સિગરેટની જેમ હાનિકારક વસ્તુઓની યાદીમાં લાડુ, જલેબી અને સમોસાને સામેલ કરાયા છે. જેવી રીતે સિગરેટ અને તંબાકુના પેકેટ પર સ્વાસ્થ્ય સંબંધી ચેતાવણી આપવામાં આવે છે. તેવી જ રીતે ભવિષ્યમાં લાડુ, જલેબી અને સમોસા પર પણ આવી જ રીતે ચેતાવણી આપવામાં આવશે. આ પહેલનો હેતુ લોકોને પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત્ત કરવાનો છે. નાગપુરમાં સૌ પ્રથમ આ પહેલ કરવામાં આવી છે. સમોસા, જલેબી, લાડુના દુકાન પર ચેતાવણીના બોર્ડ લગાવવામાં આવશે.
'ફેટ અને શુગર'થી બચો
સમોસા, જલેબી, લાડુના દુકાન પર ચેતાવણીના બોર્ડમાં 'ફેટ અને શુગર'ના પ્રમાણની માહિતી આપવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ છે કે, સવારના નાશ્તામાં જો સમોસા, જલેબી, લાડુ જેવા પદાર્થ ખાવામાં આવે તો તે તંદુરસ્તી માટે હાનિકારક છે. તેથી લોકોને સાવધાન કરવા માટે તંબાકુ અને સિગરેટના પેકેટ પર જેમ ચેતાવણી અપાઇ છે તેના પર પણ ચેતાવણીઓ લખેલી આવશે. નાગપુરમાં એક નાશ્તાના દુકાન પર બોર્ડ લગાવવામાં આવ્યુ હતુ. જેમાં લખ્યુ હતુ કે, 'સમજદારીથી ખાઓ, તમારું ભવિષ્ય તમારુ આભારી રહેશે'.
ચેતાવણીના પોસ્ટર લગાવવા આદેશ
સ્વાસ્થ્ય મંત્રાલયે એમ્સ નાગપુર સહિત તમામ કેન્દ્રીય સંસ્થાનોને આદેશ આપ્યા છે. તેઓએ જણાવ્યુ છે કે, પોસ્ટરમાં સ્પષ્ટ લખેલું હોવુ જોઇએ કે, ફૂડમાં કેટલુ 'ફેટ અને શુગર' છે. નાગપુર એમ્સમાં સમોસા, લાડુ, જલેબી અને પાંવ પર પરિક્ષણ કરવામાં આવી રહ્યુ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે વધુમાં કહ્યુ છે કે, હૉસ્પિટલ અને કેફેમાં આ પોસ્ટરો ઝડપથી લગાવવા જોઇએ. અન્ય તબીબે જણાવ્યુ હતુ કે, સરકાર ખાદ્ય પદાર્થો પર પ્રતિબંધ નથી લગાવી રહી તે માત્ર લોકોને જાગૃત્ત કરી રહી છે કે, તમારા રોજિંદા ખોરાકમાં કેટલું ફેટ અને શુગર' છે. જેના કારણે લોકો પોતાના શરીર પ્રત્યે જાગૃત્ત થશે. અને રોજિંદા જીવનમાં બદલાવ લાવશે.
સ્થૂળતા સૌથું મોટું કારણ
કેન્દ્ર સરકારે સ્થૂળતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ જણાવ્યુ છે કે, વર્ષ 2050 સુધી 44.9 કરોડ લોકો સ્થૂળતાથી પીડાશે. આ ઉપરાંત બાળકોમાં વધતી સ્થૂળતા એક મોટો ખતરો છે. સ્થૂળતા મામલે અમેરિકા બાદ ભારત બીજા નંબરે આવશે. ભારતમાં દર બે વ્યક્તિએ બીજો શખ્સ સ્થૂળતાથી પીડિત છે. અયોગ્ય ખાન-પાનની આદતો પણ શરીરમાં રોગોનું ઘર બનાવે છે. તેથી શરીરની સાચવણી કોઇ અમૂલ્ય ખજાનાથી ઓછી નથી.