આવતીકાલે 19 નવેમ્બરના રોજ દેશ વિદેશમાં બનનારી મોટી ઘટનાઓ કઈ છે. વડાપ્રધાન મોદી ફિક્કીની વાર્ષિક મહાસભા અને સંમેલનનું ઉદ્ઘાટન કરશે , અકવાન વાવાઝોડુ વધુ સક્રિય બનશે સહિતની ઘટનાઓ આવતીકાલે ચર્ચામાં રહેશે.

ગુજરાતમાં આવતીકાલથી આરોગ્ય વિભાગનું ચેકિંગ

આવતીકાલથી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ચોક્કસ જગ્યાઓ પર સવારથી ચેકીંગ શરૂ કરવામાં આવશે.. સવારે ફાઇનલ માહિતી આપીશ એના આધારે ટીમ રાખી શકાશે

કોંગ્રેસ પ્રભારી સુરજેવાલા કાર્યકરો સાથે બેઠક કરશે

કોંગ્રેસ પ્રભારી રણદીપ સુરજેવાલાની અધ્યક્ષતામાં સવારે 10 કલાક થી કોંગ્રેસ શહેર,જીલ્લા પ્રમુખોની બેઠક યોજશે,તે સિવાય પૂર્વ MLA અને MPની બેઠક પણ યોજવામાં આવશે.બીજેપીનાં પેજ પ્રમુખની સામે વોટ રક્ષક બનાવવામાં આવશે. 

વ્યાયામ શિક્ષકોની ભરતી માટે આંદોલન યથાવત

સરકારની ખાતરી બાદ પણ ભરતી શરૂ ન થઈ શકતાં હવે શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવા માંગ ઉઠી છે. ઉમેદવારોની માંગ છે કે નોટિફિકેશન નહી આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે

જામનગર એરફોર્સમાં ત્રિ-દિવસય આપતિ વ્યવસ્થાપન કવાયતનો પ્રારંભ  

ભારતીય સંરક્ષણ દળો દ્વારા, મુખ્યાલય સંકલિત સંરક્ષણ સ્ટાફ અને મુખ્યાલય દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના માર્ગદર્શન હેઠળ, ભાગ લેતી રાષ્ટ્રીય એજન્સીઓ અને મિત્ર વિદેશી દેશો સાથે સંકલનમાં, જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે બહુરાષ્ટ્રીય વાર્ષિક સંયુક્ત માનવતાવાદી સહાય અને આપદા રાહત કવાયત સહાયતા સેતુ કવાયતના પ્રથમ દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કવાયતનું આયોજન 17થી 19 નવેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે.

વાવાઝોડું 'અકવાન' હવે વધુ શક્તિશાળી બન્યું

બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું ભીષણ ચક્રવાતી વાવાઝોડું 'અકવાન' (Cyclone Akvan) હવે વધુ શક્તિશાળી બની રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત અકવાન 20 નવેમ્બર 2026ના રોજ બપોર સુધીમાં ઉત્તર આંધ્રપ્રદેશ, યાનમ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 90થી 100 કિલોમીટર પ્રતિ કલાક અને વરસાદી ઝાપટા 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની આશંકા છે. 19 નવેમ્બરથી આંધ્રપ્રદેશ અને ઓડિશામાં અતિભારે વરસાદની ચેતવણી

ફિક્કીની વાર્ષિક મહાસભા અને સંમેલનનું ઉદ્ઘાટન

વડાપ્રધાન મોદી આવતીકાલે દિલ્હીના ભારત મંડપમ ખાતે FICCI (ફિક્કી)ની વાર્ષિક સામાન્ય સભા અને સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓને સંબોધન પણ કરશે.‘ભારત 2047’ (Bharat 2047)વિષયવસ્તુ (થીમ) પર યોજાઈ રહેલા આ સંમેલનમાં ઉદ્યોગપતિઓ, સીઈઓ (CEOs),રાજદ્વારીઓ અને નીતિ નિર્ધારકો સહિત 2500થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે.

દિલ્હીમાં NIAની આતંકવાદ વિરોધી પરિષદ; અમિત શાહ હાજરી આપશે. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 19 નવેમ્બરે સવારે 10.30 વાગ્યે નવી દિલ્હી સ્થિત DRDO ભવન ખાતે 'સીમાપાર આતંકવાદ'(cross-border terrorism)ની વિષયવસ્તુ પર કેન્દ્રિત 'આતંકવાદ વિરોધી પરિષદ 2026' (Anti-Terror Conference 2026)ને સંબોધિત કરશે.

IRRDS-2026 રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન

કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલ કાલે પુણેમાં IRRDS-2026 રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરશે. સંમેલનમાં નદી, જળાશય, ડેમ પ્રબંધન, જળ સંરક્ષણ, આબોહવા પરિવર્તન અને આધુનિક તકનીકો પર વિશેષજ્ઞો મંથન કરશે.

દિલ્હી મતદાર યાદી અને ફોર્મ 6 મામલો

દિલ્હીના હટાવવામાં આવેલા મતદારો માટે ચૂંટણી પંચ (ECI)ના ફોર્મ 6ની અનિવાર્યતા સાથે જોડાયેલી અરજી પર 19 નવેમ્બરે સુનાવણી થવાની છે.

આઝમ ખાનની અંતિમ જામીન પર સુનાવણી

અલાહાબાદ હાઈકોર્ટથી સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને મળેલી અંતિમ જામીનને પડકારતી એફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની અરજી પર 19 નવેમ્બરે સુનાવણી થશે. કોર્ટે તાત્કાલિક રોક લગાવવાનો ઇનકાર કરતા મામલાને ગુરુવાર માટે સૂચિબદ્ધ કર્યો છે.

હરિયાણાના સૂરજકુંડમાં 27 અને 28 નવેમ્બરે બેઠક યોજાશે

ભાજપે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકની જાહેરાત કરી છે.હરિયાણાના સૂરજકુંડમાં 27 અને 28 નવેમ્બરે બેઠક યોજાશે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સહિત તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ બેઠકમાં ભાગ લેશે ગુજરાત વિધાનસભ ચૂંટણી પહેલા રસ્ત્રીય કાર્યકારીણી ની બેઠક મળી રહી છે.

19 નવેમ્બરના ઇતિહાસની મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ

1863 અબ્રાહમ લિંકનનું ઐતિહાસિક ગેટિસબર્ગ ભાષણ

અમેરિકાના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકને ગૃહયુદ્ધ દરમિયાન પેન્સિલવેનિયાના ગેટિસબર્ગમાં સૈનિક સ્મારકના ઉદ્ઘાટન પ્રસંગે પ્રખ્યાત ગેટિસબર્ગ ભાષણ આપ્યું હતું. આ ભાષણ અમેરિકાના ઇતિહાસમાં લોકશાહીનું મહત્ત્વપૂર્ણ પ્રતીક બન્યું.

1942 સ્ટાલિનગ્રાડમાં સોવિયેત સેનાનો વળતો હુમલો

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સોવિયેત સંઘે જર્મન સેના સામે 'ઓપરેશન યુરેનસ' શરૂ કર્યું હતું. આ હુમલાથી જર્મન સેનાની ઘેરાબંધી થઈ અને યુદ્ધની દિશા બદલાઈ.

1969 ચંદ્ર પર માનવનું બીજું સફળ ઉતરાણ

અમેરિકાના એપોલો-12 મિશનના અવકાશયાત્રીઓ ચાર્લ્સ કોનરેડ અને એલન બીને ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું હતું. તેઓ ચંદ્ર પર પગ મૂકનારા ત્રીજા અને ચોથા માનવી બન્યા.

1977 ઇજિપ્તના રાષ્ટ્રપતિની ઇઝરાયેલની ઐતિહાસિક મુલાકાત

ઇજિપ્તના રાષ્ટ્રપતિ અનવર સાદાત ઇઝરાયેલની મુલાકાત લેનારા પ્રથમ આરબ રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા. તેમની આ મુલાકાત મધ્યપૂર્વમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોમાં મહત્ત્વપૂર્ણ બની હતી.

1985 રોનાલ્ડ રેગન અને મિખાઇલ ગોર્બાચેવની પ્રથમ મુલાકાત

અમેરિકાના રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગન અને સોવિયેત સંઘના નેતા મિખાઇલ ગોર્બાચેવ સ્વિટ્ઝર્લેન્ડના જિનીવામાં પ્રથમ વખત મળ્યા હતા. આ મુલાકાત શીતયુદ્ધ દરમિયાન બંને મહાસત્તાઓ વચ્ચેના સંબંધોમાં મહત્ત્વપૂર્ણ વળાંક સાબિત થઈ.

19 નવેમ્બર: જાણીતી હસ્તીઓના જન્મ 

રાણી લક્ષ્મીબાઈ 

1857ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાન વીરાંગના અને ઝાંસીના રાણી જેમણે અંગ્રેજો સામે અદમ્ય સાહસ સાથે લડત આપી હતી.

ઈન્દિરા ગાંધી (1917)

ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન અને 'આયર્ન લેડી' તરીકે જાણીતા રાજનેતા.

દારા સિંહ (1928)

વિશ્વ વિજેતા ભારતીય પહેલવાન અને જાણીતા અભિનેતા, જેમણે 'રામાયણ' ધારાવાહિકમાં હનુમાનજીની ભૂમિકા ભજવીને અપાર લોકચાહના મેળવી હતી.

ઝીનત અમાન (1951)

70 અને 80ના દાયકાની હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી તથા પૂર્વ મિસ એશિયા પેસિફિક

સુષ્મિતા સેન (1975)

મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય મહિલા અને જાણીતી બોલિવૂડ અભિનેત્રી

કિરણ રિજિજુ (1971)

ભારતના જાણીતા રાજનેતા અને કેન્દ્રીય મંત્રી