બજારમાં આગ લાગવાના કારણે દુકાનો અને ઘરોમાં મુકેલા ગેસ સિલિન્ડેરથી પણ બ્લાસ્ટ થયો હતો. જેના કારણે ઘટના સ્થળે લોકોને બચાવવુ મુશ્કેલ બન્યુ હતુ.

આગનું વિકરાળ સ્વરૂપ

હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં આવેલા અર્કીમાં વિસ્તારમાં અગ્નિકાંડ જોવા મળ્યો હતો. અહીં અર્કી વિસ્તારના નીચેના ભાગમાં આવેલા બજારમાં આગ લાગી હતી. જેમાં 15 ઘર બળીને ખાખ થયા હતા. આ આગમાં સાત વર્ષના બાળકનું મોત થયુ હતુ. અને 9 જેટલા લોકો ગુમ થયા હતા. ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય શરુ કરાયુ હતુ. હૉસ્પિટલના સ્ટાફને સારવાર માટે સતર્ક કરાયા હતા.

તેજ ગતિએ ફેલાઇ આગ

ડીસી સોલન મનમોહન શર્માએ જણાવ્યુ હતુ કે, મોડી રાત્રે અર્કી વિસ્તારમાં આવેલા જુના ભવનમાં આગ લાગી હતી. અર્કીના ફાયરફાયટરોએ અને આસપાસના વિસ્તારોમાં આવેલા ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવવા માટે પ્રક્રિયા હાથ ધરી હતી. ડીસી સોલન મનમોહન શર્માએ વધુમાં કહ્યુ હતુ કે, આ જુનુ ભવન લાકડીનું બનેલું હતુ. જેના કારણે આગ તેજ ગતિએ પ્રસરી હતી. આ આગમાં સાત વર્ષના બાળક પ્રિયાંશનું મોત થયુ હતુ.

પ્રાથમિક તપાસ શરુ

અર્કી વિસ્તારમાં આવેલા ઘરમાં નેપાળી પરિવાર રાત્રે તાપણું કરીને સુઇ ગયુ હતુ. જેના કારણે આ આગ લાગી હતી. પરંતુ સમગ્ર તપાસ બાદ ઘટનાનું મુખ્ય કારણ જાણી શકાશે. હાલ આ ભીષણ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે. આગના વિકરાળ સ્વરૂપમાં મોટી સંખ્યામાં ઘરો બળીને ખાખ થયા હતા. અગ્નિકાંડ બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે.

આ પણ વાંચોઃ Lifestyle: Vitamin B12 શા માટે છે મહત્વપૂર્ણ, શું કહે છે કાર્ડિયોલોજિસ્ટ?, જાણો