ભારતના ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ પ્રમાણે ત્રણ રાજ્યોની 12 રાજ્યસભાની બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં ઉત્તરપ્રદેશની 10 બેઠકો પણ સામેલ છે. આગામી 16મી ઓક્ટોબરે આ ચૂંટણીનું મતદાન યોજાશે. જેમાં સમાજવાદી પાર્ટીએ મોટો દાવ ખેલી નાંખ્યો છે. રાજ્યસભાના સાંસદ અને ઉદ્યોગપતિ પરિમલ નાથવાણીના પુત્ર ધનરાજ નાથવાણીને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ગ્રુપ પ્રેસિડેન્ટ છે
ધનરાજ નાથવાણી હાલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ગ્રુપ પ્રેસિડેન્ટ તેમજ રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડમાં ડિરેક્ટર તરીકેની જવાબદારી સંભાળે છે. આજે સવારે 11 વાગ્યે ધનરાજ નથવાણી રાજ્યસભાની ચૂંટણી માટે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. તેમના પિતા પરિમલ નથવાણી હાલ ઝારખંડમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે સેવા આપી રહ્યા છે.હવે તેમના પુત્ર ઉત્તર પ્રદેશના રાજકારણમાંથી સંસદમાં પહોંચશે.સમાજવાદી પાર્ટીના આ મોટા દાવથી વર્તમાન રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

