ખેતરમાં બાળક રમતી વખતે આકસ્મિક રીતે ખુલ્લા બોરવેલમાં બાળક પડ્યુ હતુ. અને બાદમાં બચાવ કાર્ય શરુ કરાયુ હતુ.
બચાવ કામગીરી રહી નિષ્ફળ
હરિયાણાના અંબાલા જિલ્લાના ધનેઓરા ગામમાં 220 ફૂટ ઊંડા ખુલ્લા બોરવેલમાં પડી ગયેલા ચાર વર્ષના બાળકને 21 કલાકની બચાવ કામગીરી પછી બહાર કાઢવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બાળક ખેતરમાં રમતી વખતે બોરવેલમાં પડી ગયું હતું. સ્થાનિકોએ મદદ માટે પુરતા પ્રયત્ન કર્યા હતા. અને બાદમાં NDRF, SDRF અને સેનાએ સંયુક્ત કામગીરી હાથ ધરી હતી.
https://twitter.com/PTI_News/status/2072143979467219258
અસુરક્ષિત બોરવેલની સમસ્યા
આ ઘટના બાદ, વહીવટીતંત્ર અને બચાવ ટીમોએ ઘણા કલાકો સુધી સતત બચાવ કામગીરી હાથ ધરી અને બાળકને બહાર કાઢ્યો. જોકે, હોસ્પિટલમાં લઈ જવામાં આવતા, ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. આ અકસ્માતે ફરી એકવાર ખુલ્લા અને અસુરક્ષિત બોરવેલની સમસ્યા અને સલામતીના ધોરણોનું પાલન કરવાની જરૂરિયાત અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
આખરે કેમ સર્જાય છે આવી દુર્ઘટનાઓ?
આર્થિક લોભ અને આળસ: ખેડૂતો કે જમીન માલિકો જ્યારે નવો બોરવેલ બનાવે છે અને તેમાંથી પાણી નથી નીકળતું, ત્યારે તેને વૈજ્ઞાનિક ઢબે પૂરવાને બદલે અથવા તેના પર મજબૂત ઢાંકણું બેસાડવાને બદલે માત્ર આળસ કે થોડા પૈસા બચાવવા માટે તેને ખુલ્લો છોડી દે છે.
જાગૃતિનો અભાવ: ગ્રામીણ વિસ્તારોમાં ખેતરોની આસપાસ બાળકો રમતા હોય છે. ખુલ્લા બોરવેલની આસપાસ કોઈ સુરક્ષા દીવાલ કે ચેતવણી બોર્ડ હોતા નથી, જેના કારણે રમતા-રમતા બાળકો તેનો ભોગ બને છે.
નિયમોનું કાગળ પર રહેવું: સુપ્રીમ કોર્ટ દ્વારા ખુલ્લા બોરવેલ અંગે કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, પરંતુ સ્થાનિક સ્તરે તેનું પાલન યોગ્ય રીતે થતું નથી.
આ પણ વાંચોઃ 50 વર્ષ પહેલા સમુદ્રમાં ગાયબ થયેલી 'ભૂતિયા' સબમરીન મળી, અંદરનું સોનું જોઇ વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત
