બરફથી છવાયેલા પર્વતોને જોવા માટે પ્રવાસીઓ આવી રહ્યા છે. પરંતુ આ અહીં વીજળી-પાણીનો પુરવઠો બંધ કરાયો છે.

બરફ વર્ષાના કારણે રસ્તાઓ બંધ

હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા ચાલી રહી છે. જેનો આનંદ લેવા માટે પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે. પરંતુ બરફ વર્ષાના કારણે રસ્તાઓ બંધ થયા છે. તો અમુક સ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હિમાચલમાં 885 રસ્તાઓ બંધ કરાયા છે. અહીં વીજળી અને પાણીનું સપ્લાઇ બંધ કરવામાં આવ્યો છે. પ્રાથમિક જરુરિયાતો બંધ કરાતા પ્રવાસીઓ અને સ્થાનિકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.

 

પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ

છેલ્લા કેટલા દિવસથી ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં જબરદસ્ત બરફ વર્ષા થઇ રહી છે. હિમાચલથી લઇને ઉત્તરાખંડ સુધીના પર્વતો બરફની સફેદ ચાદરમાં છુપાયા છે. અને આ સુંદર નજારો માણવા માટે પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે. લાંબા સમય બાદ બરફ વર્ષા થવાથી પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓ બરફની મજા માણી રહ્યા છે. અને સાથે જ ઠંડીનો કહેર પણ વધી રહ્યો છે.

સુંદર નજારા સાથે પડકારો પણ મળ્યા જોવા

બરફ વર્ષાના કારણે સુંદર નજારો તો સર્જાયો છે પણ સાથે જ કેટલાક પડાકારો પણ ઉભા થયા છે. જે હોટલ ચાલકો માટે મુસીબત સમાન છે. બરફ વર્ષાના કારણે કેટલાક સ્થળોએ ગાડીઓ ફસાય છે. અને રસ્તાઓ જામ થયા છે. ટ્રાફિકની લાંબી કતાર અહીં જોવા મળી રહી છે. પ્રવાસીઓ કલાકો સુધી ગાડીમાં રાહ જોતા બેસી રહ્યા છે. ઔલી, બદ્રીનાથ અને કેદારનાથમાં ભારે બરફ વર્ષાઓ થઇ છે. તો સાથે જ જમ્મૂ-કાશ્મીરમાં પણ સ્નોફોલે કહેર મચાવ્યો છે.

આ પણ વાંચોઃ વ્હાઇટ હાઉસ Mark Carney સરકાર સામે બનાવી રહ્યુ છે મોટી યોજના, જાણો શું છે રણનીતિ? 

  • Follow us on: