કાર્સિનોયડ કેન્સર એક એવું કેન્સર છે. જે શરીરની હોર્મોન સિસ્ટમને પ્રભાવિત કરે છે. અને લાંબા સમય સુધી શરીરમાં હાજર રહે છે. આ કેન્સર શરીરના અમુક ભાગમાં જ ફેલાય છે. તેના લક્ષ્ણો શું છે. અને તેના વિશે નિષ્ણાંતો શું કહે છે. આવો જાણીએ.

શું છે કાર્સિનોયડ કેન્સર ?

કાર્સિનોયડ કેન્સર ઘીમી ગતિએ ફેલાનાર ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર છે. જે શરીરના હોર્મોન બનાવનાર સિસ્ટમ પર અસર કરે છે. આ કેન્સર પાચન તંત્રમાં એટલે કે નાના આતંરડામાં, એપેન્ડિક્સ, રેક્ટમ અને પેટમાં અથવા ફેફસામાં જોવા મળે છે. આ કેન્સરમાં ટ્યૂમર અત્યાધુનિક માત્રામાં હોર્મોન બનાવવા લાગે છે. જે શરીરના વિવિધ અંગોને પ્રભાવિત કરે છે. કાર્સિનોયડ કેન્સર લાંબા સમય સુધી પોતાના લક્ષ્ણો દર્શાવતું નથી. જેના કારણે સમયસર તેનો ઉપાય કરવો મુશ્કેલ સાબિત થાય છે. શરીરમાં હોર્મોન બનાવનાર સેલ્સ અસામાન્યરૂપથી ટ્યૂમરમાં બદલાઇ જાય છે. આ બિમારીમાં જેનેટિક્સ ફેક્ટર પણ અસર કરે છે. ધૂમ્રપાન, દારુની લત કેન્સરને વધારી શકે છે. પાંચન તંત્ર પર સોજો પણ કેન્સરનું કારણ હોઇ શકે છે.

શું છે કાર્સિનોયડ કેન્સરના લક્ષણો ?

દિલ્હીના રાજીવ ગાંધી કેન્સર હૉસ્પિટમાં મેડિકલ ઓન્કોલોજી વિભાગમાં ડૉ.વિનીત તલવારે જણાવ્યુ હતુ કે, કાર્સિનોયડ કેન્સરના લક્ષણો પર નજર કરવામાં આવે તો ચહેરા, ગળું અને છાતી પર અમુક સમયમાં ગરમાવો અને લાલાશનો અનુભવ કરવો. સતત ઝાડા, પેટમાં ગાંઠ, શ્વાસ લેવામાં પરેશાની, ગભરામણ, થાક લાગવો, કમજોરી અનુભવવી, ખાંસી, જેવા લક્ષણો આ કેન્સરની ઓળખ છે.

કાર્સિનોયડ કેન્સરથી કેવી રીતે બચશો ?

સમયસર હેલ્થ ચેકઅપ, વિશેષ રુપથી જ્યારે કોઇને પરિવારમાં કેન્સર હોય. તો ખાસ તપાસ કરાવવી જોઇએ. હેલ્ધી ડાયટ લેવી જોઇએ. તંબાકુનું સેવન બંધ કરવું જોઇએ. પેટ સંબંધી સમસ્યાઓની અવગણના ન કરો.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.