મહારાષ્ટ્રમાં ફરી એકવાર વરસાદની એન્ટ્રી થઇ છે. છેલ્લા બે દિવસ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઇને નવી એડવાઇઝરી જાહેર કરી છે. મહારાષ્ટ્રમાં બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે આગામી 24 કલાકમાં હવામાન વિભાગે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

6 જિલ્લામાં એલર્ટ
હવામાન વિભાગે 6 જિલ્લામાં હાઇએલર્ટ આપ્યું છે. આગામી 24 કલાકમાં કોલ્હાપુર, પુણે, રાયગઢ, સાંગલી, સતારા અને થાણે જિલ્લામાં મૂશળધાર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જેને લઇને નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપી છે.

ભારે વરસાદની ચેતવણી
મહત્વનું છે કે આ વખતે ચોમાસુ સમય કરતા વહેલુ આવ્યું છે. દર વર્ષે 7 જૂને આવે છે પરંતુ આ વખતે તો 25 મેના રોજ ચોમાસુ બેસી ગયું. જે બાદ 4-5 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ થયો હતો. ત્યારબાદ વરસાદે વિરામ લીધો હતો. પરંતુ હવે છેલ્લા બે દિવસથી સારો એવો વરસાદ થઇ રહ્યો છે. જેનાથી ખેડૂતોને રાહત મળી છે. ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. હવામાન વિભાગે ફરી એકવાર મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

મુંબઇમાં કેવુ રહેશે વાતાવરણ ?
મુંબઇમાં દિવસભર વાદળછાયુ વાતવરણ રહ્યા બાદ સાંજે વરસાદ વરસ્યો હતો. થોડી વાર વરસાદ થતા વાતાવરણમાં ઠંડકની લહેર ફરી વળી હતી. બીજી તરફ સાંગલીમાં બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

  • Follow us on: