વર્ષ 1990માં ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રી માત્ર 1 અરબ ડૉલરની હતી. અને આજે તેનું બજાર 65 અરબ સુધી પહોંચ્યુ છે. ભારતનું ફાર્મા સેક્ટર 7.8 ટકાના દર સાથે વધી રહ્યુ છે. ભારતની ફર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી હાલમાં સારુ બજાર ધરાવે છે. પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, વર્ષ 2030 સુધી દવા ક્ષેત્રે 130 અરબ ડૉલર સુધી પહોંચવાનું લક્ષ્ય છે.

દવા ક્ષેત્રે પોતાની ઓળખ મજબૂતઃ પીએમ મોદી

પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી સંબોધન કરતા કહ્યુ હતુ કે, દેશ નવી-નવી દવાઓ બનાવી રહ્યુ છે. અને વિશ્વની ફાર્મસી બનશે. જેના કારણે ભારતની સસ્તી દવાઓની મદદ દુનિયાભરને મળી રહે. પીએમે કહ્યુ હતુ કે, જો આપણે આત્મનિર્ભર નહી બનીએ તો આપણું કામ યોગ્ય રીતે નહી ચાલી શકે. આપણે સતત નવા-નવા આવિષ્કાર કરતા રહેવું જોઇએ. ભારતમાં એટલું સામર્થ્ય છે કે, તે વિશ્વની ફાર્મસી બની શકે. ફાઇટર જેટનું એન્જિન હોય કે નવી-નવી દવાઓનો વિકાસ હોય. ભારત દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યુ છે. જેના કારણે વૈશ્વિક સ્તરે તેની અલગ અને મજબૂત ઓળખ બની રહી છે. પીએમ મોદીનું સ્વપ્ન હવે ધીમે-ધીમે પુરુ થઇ રહ્યુ છે. ભારત દવા ક્ષેત્રે પોતાની ઓળખ મજબૂત કરી રહ્યુ છે.

14 વર્ષનો પરિશ્રમઃ પીએમ મોદી

દુનિયાભરની એન્ટીબાયોટિક દવાઓ નિષ્ફળ જઇ રહી છે. કારણ કે રેજિસ્ટેન્સ થવા લાગ્યા છે. એનો અર્થ એવો થાય છે કે, દવા બેક્ટીરિયાને મારવામાં અસક્ષમ સાબિત થઇ છે. છેલ્લા 30 વર્ષથી દુનિયામાં એન્ટીબાયોટિક દવાઓ નથી બની. તેથી એન્ટીબાયોટિક દવાઓની માગ વધી રહી છે. જેના ધ્યાનમાં રાખીને ભારતે પ્રથમ સ્વદેશી એન્ટીબાયોટિક નેફિથ્રોમાઇસિનને લોન્ચ કરી છે. જેનો હેતુ બેક્ટીરિયા રેજિસટેન્સ સામે રક્ષણ આપવાનું છે. ફાર્મા કંપની વોલકાર્ડ દ્વારા મિકનાફ નામથી બજારમાં મુકવામાં આવી છે. નિમોનિયામાં ત્રણ વાર આ દવા આપવામાં આવે છે. આ દવા અગાઉની દવા કરતા 10 ગણી વધુ અસરકારક છે. આ દવા બનાવવામાં 14 વર્ષ લાગ્યા છે. અને 500 કરોડનું રોકાણ કરવામાં આવ્યુ છે.