હિમાચાલ પ્રદેશા કુલ્લુમાં છેલ્લા કેટલાય દિવસથી ભારે વરસાદે કહેર વરસાવ્યો છે. ત્રણ દિવસની અંદર જિલ્લા મુખ્યાલયમાં ભૂસ્ખલનની ચોથી ઘટના સામે આવી છે. ગુરૂવારે સવારે પણ ભૂસ્ખલનની ઝપેટમાં બે મકાન આવી ગયા હતા. જેમાં એકનુ મોત નીપજ્યુ છે. જ્યારે ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે.

ભૂસ્ખલનની ઝપેટમાં એક મકાન મલલામાં તબદીલ

મળતી માહિતી પ્રમાણે, ગુરૂવારે સવારે આશરે 7.30ની આસપાસ કુલ્લૂમાં ભૂસ્ખલનની ઘટના ઘટવા પામી હતી. કાટમાળ સાથે મોટો પથ્થર નીચે આવ્યો.તેની ઝપેટમાં આવવાથી ઇનર અખાડા બજારના બે ઘરોમાં નુકસાન પહોંચ્યુ છે. હાલ ઘટના સ્થળે એનડીઆરએફે રેસ્ક્યુ અભિયાન શરૂ કરી દીધુ છે. અત્યાર સુધી બે મહિલાઓ સહિત ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. દરેકને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. જ્યારે એક મૃતકને પણ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે.


હજુ 5 લોકો કાટમાળમાં ફસાયાની આશંકા

આ સિવાય એક મહિલા અને પાંચ કશ્મીરી મજૂર પણ ઘરની અંદર કાટમાળ નીચે ફસાયેલા છે.આજે હવામાન વિભાગ દ્વારા પાંચ જિલ્લાઓમાં વરસાદને લઇને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં કાંગડા, કુલ્લૂ, મંડી અને સિરમોરના અનેક ક્ષેત્રોમાં ભારે વરસાદની શક્યતા સેવાઇ રહી છે. અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા છે. શુક્રવારે કાંગડા, મંડી, શિમલા, સોલન અને સિરમોરમાં વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. 6 સપ્ટેમબરથી ભારે વરસાદથી થોડી રાહત મળવાના આસાર છે. નવ સપ્ટેમ્બર સુધી હવામાન ખરાબ રહેવાની શક્યતા સેવાઇ છે.

  • Follow us on: