પીએમ મોદી આજે 76 વર્ષના થયા છે. ભારતના ખૂણે ખૂણેથી તેમને જન્મ દિવસની શુભકામના મળી રહી છે. ત્યારે પીએમ મોદીએ એક્સ પર એક વીડિયો પોસ્ટકરીને સૌનો આભાર માન્યો છે.પીએમ મોદીએ પોસ્ટમાં લખ્યું છે દેશવાસીઓના આશીર્વાદથી મને તાકાત મળે છે.  આશીર્વાદના દિયા પર પીએમ મોદીએ પોસ્ટ  કરી છે.  પીએમ મોદીએ સાથે એક વીડિયો પણ શેર કર્યો છે. તેમણે કહ્યું કે આશીર્વાદનો દીવો એ સ્નેહની અભિવ્યક્તિ છે. 

https://twitter.com/narendramodi/status/2100442359922409662

વિશ્વકર્મા જયંતિ પર વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

જ્યારે સમગ્ર દેશ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યો છે, ત્યારે વડાપ્રધાને ભગવાન વિશ્વકર્મા જયંતિના અવસરે ભારતની જનતાને શુભેચ્છાઓ પાઠવી છે. 17 સપ્ટેમ્બરે સવારે 'X' (અગાઉનું ટ્વિટર) પરની તેમની પ્રથમ પોસ્ટમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, "ભગવાન વિશ્વકર્મા જયંતિ પર આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ." આ સાથે, તેમણે એક 'સુભાષિત' (પ્રેરણાત્મક શ્લોક) પણ શેર કર્યો હતો.

https://twitter.com/narendramodi/status/2100404372437975372

PM Modi થયા 76 વર્ષના 

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે તેઓ 76 વર્ષના થયા છે. વડાપ્રધાન મોદીના જાહેર જીવન અને સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ગુરુવારથી 'સેવા સંકલ્પ અભિયાન' નામનું એક વિશેષ માસ-વ્યાપી અભિયાન શરૂ કરી રહી છે. જોકે તેમનો જન્મદિવસ આજે ઉજવવામાં આવી રહ્યો છે, પરંતુ જાહેર સેવાની 25 વર્ષની સિદ્ધિ ઓક્ટોબરમાં પૂર્ણ થશે. આ ઐતિહાસિક પ્રસંગને યાદગાર બનાવવા માટે, પક્ષ સમગ્ર મહિના દરમિયાન જાહેર સેવા અને જનસંપર્ક પર કેન્દ્રિત કાર્યક્રમોની શ્રેણીનું આયોજન કરી રહ્યો છે.

"સમગ્ર દેશના કારીગરો અને કુશળ વ્યક્તિઓને મારા વિશેષ અભિનંદન."

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું, "ભગવાન વિશ્વકર્મા જયંતિના અવસરે આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. દિવ્ય શિલ્પી સાથે જોડાયેલા આ પવિત્ર અવસરે, હું દેશભરના એવા કારીગરો અને કુશળ વ્યક્તિઓને વિશેષ અભિનંદન પાઠવું છું જેઓ નિર્માણ અને સર્જનાત્મક કાર્યોમાં સંકળાયેલા છે. વિકસિત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં તમારી કુશળતા અને સખત મહેનત અત્યંત મહત્વપૂર્ણ છે."

આ પણ વાંચો:100% US Tariff on India: થાય તે કરી લે અમેરિકા, ભારત.... ઝૂકશે નહી, 100 ટકા ટેરિફ લૉ અંગે ભારતની પ્રતિક્રિયા