બિહારના અરરિયામાં બોર્ડર આઉટ પોસ્ટ 'લેટી' અને 'ઇંદરવા'નું ઉદ્ઘાટન અને સશસ્ત્ર સીમા દળ (SSB) ના વિવિધ કાર્યોનું ઇ-ઉદઘાટન, ઇ-શિલાન્યાસ કરવામાં આવ્યો. ગૃહમંત્રી અમિત શાહે આ કાર્યક્રમને સંબોધિત કર્યો.. SSB કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે, એસએસબીએ દરેક પરિસ્થિતિમાં સીમાઓની સુરક્ષા કરી છે. બોર્ડર વિસ્તારમાં વધુ સુરક્ષા આપવાનો પ્રયાસ કરવામાં આવશે.


સીમાંચલને ઘૂસણખોરોથી મુક્ત કરવામા આવશેઃ અમિત શાહ

બિહારના અરરિયામાં એસએસબી કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યુ હતુ. જેમાં કહ્યુ કે એક એક ઘૂસણખોરોને દેશની બહાર મોકલી દેવામાં આવશે. સીમાંચલને ઘૂસણખોરોથી મુક્ત કરવામા આવશે. ગેરકાયદેસર ગતિવિધિઓ પર કડક નજર રખાશે. બોર્ડર વિસ્તારને વધારે સુરક્ષિત બનાવવા માટે વધારે પ્રયાસ કરવામાં આવશે. 

આ પણ વાંચોઃ Japan મા સાધ્વી દ્વારા CM યોગીને અપાઇ વિશેષ પ્રતિમા, જાણો કેમ ખાસ છે પ્રતિમાનું મહત્વ?


  • Follow us on: