી EV ચાર્જિંગ પોલિસી અંતર્ગત વિચારણાં, ચાર્જિંગ સ્ટેશન નેટવર્ક વિસ્તારવા પર ભાર તેમજ રથયાત્રા દરમિયાન કાયદો -વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.
ગુજરાત અને ઘાના દેશ વચ્ચે સ્કીલ ઓપોર્ચ્યુનીટી મુદ્દે ચર્ચા
અમદાવાદમાં આવતીકાલે ગુજરાત અને ઘાના દેશ વચ્ચે સ્કીલ ઓપોર્ચ્યુનીટી મુદ્દે ચર્ચા થશે તેમાં મંત્રી કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહેશે
ડાકોરના ઠાકોર 254મી નગરચર્યાએ નીકળશે
ડાકોરના ઠાકોર રણછોડજી આવતીકાલે 254મી નગરચર્યાએ નીકળશે..હજારો ભક્તો જોડાસે આ રથયાત્રામાં.. ડાકોર બનશે રણછોડમય
આવતીકાલે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આવતીકાલે સવારે કેન્દ્રીય કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશના હિતમાં અનેક મહત્વના પ્રસ્તાવો અને મોટા નીતિવિષયક નિર્ણયો પર ચર્ચા-વિચારણા કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે, જેમાં આગામી સમયના આર્થિક અને સામાજિક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી શકે છે.
ભારત-યુકે મુક્ત વ્યાપાર કરાર 15 જુલાઈથી લાગુ થશે
ભારત અને યુનાઇટેડ કિંગડમ (UK) વચ્ચેનો ઐતિહાસિક મુક્ત વ્યાપાર કરાર (FTA) આગામી 15 જુલાઈથી સત્તાવાર રીતે અમલમાં આવી રહ્યો છે.આ કરાર હેઠળ બંને દેશો વચ્ચેના 99 ટકા ઉત્પાદનો ટેરિફ-ફ્રી બનશે,જેનાથી ભારતની કાપડ, આઈટી (IT) અને કૃષિ ક્ષેત્રની નિકાસને બૂસ્ટ મળશે તેમજ અંદાજે 75000 જેટલા ભારતીય શ્રમિકોને મોટો આર્થિક ફાયદો થવાની આશા છે.આ અંગે વધુ વિગતો આપવા માટે આવતીકાલે વાણિજ્ય ભવન ખાતે પત્રકાર પરિષદનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
રાહુલ ગાંધી માનહાનિ કેસમાં સુલ્તાનપુર કોર્ટ સંભળાવશે ચુકાદો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે કેન્દ્રીય મંત્રી અમિત શાહ વિરુદ્ધ કર્ણાટકમાં વાંધાજનક ટિપ્પણી કરવા બદલ દાખલ થયેલા માનહાનિના કેસમાં સુલ્તાનપુર કોર્ટ આગામી 15 જુલાઈના રોજ પોતાનો ચુકાદો સંભળાવશે.આ મામલામાં બંને પક્ષો દ્વારા તમામ દલીલો પૂર્ણ થઈ ચૂકી છે અને ડિજિટલ પુરાવાઓની ફોરેન્સિક તપાસ કરવાની માંગ પર કોર્ટે અગાઉ પોતાનો આદેશ અનામત રાખ્યો હતો જેના પર હવે 15 જુલાઈએ આખરી ફેંસલો આવશે.
રેલ્વે 15 જુલાઈથી 300 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે
ઓડિશાના પુરી ખાતે યોજાનારી જગન્નાથ રથયાત્રામાં ઉમટી પડનારા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા અને ભારે ભીડના નિયંત્રણને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વે દ્વારા આગામી 15 જુલાઈથી 300 જેટલી વિશેષ (સ્પેશિયલ) ટ્રેનો ચલાવવાનો મોટો નિર્ણય લેવાયો છે.રેલ્વે વિભાગના જણાવ્યા અનુસાર,આ સ્પેશિયલ ટ્રેનો મુખ્યત્વે જગદલપુર-પુરી, રાયગડા-પુરી, સંબલપુર-પુરી અને શાલીમાર-પુરી સહિતના વિવિધ મહત્વના રૂટો પર દોડાવવામાં આવશે જેથી મુસાફરોને અવરજવરમાં સરળતા રહે.
રાષ્ટ્રપતિ આંતરરાષ્ટ્રીય સેમિનાર ‘सौश्रुतम् 2026’નું ઉદ્ઘાટન કરશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી 15 જુલાઈના રોજ નવી દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન (AIIA) ખાતે ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનાર ‘सौश्रुतम् 2026’ નું ભવ્ય ઉદ્ઘાટન કરશે. આયુષ મંત્રાલયના નેજા હેઠળ ૧૫ થી ૧૭ જુલાઈ સુધી ચાલનારા આ સેમિનારનું આયોજન સર્જરીના જનક ગણાતા આચાર્ય સુશ્રુતની જયંતિ નિમિત્તે કરવામાં આવ્યું છે, જે આધુનિક અને આયુર્વેદિક શસ્ત્રક્રિયાના સમન્વય પર આધારિત રહેશે. આ મુખ્ય કાર્યક્રમ પૂર્વે ૧૪ જુલાઈએ એક વિશેષ પ્રી-વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું
15 જુલાઈની ઐતિહાસિક ઘટનાઓ
બોઇંગ (Boeing) કંપનીની સ્થાપના
વિશ્વની સૌથી મોટી એરોસ્પેસ અને વિમાન બનાવતી કંપનીઓમાંની એક એવી 'બોઇંગ કંપની' (Boeing) ની સ્થાપના 15 જુલાઈ 1916ના રોજ વિલિયમ બોઇંગ દ્વારા વોશિંગ્ટનના સિએટલ શહેરમાં કરવામાં આવી હતી. શરૂઆતમાં આ કંપનીનું નામ 'પેસિફિક એરો પ્રોડક્ટ્સ કંપની' હતું.
ઇન્ટરનેશનલ સ્પેસ રેસ: એપોલો-સોયુઝ ટેસ્ટ પ્રોજેક્ટ
અવકાશ વિજ્ઞાનના ઇતિહાસમાં આ એક ઐતિહાસિક દિવસ હતો. શીત યુદ્ધ (Cold War) ના સમયગાળા દરમિયાન, 15 જુલાઈ 1975ના રોજ અમેરિકાનું 'એપોલો' (Apollo) સ્પેસક્રાફ્ટ અને સોવિયેત યુનિયન (રશિયા) નું 'સોયુઝ' (Soyuz) સ્પેસક્રાફ્ટ એક સંયુક્ત મિશન માટે અવકાશમાં રવાના થયા હતા. અવકાશમાં બંને દેશોના યાન એકબીજા સાથે જોડાયા હતા, જે બે મહાસત્તાઓ વચ્ચે અવકાશ ક્ષેત્રે શાંતિ અને સહયોગનું મોટું પ્રતીક બન્યું હતું.
ટ્વિટર (Twitter X) ની સત્તાવાર શરૂઆત
સોશિયલ મીડિયાની દુનિયામાં ક્રાંતિ લાવનાર પ્લેટફોર્મ ટ્વિટર (જે હવે X તરીકે ઓળખાય છે) ને 15 જુલાઈ 2006ના રોજ જાહેર જનતા માટે સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું. તેની સ્થાપના જેક ડોર્સી, નોહ ગ્લાસ, બિઝ સ્ટોન અને ઇવાન વિલિયમ્સ દ્વારા કરવામાં આવી હતી.
ભારતીય રૂપિયાને મળ્યું નવું પ્રતીક '₹'
15 જુલાઈ 2010ના રોજ ભારત સરકારે ભારતીય ચલણ (રૂપિયા) માટે એક નવું અને વિશિષ્ટ પ્રતીક '₹' મંજૂર કર્યું હતું. આ પ્રતીક ડી. ઉદય કુમાર નામના ડિઝાઈનર દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું, જે દેવનાગરી લિપિના 'ર' અને રોમન લિપિના 'R' ના સમન્વયથી બનેલું છે. આ સાથે જ ભારત પોતાના ચલણનું સ્વતંત્ર પ્રતીક ધરાવતો વિશ્વનો પાંચમો દેશ બન્યો હતો.
નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ મિશનની શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 15 જુલાઈ 2015ના રોજ ભારતના યુવાનોમાં કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે 'નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ મિશન' (National Skill Development Mission) અને 'પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના' (PMKVY) ની શરૂઆત કરવામાં આવી હતી. આ જ દિવસને વૈશ્વિક સ્તરે 'વર્લ્ડ યુથ સ્કિલ્સ ડે' (World Youth Skills Day) તરીકે પણ ઉજવવામાં આવે છે.
