13 વર્ષ સુધી કોમા જેવી સ્થિતિમાં જીવન વિતાવ્યા બાદ હવે તેમને કોર્ટની મંજૂરીથી ઇચ્છામૃત્યુની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવી રહ્યા છે. Supreme Court of India ની મંજૂરી બાદ તેમને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાઇન્સમાં શિફ્ટ કરવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની દેખરેખ હેઠળ ધીમે ધીમે લાઇફ સપોર્ટ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

આ સમગ્ર ઘટના વચ્ચે એક બીજો ચહેરો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. 

https://twitter.com/ANI/status/2031668988208644209

પરંતુ આ સમગ્ર ઘટના વચ્ચે એક બીજો ચહેરો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં આધ્યાત્મિક વેશમાં દેખાતી એક મહિલા હરીશ રાણા પાસે ઉભી રહીને તેમને અંતિમ વિદાયના શબ્દો કહેતી જોવા મળે છે “બધાને માફ કરીને, બધાથી માફી માંગીને હવે જાઓ.” આ શબ્દો સાંભળતા ત્યાં હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ. થોડા સમયમાં જ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો અને લોકો પૂછવા લાગ્યા કે આ બહેન કોણ છે જેઓએ આ ભાવુક ક્ષણે આવો સંદેશ આપ્યો?

આધ્યાત્મિક જોડાણની કહાની

માહિતી મુજબ વીડિયોમાં દેખાતી મહિલા બ્રહ્મા કુમારી સંસ્થા સાથે જોડાયેલી એક વરિષ્ઠ સાધિકા છે, જેમને લોકો “બહેન” તરીકે ઓળખે છે. તેઓ મોહન નાગર સ્થિત બ્રહ્માકુમારી સેન્ટર ‘પ્રભુ મિલન ભવન’ સાથે જોડાયેલા છે અને લાંબા સમયથી આધ્યાત્મિક સેવાકાર્યમાં સક્રિય છે.

https://twitter.com/SachinGuptaUP/status/2033079220482748579

હરીશ રાણાના પરિવારનો આ આધ્યાત્મિક સંસ્થા સાથેનો સંબંધ નવો નથી. હરીશના પિતા અશોક રાણા અને પરિવારના અન્ય સભ્યો ઘણા વર્ષોથી બ્રહ્માકુમારીના કાર્યક્રમો અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહ્યા છે. કહેવામાં આવે છે કે જ્યારે એક અકસ્માત બાદ હરીશનું જીવન અચાનક બદલાઈ ગયું અને તેઓ કોમા જેવી સ્થિતિમાં પહોંચી ગયા, ત્યારે પરિવારે આધ્યાત્મિક સહારો પોતાની શક્તિ બનાવ્યો. તેથી આ વર્ષોમાં બ્રહ્માકુમારી સેન્ટર સાથે જોડાયેલા ઘણા લોકો સમયાંતરે રાણા પરિવારને મળવા આવતા, પ્રાર્થના કરતા, ધ્યાન કરાવતા અને તેમને માનસિક સહારો આપતા રહ્યા.

અંતિમ મુલાકાતની ભાવુક ક્ષણ

13 માર્ચ 2026 ના રોજ જ્યારે સ્પષ્ટ થયું કે કોર્ટની મંજૂરી બાદ હવે હરીશ રાણાને ઇચ્છામૃત્યુની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે, ત્યારે બ્રહ્માકુમારી સેન્ટરની સ્પિરિચ્યુઅલ લીડર કુમારી લવલી દીદી પણ રાણા પરિવારના ઘરે પહોંચી. તે સમયે ઘરમાં ખૂબ શાંત અને ભાવુક માહોલ હતો. પરિવારના સભ્યો, સગા-સંબંધીઓ અને સોસાયટીના કેટલાક લોકો ત્યાં હાજર હતા.

https://twitter.com/ANI/status/2031646078676643910

આ દરમિયાન લવલી દીદી પણ રાણા પરિવારના ઘરે પહોંચ્યા. તે સમયે ઘરમાં ખૂબ શાંત અને ભાવુક માહોલ હતો. પરિવારના સભ્યો, સગા-સંબંધીઓ અને સોસાયટીના કેટલાક લોકો ત્યાં હાજર હતા.લવલી દીદી એ હરીશ રાણા ના કપાળ પર ચંદનનું તિલક લગાવ્યુ, તેમની બાજુમાં ઉભી રહીને પ્રાર્થના કરી અને શાંતિપૂર્વક થોડા શબ્દો કહ્યા. તેમના મોઢેથી નીકળેલા શબ્દો “બધાને માફ કરીને, બધાથી માફી માંગીને હવે જાઓ” ત્યાં હાજર દરેકના દિલને સ્પર્શી ગયા. વીડિયો જોનાર ઘણા લોકો પણ ભાવુક થઈ રહ્યા છે.

આ પણ વાંચો: Odisha: ઓડિશાની હોસ્પિટલમાં ભયાનક આગ, ICU માં દાખલ 10 દર્દીઓનાં કરૂણ મોત