મેદાની વિસ્તારોમાં પડી રહેલી ભારે ગરમીથી રાહત મેળવવા માટે મોટી સંખ્યામાં પર્યટકો હવે પહાડી વિસ્તારોનો પ્રવાસ કરી રહ્યા છે. મસૂરી, મનાલી, કુલ્લુ, લેહ-લદ્દાખ અને અન્ય લોકપ્રિય સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

મંડીથી કુલ્લુ વચ્ચે આવેલા મનાલી હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી ગઈ છે. ભારે સંખ્યામાં પર્યટકો મનાલી તરફ જતાં ટ્રાફિક ધીમે ધીમે 'ગોકળ ગતિ'એ આગળ વધી રહ્યો છે. જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિક એન્ડ અને શાળાની રજાઓના કારણે પર્યટકોની સંખ્યા સતત વધી રહી છે. ખાસ કરીને મસૂરીના મોલ રોડ, ગન હિલ અને કંપની ગાર્ડન જેવા સ્થળોએ ભારે ભીડ જોવા મળી રહી છે. હોટેલ, રેસ્ટોરન્ટ અને સ્થાનિક વેપારીઓના ધંધામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
સ્થાનિક હોટેલ વ્યવસાયીઓ મુજબ વિક એન્ડ દરમિયાન મોટાભાગની હોટેલોમાં 90 ટકા કરતાં વધુ બુકિંગ થઈ ચૂક્યું છે, જ્યારે અનેક હોટેલ્સ સંપૂર્ણપણે ફુલ થઈ ગઈ છે. પર્યટકોના વધતા પ્રવાહથી સ્થાનિક અર્થતંત્રને પણ મોટો લાભ મળી રહ્યો છે. ભીડને ધ્યાનમાં રાખીને પ્રશાસન ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થાને સુચારૂ રાખવા માટે સતત કામ કરી રહ્યું છે. આગામી દિવસોમાં હવામાન અનુકૂળ રહે તો પર્યટકોની સંખ્યા વધુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.